how to improve child's handwriting
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

બાળકને ભણવામાં રસ છે કે નહીં, તે એક વાત પર જાણી શકાય છે કે જો બાળક અભ્યાસમાં ધ્યાન આપતું હશે તો તે પણ ખૂબ મન લગાવીને લખશે. અક્ષર પણ અભ્યાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સાથે જ બાળકોના લખાણ ગંદા હોવાના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે.

જેમ કે જો બાળકનું લખાણ ખરાબ હોય તો શિક્ષક ગુસ્સે થશે અને પરીક્ષામાં સાચું લખેલું હોવા છતાં ઘણી વાર શિક્ષક વાંચી નથી શકતા, ખોટું આપી દે છે અને તેમને પરીક્ષામાં ઓછા માર્ક્સ મળે છે. જ્યારે બાળક નવું ભણવાનું શરુ કરે છે ત્યારે તે તેના માટે શીખવાનો શ્રેષ્ઠ સમય છે.

આ ઉંમરે, બાળક વસ્તુઓ સરળતાથી શીખી શકે છે અને તેના પર કરવામાં આવેલી મહેનત ખૂબ જ ઝડપથી ફળ આપે છે. શરૂઆતના દિવસોમાં, બાળકને નાના શબ્દો લખવા માટે કોશિશ કરો. માતા-પિતા ખૂબ નાની ઉંમરે બાળકોને અંગ્રેજી અક્ષરો, હિન્દી મૂળાક્ષરો અને ગણતરી શીખવવાનું શરૂ કરે છે.

બાળકના અક્ષરો સારા હોય તે બાબત પર પણ ધ્યાન આપો. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારા બાળકની હેન્ડરાઈટિંગ સુધારવા માટે આટલું કરવું જોઈએ.

પેન અને પેન્સિલને યોગ્ય રીતે પકડવાનું શીખવાડો : સૌથી પહેલા બાળકને પેન અથવા પેન્સિલ કેવી રીતે પકડવી તે પકડવાનું શીખવો. બાળકોના લખાણમાં સુધારો કરવા માટે તેમને હંમેશા અંગૂઠા અને તેની બાજુની આંગળી વચ્ચે પેન અથવા પેન્સિલ પકડવાનું શીખવો.

હવે લખતી વખતે તેના પર વધારે જોર નમા એવું જોઈએ તે પણ કહો. આ માટે તમે આવી પેન અથવા પેન્સિલ ખરીદી શકો છો, જે ખાસ કરીને નાના બાળકો માટે જ બનાવવામાં આવી છે, તેનાથી તેમને યોગ્ય પકડ આપશે.

હોમવર્ક કરવાનું દબાણ આપો : સ્કૂલના બાળકોને હોમવર્ક લખવા માટે 5 થી 6 શબ્દો આપવામાં આવે છે. જેને લખવામાં બાળકો શરૂઆતમાં ખૂબ ધ્યાન આપે છે, પરંતુ અડધું હોમવર્ક પૂરું થાય તે પહેલાં તે આ કામથી કંટાળી જાય છે અને ઝડપથી પૂરું કરવા માટે અક્ષર બગાડે છે.

તેની આ આદતને બદલવા અને તેના અક્ષર સુધારવા માટે, તેનું હોમવર્ક રમતમાં કરાવો, ઉદાહરણ તરીકે જો તે કોઈ શબ્દ લખવા માંગે છે તો તેને તે શબ્દ સાથે સંબંધિત ચિત્ર બતાવો અથવા તેને ગેમ રમીને લખવાનું કહો.

ચમક્વાળી પેન્સિલનો ઉપયોગ કરો : બાળકના અક્ષર સુધારવા માટે સાદી પેન્સિલને બદલે સ્કેચ પેન અથવા ગ્લિટર પેન આપો. બાળકોને આ પ્રકારની પેન વડે લખવાની મજા પણ આવશે અને એમને લખવાની પ્રેક્ટિસ કરવાથી કંટાળો પણ ઓછો લાગશે.

ધીમે ધીમે લખવાનું કહો : બાળકને ધીમે ધીમે શબ્દો અને અક્ષરો લખવાનું શીખવો. તમારા બાળક પર ઝડપથી હોમવર્ક પૂરું કરવાનું ક્યારેય દબાણ ના કરો. તમે એક વાત સમજી લો કે બાળક ઉતાવળમાં ક્યારેય સારા અક્ષરોમાં લખી શકશે નહીં.

એક જ શબ્દ વારંવાર ના લખાવો : બાળકના અક્ષરો સુધારવા માટે તેમને પ્રેક્ટિસ કરતી વખતે તેને દરરોજ જુદા જુદા શબ્દો લખવાનું કહો. એક જ શબ્દ વારંવાર લખવાથી બાળકને કંટાળો આવે છે અને તેનું લખાણ સુધારવાથી તેનું ધ્યાન ભટકાઈ જાય છે.

લાંબા સમય સુધી લખવાનું કહો નહીં : બાળકનું લખાણ સુધારવા માટે તેને લાંબા સમય સુધી વાંચવા કે પ્રેક્ટિસ કરવા માટે દબાણ ના કરવું જોઈએ. આ માટે વધુ સારું રહેશે કે તમે તેને થોડા સમય માટે દિવસમાં બે વાર લખવા માટે કહો.

કાચ અથવા માટી પર લખાવો : બાળકના અક્ષરો સુધારવા માટેનો ષ્ઠ માર્ગ એ છે કે તેને કાગળની પેન્સિલ સિવાયની કેટલીક બીજી વસ્તુઓ જેમ કે કાચ અથવા માટી પર લખવાનું કહેવું. બાળકને આ કરવામાં આનંદ આવશ એણે તે પોતે તેમાં રસ લેશે.

અક્ષરોની રચના પર ધ્યાન આપો : જ્યારે બાળક લખતું હોય ત્યારે તેના અક્ષરો પર ધ્યાન આપો, જો તમને લાગે કે બાળક શબ્દ બરાબર લખી નથી રહ્યું તો તમે તેને શબ્દ સારી રીતે લખતા શીખવો. શરૂઆતમાં તમે બાળકને મોટા અક્ષરો લખવાનું કહો.

તેમની સમસ્યાઓ નોંધો : જ્યારે પણ તમે બાળકને લખવાની પ્રેક્ટિસ કરાવો ત્યારે ધ્યાન આપો કે તે કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જો બાળકને આ બધી સમસ્યાઓ વારંવાર આવી રહી હોય તો તે સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરો. જેમ કે સરખા દેખાતા શબ્દો વિશે તે મૂંઝવણમાં રહે છે.

આ રીતે તમે પણ તમારા બાળકના અક્ષરોને સરળતાથી સુધારી શકો છો. જો તમને આ માહિતી ગમતી હોય અને આવી જ માહિતી વાંચવાની ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા