how to clean bathroom tiles in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમારા બાથરૂમની ટાઇલ્સ પર ડાઘ પડી જવાથી ગંદી દેખાય છે? મોટાભાગના લોકોનો જવાબ હા કજ હશે. કારણ કે થોડા સમય પછી ટાઇલ્સની ચમક ઉડી જાય છે અને તેના પર હઠીલા ડાઘ દેખાવા લાગે છે.

આ જ કારણ છે કે આજે બજારમાં ટાઇલ્સના ડાઘ સાફ કરવા માટે ઘણા એસિડ વેચાય છે. એટલું જ નહીં, આપણે પણ ઘરમાં રહેલા એસિડ જેવી વસ્તુઓથી પણ બાથરૂમ સાફ કરીએ છીએ. પરંતુ તેનો ઉપયોગ ના કરવો જોઈએ.

ઘણા લોકો આડેધડ કોઈપણ વસ્તુ ટાઇલ્સ પર નાખીને ટાઇલ્સ સાફ કરવા લાગી જાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેનાથી ટાઇલ્સની ચમક પર મોટા પ્રમાણમાં અસર થાય છે. તો આવો જાણીએ કે એસિડ વિના ટાઇલ્સ કેવી રીતે સાફ કરી શકાય.

ડીટરજન્ટ સોલ્યુશન : સોલ્યુશન એટલે પાણીમાં ડિટર્જન્ટ નાખીને મિક્સ કરવાથી જે ફીણ થાય છે તે. કપડાં ધોવા માટે વપરાતું ડીટરજન્ટ પાવડર પણ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે આવી સ્થિતિમાં તમે તેનો ઉપયોગ ટાઇલ્સ સાફ કરવા માટે કરી શકો છો.

બાથરૂમના ફ્લોર પર દેખાતા ડાઘને સાફ કરવા માટે, ડાઘ પર ઓછામાં ઓછા 5 થી 7 મિનિટ માટે ડીટરજન્ટ સોલ્યુશન રેડીને છોડી દો. પછી, મોપ અથવા કોઈપણ સ્ક્રબથી ફ્લોરને ઘસો. આમ કરવાથી માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ ફ્લોરની ટાઇલ્સ એકદમ સ્વચ્છ અને ચમકદાર બની જાય છે.

વાસણ ધોવાવાળો સાબુ (ડીશવોશર સાબુ મદદ કરશે) : આપણે દરરોજ ટાઇલ્સ સાફ કરવા માટે માત્ર સાદા પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ તમે અઠવાડિયામાં એકવાર સ્ક્રબ અને ડીશવોશિંગ લિક્વિડનો ઉપયોગ કરીને ટાઇલના ડાઘ દૂર કરી શકો છો.

ખાવાનો સોડા વાપરો : ઘરના ઘણા કામોના ખાવાના સોડાનો ઉપયોગ થાય છે, તે પણ ટાઈલ્સને સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. 1 કપ પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા ઉમેરીને સોલ્યુશન તૈયાર કરો અને ટાઇલ્સને સાફ કરો. ઘણી હદ સુધી ડાઘ સાફ કરી શકે છે.

બોરેક્સ પાવડર : બોરેક્સ પાવડર પણ ગંદી ટાઇલ્સ સાફ કરી શકે છે. ટાઇલ્સ સાફ કરવા માટે, તમારે 3 ચમચી બોરેક્સ પાવડર, 1 ચમચી લીંબુનો રસ અને થોડું પાણી લો અને આ ત્રણ વસ્તુઓને મિક્સ કરીને બનાવેલી પેસ્ટથી ટાઈલ્સના પીળા ડાઘ અને કાટના ડાઘ દૂર થઇ જાય છે.

કેમિકલથી સાફ કેમ ન થાય : કોઈપણ પ્રકારના એસિડ કે કેમિકલની મદદથી તમે ટાઇલ્સને ઝડપથી સાફ કરી શકશો પરંતુ તેનાથી તમારી ટાઇલ્સ ખરાબ થઇ શકે છે. માત્ર ટાઇલ્સ જ નહીં પણ કેમિકલ ફ્લોરને પણ ખરબચડો બનાવી શકે છે.

આ તમામ ટિપ્સ તમારી ટાઇલ્સ એકદમ સ્વચ્છ અને ચમકદાર બની જશે. ઉપરાંત, જો તમે પણ આવી જ હોમ ટિપ્સ અને સાફ સફાઈની ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા