how much liquid detergent to use in washing machine
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજના સમયમાં મહિલાઓ કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. આ એક એવું સાધન છે જે તમારો સમય અને મહેનત બંને બચાવે છે. સામાન્ય રીતે વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

કારણ કે તે પાણીમાં જલ્દીથી ઓગળી જાય છે અને પછી કપડાં પર ડિટર્જન્ટના ડાઘ પણ નથી દેખાતા હોતા. પરંતુ કપડાં સારી રીતે ધોવાઈ જાય તે માટે માત્ર લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો પૂરતો નથી, પરંતુ તમને એ પણ ખબર હોવી જોઈએ કે તેનો કેટલો ઉપયોગ કરવાનો છે.

લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ તમારા વૉશિંગ મશીનના પ્રકાર પ્રમાણે, વૉશ લોડનું કદ, કપડાં પરના ડાઘા અને પાણીના પ્રકાર વગેરે વસ્તુઓ પર આધારિત છે. કેટલીક મહિલાઓ એવું વિચારે છે કે કપડાં ધોવા માટે વધારે લીકવીડ ડિટર્જન્ટનો ઉપયોગ કરીશું તો કપડાં વધુ સારી રીતે સાફ થશે.

જ્યારે આવું કંઈ નથી. તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે તમારે દરેક લોડ લોન્ડ્રી દીઠ કેટલો લીકવીડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ.

લીકવીડ ડીટરજન્ટનો ઉપયોગ શા માટે સારો છે? જ્યારે વોશિંગ મશીનમાં કપડાં ધોવાની વાત આવે ત્યારે લીકવીડ ડીટરજન્ટનો ઉપયોગ કરવાના ઘણા કારણો છે. જેમ કે તે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને ડાઘને ઝડપથી અને સારી રીતે સાફ કરે છે.

આ સિવાય, તેની સૌથી સારી બાબત એ છે કે તેનો ખુબ ઓછી માત્રામાં ઉપયોગ કરીને પણ સારી સફાઈ કરે છે. લિક્વિડ ડિટર્જન્ટ કાપડ પર હળવું હોવાથી વધુ નાજુક કપડાને ધોવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

જો તમે ઇચ્છો તો કપડાં પર પડેલા ડાઘથી છુટકારો મેળવવા માટે તેને સીધા કપડાં પર પણ લગાવીને ડાઘ દૂર કરી શકો છો. તેને પાણીમાં મિક્સ કરવાની પણ કોઈ જરૂર નથી. હઠીલા ડાઘને દૂર કરવા માટે પણ તે ખરેખર સારી રીતે કામ કરે છે.

કેટલું પ્રવાહી ડીટરજન્ટ વાપરવું? સૌ પ્રથમ કપડાં ધોતી વખતે લીકવીડ ડીટરજન્ટ કેટલું લેવું તે માટે પ્રોડક્ટ પર આપેલી સૂચનાઓ વાંચવાની જરૂર છે. તેનો ડોઝ ત્રણ પરિબળો પર આધાર રાખે છે. જેમ કે પાણીની કઠિનતા, ગંદકી અને લોડનાનો પ્રકાર.

સામાન્ય રીતે, લીકવીડ ડીટરજન્ટનું એક ઢાંકણું રેગ્યુલર લોડ માટે પૂરતું છે, પરંતુ જો તમારા કપડા વધુ ગંદા હોય તો 1.5 ઢાંકણું રેડી શકો છો. જો કોઈ કપડાં પર ડાઘ હોય તો તમે તેના પર સીધું થોડું લિક્વિડ ડિટર્જન્ટ નાખીને પણ સ્પોટ ટ્રીટમેન્ટથી ડાઘને દૂર કરી શકો છો.

વધુ કે ઓછું લીકવીડ ડીટરજન્ટ નાખવાના ગેરફાયદા : જો તમે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ જરૂર કરતાં વધુ કે ઓછો કરો છો તો તમને તમારે અમુક નુકસાન થઇ શકે છે. જેમ કે વધુ પડતા ડિટર્જન્ટથી રંગીન કપડાં ફીકા પડી શકે છે. તે જ રીતે સફેદ કપડાંને ઓફ-વ્હાઇટ અથવા ગ્રે રંગમાં ફેરવે છે.

આ સિવાય, વધારે ડીટરજન્ટનો ઉપયોગ કરવાથી ડિટર્જન્ટ બરાબર સાફ ન પણ થઈ શકે તો કેમિકલ્સ આપણી ત્વચા સાથે સીધા સંપર્કમાં આવે છે જેના કારણે બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓની સમસ્યા થઇ શકે છે.

બીજી બાજુ, જો તમે વધુ લીકવીડ ડિટર્જન્ટનો ઉપયોગ કરો છો તો તે કપડાંને સારી રીતે સાફ કરી શકશે નહીં અને તેમાંથી અપ્રિય ગંધ આવી શકે છે. આ સિવાય કપડા પરના ડાઘા પણ સારી રીતે દૂર થતા નથી. આવી સ્થિતિમાં કપડાં ધોવાનો કોઈ ફાયદો થતો નથી.

તો હવે તમે પણ વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે લિક્વિડ ડિટર્જન્ટ કેટલું નાખવું તેના પર ખાસ ધ્યાન રાખો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અન્ય જાણકારી માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા