rasoda ni tiles saf karva
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતીય મહિલાઓનો મોટાભાગનો સમય રસોડામાં રસોઈ બનાવવામાંજ જાય છે, આ સિવાય ગૃહિણીનો રસોડા પ્રત્યે વિશેષ લગાવ હોય છે. જો રસોડામાં સમયાંતરે સાફ સફાઈ કરવામાં ના આવે તો ઘણી વખત કામ કરવાનું મન થતું નથી. ઘણી વખત રસોઈ બનાવતી વખતે ટાઇલ્સ પર તેલના ડાઘ પડી જાય છે અને ડાઘને તરત જ સાફ કરવામાં ના આવે તો ટાઇલ્સ પર ચીકણી થઇ જાય છે.

જો તમારા રસોડાની ટાઇલ્સ પર પણ ચીકણા ડાઘ પડી ગયા છે તો તો તેને દૂર કરવા માંગો છો તો આ આર્ટીકલમાં અમે તમને બેસ્ટ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે ટાઈલ્સ પરના ઓઈલના ડાઘની સરળતાથી સાફ કરી શકો છો. આવો જાણીએ કઈ છે સરળ ટિપ્સ.

પહેલું કામ આ કરો : રસોડાની ટાઇલ્સમાંથી તેલના ડાઘ સાફ કરતા પહેલા તમારે, સફાઈ કરવાની છે તે જગ્યા પર પડેલી બધી વસ્તુઓને સફાઈની જગ્યાએથી બીજી જગ્યાએ રાખો. જો વાસણો સ્લેબ પર હોય તો તેને પણ કોઈ જગ્યાએ રાખો. કારણ કે સફાઈ કરતી વખતે સ્પ્રેનો છંટકાવ કરવાથી વસ્તુ ખરાબ થઇ શકે છે.

બેકિંગ સોડાથી ટાઇલ્સ સાફ કરો : તમે બેકિંગ સોડાથી રસોડાની ટાઇલ્સને સરળતાથી ચમકાવી શકો છો. તેના ઉપયોગથી ટાઇલ્સ પરના તેલના ડાઘા સરળતાથી દૂર કરી શકાય છે. તેલના ડાઘ સિવાય ટાઈલ્સ પરના શાકભાજી, મસાલાના ડાઘને પણ સાફ કરી શકાય છે.

સામગ્રી : ખાવાનો સોડા 1/2 કપ, ગરમ પાણી 1 લિટર, 1 સ્પ્રે બોટલ, સ્ક્રબ 1, સ્વચ્છ ટુવાલ 1, લીંબુનો રસ 2 ચમચી (વૈકલ્પિક).

સ્પ્રે બનાવવાની રીત : આ માટે પહેલા પાણીને ગરમ કરો. પાણી ગરમ થાય એટલે તેમાં ખાવાનો સોડા ઉમેરો અને મિક્ષ કરી લો. હવે બેકિંગ સોડા મિક્સ કર્યા પછી આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તમે ઈચ્છો તો આ પાણીમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

ઉપયોગ કરવાની રીત : હવે જે જગ્યાએ ડાઘ પડ્યા છે તે જગ્યાઓ પર સારી રીતે સ્પ્રે કરીને 15 મિનિટ સુધી રહેવા દો. 15 મિનિટ પછી સ્ક્રબથી સાફ કરો. સફાઈ કર્યા પછી પાણીથી ટાઇલ્સ ધોઈ લો. પાણીથી ધોયા પછી સ્વચ્છ ટુવાલ અથવા કપડાથીથી ટાઇલ્સ સાફ કરો. ટાઇલ્સ ચમકી ઉઠશે.

ઉપયોગ કરવાની બીજી રીત : બૅકિંડ સોદાના પાણીને સ્પ્રે બોટલમાં ભર્યા વગર પણ તમે ઉપયોગ કરી શકો છો. આ માટે, બેકિંગ સોડાવાળા પાણીમાં સ્ક્રબ અથવા બ્રશને સારી રીતે પલાળીને અથવા ડુબોળીને ડાઘાવાળી જગ્યા પર ઘસો. લગભગ 5 મિનિટ ઘસ્યા પછી સ્વચ્છ કપડાથી સાફ કરો. આમ કરવાથી પણ રસોડાની ટાઈલ્સ ચમકી ઉઠશે.

ખાસ નોંધ : સફાઈ કરતી વખતે હાથના મોજા પહેરવા જોઈએ. બેકિંગ સોડાને બીજી વસ્તુઓ સાથે મિક્સ કરતા પહેલા તેના વિશે યોગ્ય રીતે વાંચવું જોઈએ કે કોઈ રિએક્શન તો નહીં કરે ને. આ મિશ્રણથી રસોડાની ટાઇલ્સ સિવાય બીજી કોઈપણ ટાઇલ્સ સસફ કરી શકો છો.

જો તમને આ આ ટાઇલ્સ સાફ કરવાની ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ મફતમાં કિચન ટિપ્સ મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા