રાત્રે સૂતા પહેલા આ ટોનરના 2 ટીપાં ચહેરા પર લગાવો, 40 વર્ષની ઉંમરે પણ 30 દેખાશો

આજના સમયમાં, બજારમાં ઘણા પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટ મળે છે અને આપણે બધા આ પ્રોડક્ટનો ઉપયોગ આપણી ત્વચાની સંભાળ રાખવા માટે કરીએ છીએ. આવા સ્કિન કેર પ્રોડક્ટ્સ તો ખૂબ જ મોંઘા હોય છે, ક્યારેક તેમાં કેમિકલ પણ હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.

આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કેટલીક કુદરતી વસ્તુઓની મદદ લેવી સારો ઉપાય છે. તમે ઘણા પ્રકારનાં ફળો અને શાકભાજીને તમારી ત્વચા સંભાળની દિનચર્યાનો એક ભાગ બનાવી શકો છો.

બીટ આમાંથી એક છે. તે એક શાકભાજી છે, જેમાં ફોલેટ (વિટામિન B9), મેંગેનીઝ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને વિટામિન સી વગેરે મળી આવે છે. આ ઉપરાંત, તેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ પણ છે જે ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

જો તમે ઈચ્છો તો તેની મદદથી ઘરે ટોનર બનાવીને તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને બીટરૂટની મદદથી સ્કિન ટોનર બનાવવાની આસાન રીત વિશે જણાવી રહ્યા છીએ.

બીટરૂટ અને એલોવેરા જેલ

સંવેદનશીલ અથવા શુષ્ક ત્વચા માટે આ ટોનરનો ઉપયોગ કરવો ખૂબ સારું માનવામાં આવે છે. બીટ સાથે એલોવેરા જેલ તમારી ત્વચાને સુખદાયક અસર આપે છે. જ્યારે, બદામનું તેલ તમારી ત્વચાને પોષણ આપે છે.

સામગ્રી

  • બીટનો રસ
  • અડધી ચમચી એલોવેરા જેલ
  • બદામ તેલના થોડા ટીપાં

સૌ પ્રથમ બીટને ધોઈ, છોલી અને ઝીણી સમારી લો. હવે બ્લેન્ડરમાં થોડું પાણી અને બીટ ઉમેરીં પીસી લો. હવે તૈયાર કરેલા રસને ગાળીને એક બાઉલમાં નાખો. હવે તેમાં એલોવેરા જેલ અને બદામના તેલના થોડા ટીપા ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને સ્પ્રે બોટલમાં ભરો. આ ટોનરને રાત્રે સૂતા પહેલા તમારી ત્વચા પર લગાવો. તમે તૈયાર કરેલ આ ટોનરને ફ્રીજમાં રાખી શકો છો.

બીટ અને ગુલાબજળ

આ એક ખૂબ જ તાજગી આપનારું ત્વચા ટોનર છે, જે તમારી ત્વચાને કડક બનાવવામાં પણ મદદ કરે છે. સામગ્રી : 3 ચમચી બીટનો રસ, બે ચમચી ગુલાબજળ અને ગ્લિસરીનના 5-6 ટીપાં.

આ ટોનર બનાવવા માટે સૌપ્રથમ બીટને પાણીમાં બ્લેન્ડ કરો અને તેનો રસ કાઢો. હવે તમે તેને સ્પ્રે બોટલમાં ભરી દો. હવે તેમાં ગુલાબજળ અને ગ્લિસરીન ઉમેરો અને મિક્સ કરો. તમારી ત્વચાને સાફ કર્યા પછી આ ટોનર લગાવો. તો હવે તમે પણ આ રીતે બીટનું ટોનર બનાવો અને તમારી ત્વચાની સારી રીતે કાળજી લો.

આ ટોનર વિશે તમારુ શું માનવું છે તે વિશે તમારો તમારો અભિપ્રાય નીચે બોક્સમાં જરૂર જણાવો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

1 thought on “રાત્રે સૂતા પહેલા આ ટોનરના 2 ટીપાં ચહેરા પર લગાવો, 40 વર્ષની ઉંમરે પણ 30 દેખાશો”

Comments are closed.