આપણે દરરોજ ઘરની ટાઈલ્સ સાફ કરીએ છીએ, પરંતુ તેમ છતાં ઘણી વખત ટાઈલ્સ પર હઠીલા ડાઘ પડી જાય છે. આ ડાઘ સાફ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં ડાઘ સાફ થવાનું નામ લેતા નથી.
આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે બ્લીચિંગ પાઉડરથી ટાઇલ્સ સાફ કરવાની કેટલીક ટિપ્સ લાવ્યા છીએ. બ્લીચિંગ પાવડર ખૂબ સ્ટ્રોંગ હોય છે જેનો ઉપયોગ તમે ટાઇલ્સ સાફ કરવા માટે કરી શકો છો.
તમે ઓનલાઈન કે ઓફલાઈન ગમે ત્યાં બ્લીચીંગ પાવડરને ખરીદી શકો છો, જેનાથી હઠીલા ડાઘ પણ દૂર થઇ જાય છે. બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ માત્ર ઘરના ફર્શની સફાઈ માટે જ નહીં પરંતુ રસોડા, બાથરૂમની ટાઈલ્સ અને નળ માટે પણ થઈ શકે છે.
તૈયાર કરો લીકવીડ : ટાઇલ્સ સાફ કરવા માટે એક બાઉલ લો અને તેમાં 2 ચમચી બ્લીચિંગ પાવડર નાખો. હવે બંને વસ્તુઓને મિક્સ કરીને તે ગંદા ડાઘ પર લગાવી દો અને થોડીવાર માટે છોડી દો. હવે સ્ક્રબથી ટાઇલ્સને ઘસીને કપડાથી સાફ કરો. ટાઇલ્સના ડાઘ સંપૂર્ણપણે સ્વચ્છ અને હળવા થઇ જશે.
વધારે જિદ્દી ડાઘ હોય તો આ કામ કરો : જો તમારી ટાઈલ્સ પરના ડાઘ બ્લીચિંગ પાવડરથી દૂર ન થઈ રહ્યા હોય, તો તમે તેને સાફ કરવા માટે, બ્લિચિંગ પાવડરના દ્રાવણમાં 1 ચમચી વિનેગર અથવા અડધા લીંબુનો રસ પણ ઉમેરો. આમ કરવાથી ટાઈલ્સના જિદ્દી ડાઘ સાફ થઈ જાય છે.
ચીકણાહટ સાફ કરવા માટે : રસોડાની ટાઇલ્સ પરની ચીકણાહટ સાફ કરવા માટે, સ્પ્રે બોટલમાં બ્લીચિંગ પાવડર ઉમેરીને લિક્વિડ તૈયાર કરો અને તેને ચીકણી જગ્યા પર સ્પ્રે કરો અને થોડો સમય રાહ જુઓ. તમારી ટાઈલ્સ સારી રીતે સાફ થઈ જશે.
તો આ કેટલીક ટીપ્સ હતી જે તમને ટાઇલ્સ સાફ કરવામાં ઘણી મદદ કરશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.