ફક્ત ચહેરો તો ધોવાનો છે, તે તો એક જ મિનિટમાં ધોવાઇ જશે અને પછી ચાલો આપણે બહાર જઈએ… આપણે આવું કેટલી વાર કહીએ છીએ કારણ કે આપણને લાગે છે કે ચહેરો ધોવા એ સૌથી સરળ કામ છે. પરંતુ શું ખરેખર એવું છે?
તમને ખબર નહીં હોય, પરંતુ ચહેરો ધોવાના ઘણા લેવલ હોય છે. તમારે કયા પ્રકારના ક્લીન્સરનો ઉપયોગ કરવો જોઈએ, તમારે કેટલી વાર તમારો ચહેરો ધોવો જોઈએ અને તમારે કયા પ્રકારનું પાણી વાપરવું જોઈએ તે પણ સમજવા માટેના મહત્વપૂર્ણ પરિબળો છે.
આ પોતે જ એક દિનચર્યા છે જેના માટે માત્ર સાબુ અને પાણી કરતાં પણ વધુ જરૂરી છે. જો તમે રોજ તમારા ચહેરાને ધોતા નથી અથવા તેને યોગ્ય રીતે ધોતા નથી તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તૈલી ત્વચા, ડાઘ જેવી ઘણી સમસ્યાઓ ચહેરાને યોગ્ય રીતે ન ધોવાથી પણ થઈ શકે છે.
તમારા ચહેરાને સારી રીતે ન ધોવાથી છિદ્રો બંધ થઇ શકે છે અને ખીલ થઈ શકે છે. પરંતુ હવે ખરો પ્રશ્ન એ છે કે આપણે દિવસમાં કેટલી વાર ચહેરો ધોવો જોઈએ? આનો જવાબ સોલ સ્કિન કોર્પના ફાઉન્ડર ડર્મેટોલોજિસ્ટ ડૉ. રશ્મિ શેટ્ટીએ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપ્યો છે.
View this post on Instagram
તેઓ પોતાની પોસ્ટમાં કહે છે કે ‘શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી તમે કોઈપણ સ્કિન કેર રૂટિન અનુસરો, તે પછી પણ તમારે દિવસમાં 4 વખત ચહેરો ધોવો જોઈએ.’ ડૉ.શેટ્ટીએ પણ ખૂબ જ વિગતવાર સમજાવ્યું છે તો ચાલો આ લેખમાં જાણીએ.
1. સવારે ઉઠતાની સાથે જ તમારા ચહેરાને ફેસ વોશથી સાફ કરો : તમારા ચહેરાને વહેલી સવારે માત્ર પાણીથી નહીં, પરંતુ સારા ક્લીંઝરથી સાફ કરો. તમારી ત્વચામાંથી રાતભર બહાર નીકળેલા ઝેરી તત્વોને સાફ કરવા સવારે તમારી ત્વચાને સાફ કરવી મહત્વપૂર્ણ છે. તે તમારી ત્વચાને આખા દિવસ માટે તૈયાર કરે છે.
2. મેકઅપ લગાવતા પહેલા ચહેરો સાફ કરો : જો તમે દિવસ દરમિયાન ક્યાંક બહાર ફરવા જાવ છો, તો તમારે તમારા ચહેરાને વધુ એક વાર ફેસ વોશથી સાફ કરવું જોઈએ. મોર્નિંગ વોક કે જીમમાં વર્કઆઉટ કર્યા પછી પણ ત્વચા ઓઈલી થઈ જાય છે જેને સાફ કરવાની જરૂર પડે છે.
જો તમારી ત્વચા શુષ્ક, સંવેદનશીલ અથવા નિર્જલીકૃત હોય, તો ફક્ત તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. આ પછી, તમે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવીને દિવસ માટે મેકઅપ કરી શકો છો.
3. સાંજે 5 વાગ્યે ફરીથી ચહેરો સાફ કરો : જો તમે ઘરે હોવ તો સાંજે પાંચ વાગે અથવા ઓફિસેથી ઘરે આવ્યા પછી પણ ફેસ વોશથી ચહેરો સાફ કરો. દિવસભરના મેકઅપ, પ્રદૂષણ, પરસેવાથી છુટકારો મેળવવા માટે ફરી એકવાર ચહેરો ધોવો ખૂબ જરૂરી છે. તે તમારી ત્વચાને રાત માટે તૈયાર કરે છે.
મહત્વની ટીપ: જો તમે આખો દિવસ મેક-અપ લગાવો છો, ફિલ્ડમાં કામ કરો છો અથવા તમારી ત્વચા ઓઈલી છે, તો ડબલ ક્લીન્ઝિંગ જરૂરી છે. આ માટે, ક્લીન્ઝિંગ બામ અથવા સુપર માઇલ્ડ ક્રીમી એક્સફોલિએટર એક સારો વિકલ્પ છે.
4. સુવાના ઠીક પહેલા : રાત્રે સૂતા પહેલા તમારે એક વાર ચહેરો જરૂર ધોવો જોઈએ. રાત્રે સૂતા પહેલા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ પછી એક સ્કિન રૂટિન ફોલો કરો.
આપણી ત્વચાને સ્વ-રિપેરની જરૂર છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે તમારી ત્વચા સ્વચ્છ હોય છે. મેકઅપ અથવા અન્ય ભારે પ્રોડક્ટ લગાવીને રાખવાથી ત્વચાને નુકસાન થઇ શકે છે, તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે સુતા પહેલા મેકઅપ કાઢીને સુવો.
જો તમને ત્વચાની એલર્જી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તમારે તમારી ત્વચાની સારી કાળજી લેવાની ખુબ જ જરૂર છે. તમે તમારા ત્વચારોગ ડોક્ટરની (ડર્મેટોલોજિસ્ટ) પણ સલાહ પણ લઈ શકો છો.
તો હવે તમે પણ જાણી ગયા હશો કે ચહેરો કેટલી વાર ધોવો જોઈએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જરૂરથી જોડાયેલા રહો.