આજકાલ ડિજિટલ ટેક્નોલોજીનો યુગ છે અને આપણે સંપૂર્ણપણે ગેજેટ્સથી બંધાઈ ગયા છીએ કારણ કે ડિજિટલ ટેક્નોલોજી ઘણી બધી સગવડ આપી રહી છે. હવે અપને કોઈપણ ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ છીએ. ઉપરાંત ટેક્નોલોજી એટલી સ્માર્ટ છે કે તમે વસ્તુનો ઘણી બધી જગ્યાએ કરી શકો છો.
હવે ટીવી દૂર થઇ રહયા છેને સ્માર્ટ ટીવી આવવા લાગ્યા છે. બીજી તરફ સામાન્ય મોબાઈલ ફોનને બદલે સ્માર્ટ ફોન આવી ગયા છે જેને ટીવી સાથે ચપટીમાં કનેક્ટ કરી શકાય છે.
ઘણી વાર જ્યારે તમે મોબાઈલમાં ફિલ્મ કે કોઈ પરગ્રામ જોતા હોય ત્યારે ઘણી વાર વિચાર આવ્યો હશે કે જો તેને ટીવીમાં જોવામાં આવે તો કેટલી મજા આવે? તો હવે તમારે વિચારવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને મોબાઈલ ફોનને સ્માર્ટ ટીવી સાથે કેવી રીતે કનેક્ટ કરવો તે જોઈશું. તો ચાલો જાણીએ….
કેવી રીતે કનેક્ટ કરવું? (how to connect mobile with tv)
આજકાલ ટીવી પેહલા જેવું ઉપકરણ નથી કારણ કે હવે ટીવીને ઘણી વસ્તુઓ સાથે કનેક્ટ કરી શકાય છે. સ્માર્ટ ટીવીને કનેક્ટ કરવાની ઘણી રીતો છે જેમ કે તમે પેન ડ્રાઇવ, ડેટા કેબલ, વાઇ-ફાઇથી કનેક્ટ કરી શકો છો.
પરંતુ તે તેના પર આધાર રાખે છે કે તમારું ટીવી કેવી છે. કારણ કે આજકાલ માર્કેટમાં 2 પ્રકારના LED હોય છે. 1. સ્માર્ટ ટીવી અને 2. નોન-સ્માર્ટ ટીવી. (1) સ્માર્ટ ટીવી એ એન્ડ્રોઇડ છે જેમાં ઘણી બધી એપ્સ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે. આ જ કારણ છે કે આ ટીવી મોબાઈલ સાથે સેકંડોમાં કનેક્ટ થઈ જાય છે.
અને (2) નોન-સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ નથી હોતું તેથી તેને કોઈપણ મોબાઇલ સાથે કનેક્ટ કરવા માટે USB કેબલની જરૂર પડે છે.
ટીવીને મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરવાની રીત
કોઈપણ સ્માર્ટ ટીવીમાં Wi-Fi કનેક્ટ કરવાનો વિકલ્પ ચોક્કસપણે છે, જેથી તમે કોઈપણ વાયર વગર મોબાઈલને ટીવી સાથે કનેક્ટ કરી શકો છો, આ માટે સૌથી પહેલા તમારું ટીવી ઓન કરો પછી રિમોટનું EXIT બટનને દબાવો.
પછી તમને એક ટીપનો વિકલ્પ આવશે, તેના પર ઓકે કરો. આ પછી તમારા ટીવીની એન્ડ્રોઇડ સિસ્ટમ ખુલી જશે. હવે સેટિંગ્સમાં જઈને વાયરલેસ ડિસ્પ્લેનો વિકલ્પ હશે તેને સિલેક્ટ કરો. પછી હવે તમારે મોબાઈલના સેટિંગ કરવું પડશે.
આ માટે તમારે ફોનના સેટિંગમાં જઈને વાયરલેસ ડિસ્પ્લેનો વિકલ્પ સિલેક્ટ કરવાનો છે. થોડા સમય પછી તમારો મોબાઈલ સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ થઈ જશે. હવે તમે મોબાઈલમાં જે પણ જોશો તે બધું જ તમારી સ્માર્ટ ટીવી પર પણ જોવા મળશે.
મોબાઇલ ફોનને નોન-સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરવાની રીત
સૌથી પહેલા તમારે મોબાઈલના સેટિંગમાં જઈને USB Debugging ને Enable કરવાનું છે. આ પછી તમારે USB વાયરને ટીવી અને મોબાઇલ સાથે કનેક્ટ કરવાનું છે, એટલે કે એકબીજા સાથે કનેક્ટ કરવાનું છે.
હવે ટીવીનું એક્ઝિટ બટન દબાવો અને મેનુમાં જાઓ. હવે તેમાં USB કેબલનો વિકલ્પ પસંદ કરો. હવે તમારો મોબાઈલ નોન-સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ થઈ જશે. આ સિવાય તમે Anycast, Bluetooth, HDMI કેબલથી પણ મોબાઈલને ટીવી સાથે કનેક્ટ કરી શકો છો.
જો તમને માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને ઘરે બેઠા જીવનમાં ઉપયોગમાં આવે તેવી માહિતી મળતી રહેશે.