સ્વીચ બોર્ડ કેવી રીતે સાફ કરવુંઃ ઘરની સાફ-સફાઈ દરેક ગૃહિણી કરે છે, પરંતુ ગફણી વસ્તુઓ આપણે દરરોજ સાફ નથી કરી શકતા, જેમ કે સ્વીચ બોર્ડની સફાઈ પર કોઈ ખાસ ધ્યાન આપતું નથી. જો સ્વીચ બોર્ડની સમયાંતરે સફાઈ ન કરવામાં આવે તો તે એટલું ગંદુ અને કાળું પડી જાય છે કે, તેના કારણે દિવાલ પણ ગંદી લાગે છે.
આવી સ્થિતિમાં જો તમારા રસોડા, બાથરૂમના સ્વીચ બોર્ડ ગંદા દેખાય છે અથવા ડાઘા પડી ગયા હોય તો આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે કાળા પડી ગયેલા સ્વીચ બોર્ડને સરળતાથી સાફ કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે.
સૌથી પહેલા કરો આ કામ : કાળા પડી ગયેલા સ્વીચ બોર્ડને સાફ કરવું સરળ છે, પરંતુ સફાઈ કરતી વખતે કેટલીક મહત્વની બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઉદાહરણ તરીકે, સ્વીચ બોર્ડ સાફ કરતા પહેલા પાવર બંધ કરો. પાવર બંધ કર્યા પછી ઘરના બીજા સભ્યોને પણ જાણ કરો, કારણ કે જો કોઈને પણ સફાઈ દરમિયાન પ્વાસ ચાલુ કરી દે છે તો મુશ્કેલી વધી શકે છે.
ટૂથપેસ્ટનો ઉપયોગ કરો: ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને માત્ર દાંત જ નહીં પરંતુ સ્વીચ બોર્ડની સફાઈ પણ થઈ શકે છે. જો રસોડાના સ્વીચ બોર્ડ પર શાકભાજી, મસાલા અને તેલનાના ડાઘ પડી ગયા હોય તો તમે ટૂથપેસ્ટથી બોર્ડને સંપૂર્ણપણે સાફ કરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.
સૌથી પહેલા એક બાઉલમાં 3-4 ચમચી ટૂથપેસ્ટ કાઢો. હવે તેમાં 2 ચમચી ખાવાનો સોડા ઉમેરીને સારી રીતે મિક્ષ કરો. આ પછી તેમાં પાણીના થોડા ટીપા ઉમેરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને સ્વીચ બોર્ડ પર લગાવીને લગભગ 10 મિનિટ સુધી લગાવેલું રહેવા દો.
10 મિનિટ પછી ટૂથબ્રશ અથવા ક્લિનિંગ બ્રશથી સારી રીતે ઘસી લો અને કપડાથી સાફ કરો.
સફાઈ કર્યા પછી તમે જોશો કે સ્વીચ બોર્ડ એકદમ નવું થઇ જશે. તમને જણાવી દઈએ કે બેકિંગ સોડા અને ટૂથપેસ્ટનું મિશ્રણ ડાઘના ક્રિસ્ટલ્સને સક્રિય થવાની સાથે નરમ બનાવે છે, જેના કારણે સ્વીચ બોર્ડ સરળતાથી સાફ થઈ જાય છે.
તમે પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો : તમે કાળા પડી ગયેલા સ્વીચ બોર્ડને સાફ કરવા માટે ટૂથપેસ્ટ સિવાય અન્ય ઘણી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, વિનેગર, લીંબુનો રસ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવી ઘણી વસ્તુઓથી પણ સફાઈ કરી શકાય છે .
આ બાબતોનું ધ્યાન રાખો: સ્વીચ બોર્ડ સાફ કર્યા પછી 1 કલાક સુધી પાવર ચાલુ ના કરો. બોર્ડની સફાઈ કર્યા પછી ચોખ્ખા કપડાથી બોર્ડને 3 થી 4 વખત જરૂર સાફ કરો. સફાઈ કરતી વખતે પગમાં ચપ્પલ અને હાથમાં મોજા પહેરવાની ખાતરી કરો.
હવે જયારે પણ તમે ઘરે સ્વીચ બોર્ડની સફાઈ કરવા માંગતા હોય તો આ રીતે ટૂથપેસ્ટની મદદથી સરળતાથી સાફ કરી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.