આમળા એક એવું ફળ છે જેને પ્રાચીન કાળથી ઔષધીય ગુણો માનવામાં આવે છે. આમળાને કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જેવા ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તે ખાસ કરીને શિયાળાની ઋતુમાં સ્વસ્થ રાખવામાં પણ આપણને ઘણી મદદ કરે છે. ઘણા લોકો આમળાને કાચા પણ ખાતા હોય છે અને કેટલાક લોકો તેમાંથી બનાવેલ પાવડર પણ ખાતા હોય છે.
આવી સ્થિતિમાં જો તમે પણ આમળાનો પાવડર ખરીદવા માટે વારંવાર બજારમાં જાવ છો તો આ લેખ ખાસ તમારા માટે છે. કારણ કે આ લેખમાં અમે તમને આમળા પાવડર ઘરે બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ, તો રાહ શેની જુઓ છો ચાલો જાણીએ.
આમળા પાવડર બનાવવાની પહેલી રીત : જો તમે આમળાનો પાઉડર બજાર કરતાં પણ વધારે શુદ્ધ ઘરે બનાવવા માંગો છો તો તમે તેને એક નહીં પરંતુ બે સરળ રીત થી બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા બજારમાંથી લગભગ 500 ગ્રામ જેટલા આમળા ખરીદીને લાવો.
આ પછી બધા આમળાને એક થી બે વાર ચોખ્ખા પાણીમાં સાફ કરો અને તેને એક વાસણમાં બહાર કાઢી લો. હવે એક ઊંડા વાસણમાં આમળાને બે લીટર પાણીમાં નાખીને સારી રીતે બાફી લો. પાણી ઠંડું થઈ જાય પછી આમળાની અંદરથી બીજને કાઢીને કાપી લો. હવે એકથી બે દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકાયા પછી નાના-નાના ટુકડા કરીને આમળાને મિક્સરમાં નાખીને પીસી લો.
આમળા પાવડર બનાવવાની બીજી રીત : આ માટે સૌથી પહેલા આમળાને સાફ કરી લો. હવે માઇક્રોવેવને ચાલુ કરો અને એક વાસણમાં પાણી અને આમળા નાખીને સારી રીતે ઉકાળો. પાણી ઠંડું થઇ જાય એટલે આમળાને નાના-નાના ટુકડા કરી લો અને બીજને કાઢી લો.
હવે આમળાને બે દિવસ તડકામાં સૂકવી લો. જો તમે ઇચ્છો તો માઇક્રોવેવમાં સૂકવવા માટે મૂકી શકાય છે. બે દિવસ પછી આમળાને મિક્સરમાં નાખીને પીસીને પાવડર બનાવી લો.
આમળા પાવડર સ્ટોર કરવાની રીત : તમે તૈયાર કરેલા આમળા પાઉડરનો ઉપયોગ એક નહીં પરંતુ ઘણા દિવસો સુધી કરી શકો છો. આમળા પાઉડર સ્ટોર કરવા માટે તમારે કાચની બરણી અથવા એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું છે.
પાવડરનો ઉપયોગ કર્યા પછી હંમેશા ઢાંકણને ચુસ્તપણે બંધ કરવું જરૂરી છે. જો તમને આ રેસિપી પસંદ આવી હોય, તો આવી જ વધુ રેસિપી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.