ટોયલેટ દરરોજ સાફ ના કરવામાં આવે તો તે ખુબ જ ગંદુ થઇ જાય છે. જેના કારણે આખું બાથરૂમ પણ ગંદુ લાગે છે અને તેના કારણે ઘણા પ્રકારની બીમારીઓ થવાનો પણ ડર રહે છે. કેટલીકવાર બજારમાંથી લાવેલા મોંઘા ક્લીનર પણ ટોઇલેટને ડીપ ક્લીન નથી કરી શકતા.
જો તમે પણ ચિંતિત છો કે ઓછી મિનિટોમાં ટોયલેટ સાફ કેવી રીતે કરવું, તો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. ટોયલેટ સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આને બંને વસ્તુઓને સફાઈ એજન્ટો તરીકે પણ ઓળખવામાં પણ આવે છે.
કારણ કે તેમાં એસિડ હોય છે, જે ગંદામાંથી ગંદા ટોઇલેટનો પણ એકદમ ચમકદાર બનાવી શકે છે. જો તમને પણ ચમકદાર શૌચાલય જોઈએ છે તો તમે પણ ટોઇલેટનો સાફ કેવી રીતે કરવું તે માટે આ લેખ અંત સુધી વાંચો.
શૌચાલયને ફ્લશ કરો : જો તમે દરરોજ શૌચાલય સાફ નથી કરતા તો પોટ પર ગંદકી જામી ગઈ હશે. જેને સાફ કરવા માટે મહેનત લાગી શકે છે. તેને સાફ કરવા માટે પહેલા તેને ફ્લશ કરો. ફ્લશ કરવાથી શૌચાલય જલ્દીથી સાફ થઇ જશે. તેમજ ટોયલેટ પર રહેલી ગંદકી અને ધૂળ દૂર થઇ જશે. ફક્ત એક કે બે વાર ફ્લશ કરો.
સફેદ વિનેગરનો ઉપયોગ કરો : સફેદ સરકો કુદરતી રીતે એસિડિક હોય છે, તેના જ કારણે તે સફાઈ માટે એકદમ શ્રેષ્ઠ વસ્તુ છે. શૌચાલય સાફ કરવા માટે તમારે 240 મિલી વિનેગરની જરૂર પડશે, તો આખા ટોયલેટ પોટમાં 240 મિલી વિનેગર રેડો. ટોયલેટનું ઢાંકણું લગભગ 1 કલાક બંધ કરી દો. આનાથી ટોઇલેટ પોટ પર રહેલા જિદ્દી ડાઘ અને પાણીના ડાઘ સરળતાથી દૂર થઈ જશે.
ખાવાનો સોડા છંટકાવ કરો : જે રીતે વિનેગરમાં એસિડ હોય છે, તેમ બેકિંગ સોડામાં પણ આવા
એસિડિક ઘણા ગુણ હોય છે, જે સફાઈ માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. શૌચાલયની ડીપ ક્લિનીંગ માટે માત્ર ખાવાનો સોડા જ ઉપયોગી થશે.
હવે એક નાના બાઉલમાં ખાવાનો સોડા નાખો. હવે ખાવાના સોડાને ટોઇલેટ પોટમાં છાંટી દો. આખા પોટને બેકિંગ સોડાથી સારી રીતે કવર કરો. વિનેગરમાં હાજર એસિડ કાર્બન ડાયોક્સાઇડ ગેસને બહાર કાઢવા માટે બેકિંગ સોડા સાથે ભળી જાય છે, જે ગંદકી અને ડાઘને દૂર કરે છે.
સ્ક્રબ કરો (ઘસવું) : હવે તમે ટોયલેટમાં વિનેગર અને બેકિંગ સોડા નાખ્યા જ છે. તો આગળનું સ્ટેપ છે, પોટ સ્ક્રબિંગ. સ્ક્રબ કરવા માટે તમે કોઈપણ બ્રશનો ઉપયોગ કરો. લગભગ 5-7 મિનિટ માટે પોટને સારી રીતે ઘસો. વધારે હાર્ડ સરબિંગ ના કરો, નહીંતર પોટ પર સ્ક્રેચ પડી શકે છે.
ફરીથી ફ્લશ કરો : હવે જ્યારે ટોયલેટ પોટને સારી રીતે સ્ક્રબ થઇ ગયું છે, પછી તેને ફ્લશ કરો. ટોયલેટ ફ્લશ કરવાથી ખાવાનો સોડા અને વિનેગર સાફ થઈ જશે. ફ્લશ કર્યા પછી પણ સ્પોન્જથી પોટને એકવાર ઘસો. આમ કરવાથી ટોઇલેટ પોટમાં રહેલા કોઈપણ અવશેષો દૂર થઇ જશે.
જંતુમુક્ત કરો : ફક્ત શૌચાલય સાફ કરવાથી કામ પૂરું થતું નથી, પરંતુ તેને જંતુમુક્ત કરવું પણ એટલું જ જરૂરી છે. આ માટે તમારે સ્વચ્છ કપડાની જરૂર પડશે. કપડાને વિનેગરમાં અને પછી ગરમ પાણીમાં પલાળી, પછી આખા ટોયલેટ પોટને સારી રીતે સાફ કરો.
આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો : દર બીજા દિવસે શૌચાલય સાફ કરો. અઠવાડિયામાં એકવાર આ રીતે ડીપ ક્લિનિંગ જરૂર કરો. આનાથી તમારું ટોયલેટ હંમેશા માટે ચમકતું રહેશે, કારણ કે વધારે દિવસો પછી કરવાથી વધારે મહેનત કરવી પડે છે.
શૌચાલયને સાફ કર્યા પછી જંતુમુક્ત કરવાનું ભૂલશો નહીં. કારણ કે ગંદા ટોયલેટથી ઘરમાં બીમારીઓ ફેલાઈ શકે છે. અમને આશા છે કે તમને અમારો આ લેખ જરૂર પસંદ આવ્યો હશે. જો તમને આવી જાણકારી વાંચવી ગમે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.