how to clean top load washing machine at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વોશિંગ મશીન અંદરથી અને બહારથી બંને તરફ સ્વચ્છ હોવું જોઈએ. થોડી બેદરકારી તમારા ટોપ લોડ વોશિંગ મશીનને નુકસાન થવાથી બચાવી શકે છે. ઘણી વખત આપણે સમયસર વસ્તુઓનું ધ્યાન રાખતા નથી અને અચાનક બગડી જાય છે.

ઘણી વખત સફાઈ ન કરવાને કારણે તેમાં દુર્ગંધ, કીટાણુ, બેક્ટેરિયા જમા થાય છે. વોશિંગ મશીન સાફ કરવાની ઘણી રીતો છે, પરંતુ આજે અમે તમને એક ખૂબ જ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. આ રીતે તમે કોઈપણ ખર્ચ વિના તેને આસાનીથી સાફ કરી શકો છો.

મશીન કેવી રીતે સાફ કરવું

સૌ પ્રથમ મશીન ચાલુ કરો અને તેને ગરમ પાણીથી ભરો. હવે વોશર ચલાવો અને સફેદ વિનેગર માપીને વોશરમાં નાખો. તમારે લગભગ 1 કપ વિનેગર ઉમેરવું પડશે. વધુ સારી સફાઈ માટે ગરમ પાણીમાં એક કપ ખાવાનો સોડા પણ ઉમેરી શકાય છે.

5 મિનિટ ચાલુ રાખીને પછી મશીન બંધ કરો. હવે વૉશિંગ મશીનને લગભગ એક કલાક માટે બંધ જ રાખો, જેથી વિનેગર અને ખાવાનો સોડા તમારા વૉશિંગ મશીનમાંથી ગંધ, જંતુઓ, બેક્ટેરિયાને દૂર કરી શકે. આ સાથે મશીનની અંદર જામેલી ગંદકી પણ સાફ થઈ જશે.

હવે મશીનને અંદરથી તો સાફ કરી લીધું છે પરંતુ બહાર પણ સાફ કરવું એટલું જ જરૂરી છે. આ માટે ઘણા લોકો બજારમાંથી ઘણા ક્લીનર મળી જશે. ક્લીનરનો ઉપયોગ કરીને બહારથી સાફ કરો. સૌ પ્રથમ વૉશિંગ મશીનના ગંદા ભાગો પર ક્લીનર સ્પ્રે કરો.

હવે એક સ્વચ્છ કપડું લઈને ગંદકીવાળા ભાગ પર ઘસીને સાફ કરી લો. આ રીતે થોડી જ મિનિટોમાં તમારું વોશિંગ મશીન હંમેશાની જેમ એકદમ નવું થઈ જશે. હવે અંદરથી અને બહારથી સફાઈ પુરી થઇ ગઈ છે.

હવે છેલ્લે વોશિંગ મશીનમાં ભરેલું પાણીને કાઢી લો. તમારા વોશિંગ મશીનને હંમેશા સાફ રાખવા માટે તમારે દર ત્રણ મહિને મશીનને આ રીતે સાફ કરવું જોઈએ. તમારું ટોપ લોડ વોશિંગ મશીન પણ અત્યારે જ નવું લાવ્યા હોય તેમ ચમકતું રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા