how to improve iron levels naturally
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે આખો સિવસ થાકેલા રહો છો? શું તમારા ચહેરા પર પીળાશ દેખાય છે? શું તમારી શુષ્ક ત્વચા તમારા ચહેરાની સુંદરતા બગાડી રહી છે? શું તમે માથાનો દુખાવો થવાને લીધે તમારી ઓફિસ મીટિંગ્સમાં હાજરી નથી આપી શકતા ?

તો આ બધા આયર્નની ઉણપના સંકેતો હોઈ શકે છે. હા, ભારતીય સ્ત્રીઓમાં આયર્નની ઉણપ સામાન્ય છે. એનિમિયા અને હિમોગ્લોબિનનું નીચું સ્તર, કેટલીક સામાન્ય સ્થિતિઓ છે જે મોટી જનસંખ્યાને તેમજ ઘણી સગર્ભા સ્ત્રીઓને અસર કરે છે.

જો તમે આયર્નની ઉણપ ધરાવતા હોવ અને એલોપેથી સિવાયના અન્ય વિકલ્પો શોધી રહ્યાં હોવ, તો આયુર્વેદ તમને મદદ કરી શકે છે. હા, તમે તે સાચું સાંભળ્યું છે! આયર્નની ઉણપ ધરાવતા લોકો માટે આયુર્વેદ વરદાનરૂપ છે. આ લેખમાં તમને આયર્નની ઉણપને દૂર કરવા માટે આયુર્વેદના ફાયદાઓ વિશે જણાવીશું.

તમને ખબર છે આયર્નની ઉણપ ત્યારે થાય છે જ્યારે શરીરમાં મહત્વપૂર્ણ ખનિજ આયર્નનો અભાવ હોય છે. આયર્નની ઉણપના કારણોમાં આયર્નનું ઓછું સેવન, આંતરડાના બળતરા રોગ (IBD), હેવી પિરિયડના કારણે લોહીની ઉણપ અથવા આંતરિક રક્તસ્રાવનો સમાવેશ થાય છે.

આયર્નની ઉણપના લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, થાક, પીળાશ, માથાનો દુખાવો, ચક્કર, શુષ્ક અને ક્ષતિગ્રસ્ત વાળ અને ત્વચા, જીભમાં સોજો, હાર્ટબર્ન અને બરડ નખનો સમાવેશ થાય છે. હિમોગ્લોબિન બનાવવા માટે શરીરને આયર્નની જરૂર છે, જે લાલ રક્ત કોશિકાઓમાં હાજર પ્રોટીન છે જે કોષોને સમગ્ર શરીરમાં ઓક્સિજન વહન કરવા સક્ષમ બનાવે છે.

જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય, તો પેશીઓ અને સ્નાયુઓને અસરકારક રીતે કાર્ય કરવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી અને તેને આપણે એનિમિયા તરીકે ઓળખીએ છીએ. આયુર્વેદમાં એનિમિયાને શું કહેવાય છે? એનિમિયા શરીરની અગ્નિને અસંતુલિત કરે છે. આયુર્વેદમાં એનિમિયાને પાંડુ કહે છે.

તે તમારા હિમોગ્લોબિન કાઉન્ટમાં પણ ઘટાડો કરી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો એનિમિયાનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી હાર્ટ અને ફેફસાં પર અસર કરી શકે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આયુર્વેદ તમારી સમસ્યાનો ઉપાય છે.

આમળા : આમળા એક સુપર ફૂડ છે કારણ કે તે વિટામિન-સી, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાને કારણે આમળા એનિમિયાને દૂર કરવામાં ખુબ જ મદદ કરી શકે છે. તે અથાણું, કેન્ડી અથવા મુરબ્બો સહિત વિવિધ સ્વરૂપોમાં ખાઈ શકાય છે.

આમળાને બાફેને અથવા કાચા પણ ખાઈ શકાય છે. દરરોજ ખાવામાં આવતું એક આમળું લોહી અને શરીર માટે અદ્ભુત કામ કરી શકે છે. આ માટે તમારા આહારમાં 15 મિલી આમળા શોટનો સમાવેશ કરો.

પલાળેલી કાળી કિસમિસ : મોટાભાગના ડ્રાયફ્રુટ આયર્નના સારા સ્ત્રોત છે અને કિસમિસ ખાસ કરીને આયર્ન અને વિટામિન્સથી ભરપૂર હોય છે જે રક્ત કોશિકાઓના નિર્માણ માટે અભિન્ન છે. આઠથી દસ કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે ખાવાથી લોહીના સ્વાસ્થ્યમાં ઘણો ફાયદો થાય છે.

સૂંઠ (સૂકું આદુ) : સુકા આદુનો ઉપયોગ એનિમિયા સામે લડવા માટે પરંપરાગત ઉપાય તરીકે થતો આવ્યો છે. તેમાં વિટામિન-સી અને આયર્નનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે. પરિણામે, તે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

વધુમાં, તે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો, ઇન્ફેક્શન સામે લડવા અને તણાવ ઘટાડવા જેવા સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે. તમે તેને તમારા આહારમાં કોઈપણ સ્વરૂપમાં સામેલ કરી શકો છો.

તેમ છતાં જો તમારું આયર્નનું સ્તર પુનઃસ્થાપિત ન થાય તો તમે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ જરૂર લો. આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ જણાવો. ઉપરાંત, જો તમને આવા લેખો વાંચવા વધુ ગમે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા