વિશ્વભરમાં ભારત ‘ડાયાબિટીઝ કેપિટલ’ તરીકે ઓળખાય છે. આંકડા મુજબ ભારતમાં 50 મિલિયનથી વધુ એટલે 5 કરોડ લોકો ડાયાબિટીઝથી પીડિત છે. આ દેશ માટે એક મોટો પડકાર છે. ડાયાબિટીઝ એ ગંભીર રોગ તરીકે ઓળખાય છે, જે શરીરને અંદરથી ખોખલું બનાવે છે.
ડાયાબિટીઝની સારવાર માટેની પદ્ધતિઓ અને દવાઓ દરેક ચિકિત્સામાં ઉપલબ્ધ છે, પરંતુ આજે આપણે કોઈ પણ દવા વગર આ રોગને કાબૂમાં રાખવાની રીત વિશે જાણીશું. નિષ્ણાતોના મતે ડાયાબિટીઝના સંચાલનમાં યોગનો સતત અભ્યાસ કરવો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
યોગ રક્ત પરિભ્રમણને સુધારવામાં તેમજ ડાયાબિટીઝના અન્ય પરિબળને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો આપણે જાણીયે ત્રણ યોગ આસનો વિશે, જેનો નિયમિત અભ્યાસ કરવાથી તમને ડાયાબિટીઝથી સુરક્ષિત રાખવામાં અને તેના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીઝ અને યોગ : યોગ નિષ્ણાતોના મતે, એવા ઘણા આસનો છે જે રોજિંદા જીવનમાં યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં ફાયદો થાય છે. ટાઇપ -2 ડાયાબિટીઝના કિસ્સામાં પણ યોગ દ્વારા ઘણા ફાયદા મેળવી શકાય છે. યોગ કરવાથી શરીરને આરામ મળે છે. યોગની દૈનિક પ્રેક્ટિસ કરીને તમે તેના ફાયદા જાતે જોઈ શકો છો.
ધનુરાસન (ધનુષની મુદ્રા) : આ આસન કરવા માટે સૌથી પહેલા તમારા પેટ પર સુઈ જાઓ. હવે પગને વાળો અને પગની ઘૂંટીને હિપ નજીક લાવવાનો પ્રયત્ન કરો. પગની ઘૂંટીને તમારા હાથથી મજબૂત રીતે પકડો. શ્વાસ અંદર લો અને તમારી છાતીને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. સીધા જુઓ અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ સ્થિતિમાં 15 થી 20 સેકંડ રહો અને પછી શ્વાસ બહાર કાઢો. આ રીતે આ યોગનો અભ્યાસ કરો.
ચક્રાસન (વ્હીલ પોઝ) : આ આસન કરવા માટે સૌથી પહેલા તમારી પીઠ પર સુઈ જાઓ. હવે તમારા ઘૂંટણને વાળીને પગ જમીન પર રાખો. તમારા હથેળીઓને ખભા હેઠળ લાવો અને તેને જમીન પર મજબૂતી થી દબાવો. તમારા પગને પણ જમીન સાથે મજબૂતીથી દબાવો, શ્વાસમાં લો અને તમારા હિપ્સને ઉપર તરફ ઉઠાવો.
તમારા શરીરને અર્ધવર્તુળ આકારમાં લાવો. તમારા હાથ અને પગને શક્ય તેટલા સીધા રાખો જેથી તમારા હિપ્સ અને છાતી પણ ઉપર ની તરફ ઉઠેલી રહે. 15-20 સેકંડ માટે આ આસન કરો અને પછી તમારી નોર્મલ સ્થિતિમાં પાછા આવો.
મત્સ્યાસન (માછલી ની મુદ્રા ) : આ આસન કરવા માટે સૌથી પહેલા પીઠ પર સૂઈ જાઓ અને હાથને શરીરની બાજુમાં રાખો. હવે તમારા પગને એકબીજા સાથે વાળો. શ્વાસ લેતી વખતે તમારા માથા અને છાતીને ઉપર ની તરફ ઉઠાવો.
હવે છાતીને ઢીલી રાખીને, તમારા માથાને એવી રીતે નીચે કરો કે તમારા માથાના ઉપરનો ભાગ જમીનને સ્પર્શે કરતો હોવો જોઈએ. તમારા હાથ અને પગ એકબીજા સાથે સમાંતર હોવા જોઈએ. 15-20 સેકંડ માટે આ સ્થિતિમાં રહો અને પછી તમારી નોર્મલ સ્થિતિ પર પાછા આવો.
નોંધ: આ લેખ ઇન્ટરનેટ અને બૂક્સ પર આધારિત છે. કોઈપણ યોગા કરતા પહેલા, તેની સાચી મુદ્રા જાણવા માટે ચોક્કસપણે કોઈ નિષ્ણાતની સલાહ લો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.