જ્યારે તમારું શરીર આખો દિવસ સખત મહેનત કરે છે ત્યારે તેને આરામ આપવા માટે સારી ઊંઘની જરૂર પડે છે. સારી અને સંપૂર્ણ ઊંઘ બીજા દિવસે સવારે તમારા મૂડને તાજગી આપે છે અને તમારું મન પણ શાંત રહે છે. તમે બીજા દિવસે તમારું કામ કરવા માટે ઉર્જાવાન અનુભવો છો.
જો કે આપણે બધા જાણીએ છીએ કે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ઊંઘ જરૂરી છે, પરંતુ કેટલાક સવાલો એવા છે જેના કોઈ જવાબ નથી. આ સાથે આપણે ઊંઘ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ સાંભળતા રહીએ છીએ.
આ વખતે, અમે તે પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ. આ લેખમાં અમે તમને જણાવીશું કે સરેરાશ વ્યક્તિને કેટલી ઊંઘની જરૂર હોય છે. અહીં ખૂબ ઓછી અથવા ખૂબ વધારે ઊંઘવાના ગેરફાયદા વિશે પણ જાણી શકશો.
શું દરેક માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે? ઘણા લોકો કહે છે કે તમે ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લો. પરંતુ શું આ ખરેખર સાચું હોય છે? કેટલાક સંશોધનો સૂચવે છે કે તંદુરસ્ત યુવાન વયસ્કો માટે 7-9 કલાકની ઊંઘ પૂરતી છે. પરંતુ દરેકને એટલી ઊંઘની જરૂર હોતી નથી. આપણને દરરોજ કેટલી ઊંઘની જરૂર હોય છે તે ઉંમર પ્રમાણે બદલાય છે.
નવજાત બાળક દિવસમાં 14-17 કલાક ઊંઘે છે અને આ તેના માટે પૂરતું છે. વધતા બાળક માટે 11-14 કલાકની ઊંઘ પૂરતી છે. શાળાએ જતા બાળકોથી લઈને કિશોરવયના બાળકો માટે 10-13, 9-11 અને 8-10 કલાકની ઊંઘ જરૂરી છે. જ્યારે પુખ્ત વ્યક્તિએ 7-9 કલાકની ઊંઘ લેવી જોઈએ અને મોટી ઉંમરના લોકોએ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
વધુ સૂવાથી શું અસર થાય છે? આપણામાંના ઘણા આપણા શરીરની જરૂરિયાત કરતાં વધુ સમય ઊંઘે છે. તેમને લાગે છે કે આ રીતે વધારે ઊંઘ લેવાથી શરીરનો થાક દૂર થાય છે અને લાંબા સમય સુધી તાજગી અનુભવશે. જો કે, ઘણા સંશોધકો તેને સાચા તરીકે વર્ણવતા નથી. સાવ ઓછું સૂવું અને વજરૂરિયાત કરતા વધારે સૂવાથી વજન વધવાનું અને ચરબી વધવાનું જોખમ 27% વધી જાય છે.
ઓછી ઊંઘ લેવાથી શું અસર થાય છે? કેટલાક અભ્યાસો અને નિષ્ણાતો અનુસાર, તે ખૂબ જ દુર્લભ છે કે વ્યક્તિને દિવસભર કામ કરવા માટે 6 કલાકથી ઓછી ઊંઘની જરૂર હોય. જે લોકો દરરોજ રાત્રે 6 કલાક કે તેથી ઓછી ઊંઘ લે છે તેઓ ઊંઘ અસરોથી ટેવાઈ જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમના શરીરને ઓછી ઊંઘની જરૂર છે.
જો તમે રાત્રે અનિદ્રા અથવા નબળી ઊંઘની ગુણવત્તા અનુભવો છો તો આ સમસ્યા ગંભીર હોઈ શકે છે, તેથી તેની નિષ્ણાત જોડે સારવાર કરવો. જો તમે હવે ઉંમર પ્રમાણે ઊંઘ લો. આવી વધુ માહિતી વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.