બજારમાંથી ખરીદીને લાવેલા લીલા શાકભાજી કોને ન ગમે? જો તે તાજું શાક હોય તો રાંધ્યા પછી તેનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. દરેક ઘરમાં શાક બનાવવાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિ તેને રાંધતા પહેલા ધોઈને જ શાક બનાવે છે.
શાકભાજીને જે રીતે કાપવામાં આવે છે અને ધોવામાં આવે છે તે રાંધ્યા પછી તેના સ્વાદને પણ અસર કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે શાકભાજીને મીઠાના પાણીમાં નાખીને થોડીવાર માટે રાખો તો શું થાય?
આ એક ખૂબ જ જૂની ટિપ્સ છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. ભાજી વગેરે જેવા અનેક પ્રકારના શાક બનાવતી વખતે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ કે આ કામ કેવી રીતે કરી શકાય.
હવે તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે, શા માટે શાકભાજીને પહેલા મીઠાના પાણીમાં નાખવું જોઈએ? તમને જણાવી દઈએ કે તેના બે ફાયદા છે, જેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું, જે તમને રોજબરોજના કામમાં ઉપયોગી થશે.
શાકભાજીમાં રહેલા કીડાઓને મારી નાખે છે : જો શાકભાજીને હુંફાળા મીઠાના પાણીમાં 20-25 મિનિટ પલાળી રાખવામાં આવે તો આ પાણીને લીધે શાકભાજીની અંદર રહેલા બધા કીડા મરી જશે. આ જંતુઓ મોટે ભાગે સાદા પાણીથી ધોવાતા નથી મરતા નથી. તમે સ્ટ્રોબેરી વગેરે સાથે પણ આવું કરી શકો છો.
રાંધવાનો સમય ઓછો : મીઠાના પાણીમાં પલાળેલી શાકભાજી પહેલાથી જ સોફ્ટ થઇ જાય છે અને તેથી રાંધવાનો સમય પણ ઘણો ઓછો લાગે છે. જો તમે આ રીતે શાકભાજી રાંધશો તો તે ઝડપથી રંધાઈ જશે અને રાંધણ ગેસની પણ બચત થશે.
પાંદડાવાળા શાકભાજીની ઈયળો મરી જશે : લીલા પાંદડાવાળા શાકભાજીને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે અને આવી સ્થિતિમાં જો તમે તે શાકભાજીને આ રીતે મીઠાવાળા પાણીમાં સાફ કરશો તો તેની અંદર રહેલા નાનામાં નાના કીડા પણ મરી જશે અને બહાર નીકળી જશે.
તેનાથી સ્વાદમાં અસર પડે છે : મીઠાવાળા પાણીથી શાકભાજીના ધોવાથી શાકભાજીના સ્વાદમાં ઘણો ફરક પડે છે. ખારા પાણીમાં શાકભાજીને પલાળીને રાખવાથી તે પહેલાથી જ થોડી ખારી થઇ જાય છે અને આ રીતે રાંધતી વખતે મીઠું ઓછું વપરાય છે અને તેમાંથી કુદરતી સ્વાદ મળે છે.
મીઠાના પાણીમાં શાકભાજી કેવી રીતે પલાળી શકાય? હૂંફાળા પાણીમાં અડધી ચમચી મીઠું ઉમેરીને તમે શાકભાજીને 20-25 મિનિટ માટે પલાળી શકો છો, પરંતુ ઘણી એવી બધી શાકભાજી હોય જેને ધોવા અને સાફ કરવામાં ઘણો સમય લાગે છે, જેમ કે કોબી, બ્રોકોલી, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે, તેમાં તમારે 2-3 ચમચી મીઠું મિક્સ કરવું જોઈએ.
તેને લગભગ 20-30 મિનિટ સુધી પલાળીને રાખો કારણ કે શાકભાજીની અંદર મીઠું પણ શોષાઈ જવું જોઈએ અને તે જ સમયે તેની અંદરના જંતુઓ પણ મરી જવા જોઈએ. જો તમે શાકભાજી વહેલા કાઢી લો તો આ નુસ્ખાની અસર જોવા નહિ મળે.
મીઠાવાળું પાણી હૂંફાળું હોવું જોઈએ કારણ કે જો તે ગરમ ન હોય તો મીઠું ઝડપથી ઓગળતું નથી અને શાકભાજીની અંદર રહેલા જંતુઓ અને જંતુનાશકો સારી રીતે સાફ થતા નથી. આ નુશખો બેક્ટેરિયાને ખતમ કરવા માટે ખુબ જ ઉપયોગી થઇ શકે છે.
વરસાદની ઋતુમાં જયારે શાકભાજીની સાથે વધારે માટી હોય છે, તો આ રીતે પણ તમારું કામ ઝડપથી થઈ જાય છે. તો તમને આ માહિતી કેવી લાગી? જો તમને માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.