સોનુ અસલી છે કે નકલી આ રીતે ઘરે બેઠા ઓળખો, જિંદગીમાં ક્યારેય છેતરાશો નહીં

how to check gold purity at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આખું વર્ષ સોનાની ખરીદી અને વેચાણ થાય છે તેમ છતાં લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખરીદી વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આજકાલ સોનામાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. આ દિશામાં વિચારીને કેન્દ્ર સરકારે હોલમાર્કના નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. હવે દરેક સોના પર હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે તેથી હવે કોઈ પણ જ્વેલર્સ હોલમાર્ક વિના સોનું વેચી શકશે નહીં.

સરકારે આ નિયમ એટલા માટે બનાવ્યો છે કે ગ્રાહકો સરળતાથી જ્વેલર્સ પાસેથી શુદ્ધ સોનું ખરીદી શકે. પરંતુ હજુ પણ તમારે અસલી અને નકલી સોના વચ્ચેનો થોડો તફાવત જાણવાની જરૂર છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે અસલી અને નકલી સોનું ઘરે કેવી રીતે ઓળખી શકો છો.

હોલમાર્ક શું છે? સોનું ખરીદતા પહેલા એ જાણવું જરૂરી છે કે હોલમાર્ક શું છે અને તેના કયા પ્રકારો છે. તમને જણાવી દઈએ કે હોલમાર્ક કહે છે કે સોનું શુદ્ધ છે કારણ કે દરેક સોનાની જ્વેલરીમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) માર્ક હોય છે. ઉપરાંત, હોલમાર્ક દરેક કેરેટના હિસાબથી અલગ અલગ હોય છે, જેમ કે 916 હોલમાર્ક નંબર સાથે 22 કેરેટ, નંબર 875 હોલમાર્ક સાથે 21 કેરેટ અને 750 નંબર સાથે 18 કેરેટ હોય છે.

કેન્દ્ર સરકારે હોલમાર્કને લગતા નવા નિયમો બનાવ્યા છે. આ નિયમ હેઠળ, હવે દેશભરના લગભગ 256 જિલ્લાઓમાં માત્ર હોલમાર્કવાળી સોનાની જ્વેલરી વેચવામાં આવશે. ઉપરાંત, હવે જ્વેલર્સ ગ્રાહકોને હોલમાર્ક વગરના સોનાના દાગીના વેચી શકશે નહીં.

હોલમાર્ક જોવો : અસલી સોનાની ઓળખ હોલમાર્ક હોય છે કારણ કે તે સોનાની શુદ્ધતાનો પુરાવો છે. તમે સોનાના કેરેટ પ્રમાણે હોલમાર્ક ચેક કરો. આ સિવાય જો તમારા સોનામાં હોલમાર્ક નથી, તો જાણી લો કે 22 કેરેટ સોનું બ્રાઇટ યેલો (પીળું) હોય છે. જ્યારે, 18 કેરેટ સોનાનો રંગ સ્ટ્રોંગ પીળો છે. જો તમારી પાસે 18 કેરેટથી ઓછું સોનું છે તો તેનો રંગ આછો પીળો હશે. સોનાને ધ્યાનથી જોયા પછી જ તમને આ ફરક લાગશે.

ચુંબકનો ઉપયોગ કરો : તમે સોનાને ચુંબકથી પરીક્ષણ કરીને ચકાસી શકો છો. જો તમારું સોનું ચુંબકના સંપર્કમાં આવ્યા પછી તેને વળગી રહે છે, તો તમારું સોનું અસલી નથી. જો સોનું ચુંબકના સંપર્કમાં આવ્યા પછી ચોંટતું નથી, તો તે અસલી છે કારણ કે સોનું ચુંબકીય ધાતુ નથી.

આ જરૂર વાંચો : આખરે શા માટે મહિલાઓ પગમાં સોનાની પાયલ નથી પહેરતા, જાણો જ્યોતિષીય કારણ

પાણીથી ચેક કરો : ઘરે રહીને તમે પાણીનો ઉપયોગ કરીને સોનાને ઓળખી શકો છો. સોનાની શુદ્ધતા પાણીથી માપવા માટે તમે એક કપ પાણીમાં સોનું નાખો છો, જો તમારું સોનું પાણીમાં થોડું તરે છે, તો તે ભેળસેળયુક્ત છે કારણ કે વાસ્તવિક સોનું પાણીમાં નાખતાની સાથે જ નીચે બેસી જાય છે.

ગંધ ચેક કરો : ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે તમને પરસેવો થાય ત્યારે આર્ટિફિશિયલ જ્વેલરીમાંથી પરસેવાની વાસ આવવા લાગે છે, જ્યારે અસલી સોનું પહેરવાથી એવું થતું નથી. જો તમારા સોનામાં પરસેવાના સંપર્કમાં આવ્યા પછી દુર્ગંધ આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારા સોનામાં ભેળસેળ છે.

અન્ય ટીપ્સ : તમે વિનેગથી પણ અસલી સોનાને ઓળખી શકો છો. જો વિનેગરના સંપર્કમાં આવ્યા પછી તમારા સોનાના રંગમાં કોઈ ફેરફાર થાય છે તો તમારું સોનું નકલી છે, જો કોઈ ફેરફાર થતો નથી તો તે શુદ્ધ છે. આ સિવાય પણ બજારમાં ઘણા પ્રકારના કેમિકલ્સ મળે છે જે સોનાની શુદ્ધતા માપવામાં મદદરૂપ છે, તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

આ પણ જરૂર વાંચો : ચાંદી, તાંબું અને બીજી ધાતુ કરતા સોનુ શા માટે ખુબ મોંઘુ હોય છે, જાણો તેની આ ખાસિયત

તો તમે પણ ઘરે બેઠા આ પદ્ધતિઓ દ્વારા અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો લાઈક કરો અને શેર કરો અને આવી જ વધુ જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.