how to change black lips to pink naturally
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા હોઠ સુંદર, ગુલાબી અને કોમળ દેખાય અને આ માટે આપણે વિવિધ ક્રીમ અને બામનો ઉપયોગ કરીએ છીએ. શું તમે જાણો છો કે આ બામ અને ટ્રીટમેન્ટ આપણા હોઠને કેટલી હદે નુકસાન પહોંચાડે છે?

તમને જણાવી દઈએ કે બજારુ પ્રોડક્ટનો ઉપયોગને કારણે હોઠ કાળા થઈ શકે છે. તો આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઘરમાં હાજર કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને હોઠને કોમળ અને સુંદર બનાવી શકો છો, તમને આ વસ્તુઓના ફાયદા પણ જણાવીશું. જરૂરી સામગ્રી – 2 ચમચી મધ, 2 થી 3 ચમચી કાચું દૂધ, 2 ટીપાં ગુલાબજળ.

મધના ફાયદા : એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મધ કુદરતી રીતે ત્વચાને એક્સફોલિએટ કરે છે. આ તમારા હોઠમાં હાજર પોર્સને સાફ કરે છે અને હોઠને કોમળ રાખવામાં મદદ કરે છે. તે હોઠને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરે છે.

કાચા દૂધના ફાયદા : હોઠની ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે કારણ કે તેમાં વિટામીન-એ ભરપૂર માત્રામાં હોય છે. કાચું દૂધ ત્વચાને ભેજ આપવામાં મદદગાર સાબિત થાય છે અને તે કુદરતી રીતે ચહેરા પર હાજર છિદ્રોને ઊંડાઈ થી સાફ કરવામાં મદદ કરે છે.

ગુલાબજળના ફાયદા: ગુલાબ જળ હોઠને ગુલાબી બનાવવામાં મદદ કરે છે. આ એક કુદરતી ટોનર છે જે હોઠની કાળાશને દૂર કરે છે. તેમાં વિટામિન-સી હોય છે જે હોઠને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે.

કેવી રીતે બનાવવું : લિપ બામ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં લગભગ 1 થી 2 ચમચી મધ લો. પછી તેમાં લગભગ 2 થી 2 ચમચી કાચું દૂધ ઉમેરો અને ગુલાબજળના 2 થી 3 ટીપાં ઉમેરો. આ ત્રણેયને સારી રીતે મિક્સ કરો. જો તમે ઇચ્છો તો ઠંડુ કરવા માટે થોડીવાર ફ્રીજમાં પણ રાખી શકો છો.

કેવી રીતે ઉપયોગ કરવો : તમે રાત્રે તેનો ઉપયોગ કરી શકો છો. તમે તેને લગભગ 10 થી 15 મિનિટ માટે લગાવીને પણ છોડી શકો છો. ઉપરાંત, તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત રાત્રે તેનો ઉપયોગ કરી શકો છો.

આ સાથે, જો તમને શિયાળાની ઋતુમાં હોઠની સંભાળ રાખવાની આ ટિપ્સ પસંદ આવી હોય, તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અમે તમારા માટે આવી જ બ્યુટી ટિપ્સ લાવતા રહીશું

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા