how to make digestive system strong
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે, જો પોતાના શરીરને સ્વસ્થ રાખવું હોય તો પાચનતંત્રને યોગ્ય રાખવું સૌથી જરૂરી છે. મૂળભૂત રીતે આપણા શરીરને ખોરાકમાંથી ઉર્જા મળે છે અને ખોરાકમાંથી જરૂરી પોષક તત્ત્વોના શોષણમાં પાચન તંત્ર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પાચન તંત્રમાં એક મહત્વપૂર્ણ અંગ મોટું આંતરડું છે. યોગ્ય પાચન માટે, મોટા આંતરડાનું સ્વસ્થ હોવું સૌથી મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે બહારથી સ્વચ્છતા જરૂરી છે તેવી જ રીતે શરીરને આંતરિક સ્વચ્છતા પણ જરૂરી છે. સારી પાચનશક્તિ જાળવવા માટે આંતરડાને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે.

આંતરડા સાફ કરવાનો અર્થ એ છે કે તેમાં રહેલા ઝેરી તત્વો અને પરોપજીવીઓને દૂર કરવું. કેટલાક અભ્યાસો પ્રમાણે આંતરડાને સ્વચ્છ રાખવાથી માત્ર પાચનમાં સુધારો થતો નથી, પરંતુ તે કબજિયાત અથવા અનિયમિત આંતરડાની હિલચાલ જેવી સમસ્યાઓને ઘટાડીને આંતરડાના કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.

તો ચાલો જાણીએ કે આંતરડાને કુદરતી રીતે સાફ કરવા માટે કયા ઉપાયો સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. મીઠું પાણી પીવાના ફાયદા: આરોગ્ય નિષ્ણાતોના મતે કબજિયાત અને પેટની સમસ્યાથી પીડાતા લોકોને આંતરડા સાફ કરવા પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આવા લોકો માટે પાણીમાં મીઠું ભેળવીને પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાણીમાં મીઠું ભેળવીને યોગના કેટલાક આસનો સાથે પીવાથી આંતરડા સરળતાથી સાફ થઈ શકે છે. નિષ્ણાતોના મતે સવારે જમતા પહેલા નવશેકા પાણીમાં એક ચમચી મીઠું ભેળવીને પીવો, તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વેજિટેબલ જ્યુસ ફાયદાકારક છે: વેજિટેબલ જ્યુસને મોટા આંતરડા ક્લિનર તરીકે માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટના અનુસાર શાકભાજીના જ્યુસમાં ફાયબર અને પોષક તત્વો હોય છે જે પાચનક્રિયાને ફાયદો કરે છે. આ સિવાય તેઓ શરીરને હાઇડ્રેટ કરવામાં પણ મદદરૂપ છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન સી આંતરડાને સાફ કરવામાં મદદ કરી શકે છે. જ્યુસ તરીકે પીવામાં આવતા ઘણા ફળોમાં અને શાકભાજીમાં વિટામિન સી જોવા મળે છે.

હર્બલ ટી ખૂબ જ ફાયદાકારક છે: સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર હર્બલ ટી આંતરડાને સાફ કરવામાં સૌથી વધુ મદદગાર સાબિત થઈ શકે છે. સાયલિયમ, એલોવેરા, માર્શમેલો રુટ વગેરેમાં રેચક તત્વો સારી માત્રામાં જોવા મળે છે, જે કબજિયાતમાં મદદ કરવા સાથે આંતરડાને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

પરંતુ જો તને તમે પહેલેથી જ કોઈ દવાઓ લઈ રહ્યા છો, તો આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરુરુ લો. ફાઈબરથી ભરપૂર ફળો અને શાકભાજીના જ્યુસનું સેવન સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય, તેઓએ આંતરડાની સફાઈ માટે ફાઈબરથી ભરપૂર ફળો અથવા શાકભાજીના જ્યુસનું વધુ સેવન કરવું જોઈએ.

સફરજન, કેળા, ગાજર, બ્રોકોલી જેવી વસ્તુઓનું સેવન અને મિશ્રિત શાકભાજીનો રસ પીવાથી આંતરડા સાફ રહે છે અને પાચનક્રિયા સુધરે છે. તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા