જો ઘરમાં મલાઈ હોય તો તેનાથી ઘણી વસ્તુઓ કરી શકાય છે. જો એક રીતે જોવામાં આવે તો ત્વચાથી લઈને ખાવા-પીવામાં બધી જગ્યાએ મલાઈનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમને વધારે મલાઈ બહાર નથી આવતી અને જો તેઓ ફુલ ક્રીમ દૂધ લાવે તો પણ માત્ર મલાઈની પાતળું પડ જ બહાર આવે છે.
તમે દૂધમાંથી જાડી મલાઈ કાઢવા માટે ઘણી બધી વસ્તુઓ અજમાવી ચુક્યા છો, પરંતુ આજે અમે તમને ખૂબ જ સરળ ત્રણ ઘરગથ્થુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને તમારા પ્રમાણે મલાઈ મળશે.
ટિપ્સ જાણતા પહેલા જાણી લો કે મલાઈ કેટલી નીકળશે તે દૂધ પર નિર્ભર કરે છે. ફુલ ક્રીમ, ભેંસનું દૂધ, ગાયનું દૂધ વધારે મલાઈ આપશે જ્યારે ટોન્ડ અથવા સ્કિમ્ડ દૂધમાં મલાઈ ઓછી મળશે. તેથી એ મહત્વનું છે કે જો તમારે વધારે મલાઈ જોઈએ છે, તો ફુલ ક્રીમ દૂધ અથવા ભેંસના દૂધનો ઉપયોગ કરો જેમાં ફૈટનું પ્રમાણ વધુ હોય.
1. દૂધ ઉકાળવાની ટિપ્સ : અહીંયા દૂધ ઉકાળવાની રીત થોડી અલગ થઇ જશે. જ્યારે દૂધ વધુ સારી રીતે ઉકાળવામાં આવે છે ત્યારે મલાઈ ઘટ્ટ બને છે. આવી સ્થિતિમાં જો દૂધને માત્ર ઉકાળીને ઢાંકીને રાખવામાં આવે તો મલાઈ ઘટ્ટ બનશે નહીં.
મોટાભાગના લોકો દૂધને ફ્રિજમાંથી બહાર કાઢીને તેને સીધું જ ઉકળવા મૂકે છે, જેનાથી સમસ્યા ઊભી થાય છે કારણ કે દૂધનું તાપમાન ખૂબ ઠંડું હોય છે અને જ્યારે તે ખૂબ જ ઊંચી જ્યોત પર મુકવાથી તે યોગ્ય રીતે રિએક્શન આપતું નથી.
એવામાં તમે તેને પહેલા મધ્યમ આંચ પર ઉકાળો અને જ્યારે તે ઉકળવાનું હોય, તો તેને ધીમી આંચ પર મૂકો જેથી કરીને તે 3-4 મિનિટ ઉકળી શકે. માત્ર આ થોડી મિનિટો દૂધમાં મલાઈ સેટ કરવા માટે પૂરતી હશે. આ પછી દૂધને સંપૂર્ણપણે ઢાંકીને ના રાખો, તેના બદલે તમે તેને થોડું ખુલ્લું છોડી દો.
તમે ચાળણીનો ઉપયોગ કરી શકો છો અથવા જો તમે પ્લેટથી ઢાંકી રહ્યા હોવ તો થોડી જગ્યા છોડી દો જેથી તે ઠંડું ન થાય ત્યાં સુધી હવા તેમાંથી પસાર થઈ શકે. હવે તેને રૂમ ટેમ્પરેચર પર આવતાં જ ફ્રીજમાં મૂકી દો. તમે જાતે જ જોશો કે દૂધમાં રાતોરાત જાડી મલાઈ જામી ગઈ છે.
2. દૂધમાં મલાઈ જમાવવા માટે ચમચીનો ઉપયોગ કરો : બની શકે છે કે તમે દૂધ ઉકાળતી વખતે તમે કંઈ પણ કરતા જ નહીં હોય, પરંતુ એક થી બે વખત ચમચીથી હલાવવું તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં દૂધ ઉકાળવાની પદ્ધતિ પહેલાની પદ્ધતિ કરતા થોડી અલગ છે અને તેનાથી પરિણામ પણ ઝડપી મળી શકે છે.
તમારે ફક્ત એટલું કરવાનું છે કે ઠંડા દૂધને ઓરડાના તાપમાને લાવીને જ ઉકાળવાનું છે. સૌથી પહેલા વાસણના તળિયે થોડું પાણી નાખો અને પછી તેના ઉપર દૂધ નાખો. હવે તેને મીડીયમ ગેસની ફ્લેમ પર ઉકાળવાનું છે અને જ્યારે તેમાં પરપોટા આવવા લાગે ત્યારે તેને ચમચીથી સહેજ બાજુમાં કરવાનુઁ છે.
જી હા, તમારે આ પ્રક્રિયા એક-બે વાર કરવાની છે અને જેટલી વાર તમે પરપોટા જુઓ છો તો તેને વાસણની બાજુમાં કરતા જાઓ જેથી દૂધ સારી રીતે ઉકળી શકે. હવે જ્યારે દૂધ બરાબર ઉકળી જાય ત્યારે તેને ઠંડુ થવા માટે રાખો.
જેટલું વધારે ઘટ્ટ દૂધ હશે તેટલી ઘટ્ટ મલાઈ જામી જશે અને આ ટ્રિક તમારા માટે કામ આવશે. તેને પણ તમે ચાળણીથી ઢાંકીને રાખો. આમ તમારી થોડી મહેનત લાગી શકે છે, પરંતુ મલાઈ એકદમ જાડી જામશે અને રાતોરાત જામી જશે. તમને થોડાકે જ કલાકોમાં ફરક જોવા મળી જશે.
3. દૂધને માટીના વાસણમાં સ્ટોર કરો : હવે ઉપર જણાવ્યા પ્રમાણે બે વાત સ્પષ્ટ થઈ ગઈ છે, એક તો, ઠંડું દૂધ જો ખૂબ જ ઉંચી આંચ પર રાખવામાં આવે તો મલાઈ બરાબર નથી જામતી અને બીજું, દૂધને થોડું પકાવવામાં આવે તો મલાઈ ઘટ્ટ જામશે.
પરંતુ જો તમારે દૂધમાં ઘટ્ટ મલાઈ જોઈતી હોય અને તેને સ્ટોર કરવા માટે તમારી પાસે માટીનો વાસણ હોય, તો તમારું કામ ઘણું સરળ થઈ જશે. માટીના વાસણમાં દૂધ પર રિયેક્શન ખુબ જ ઝડપથી થાય છે અને તેનાથી મલાઈ પણ ઘટ્ટ થાય છે. તમારે માત્ર હૂંફાળું અને ઉકાળેલું દૂધને એક માટીના વાસણમાં સ્ટોર કરવાનું છે.
આમાં પણ જ્યારે દૂધમાંથી વરાળ નીકળતી હોય ત્યારે તેને સંપૂર્ણપણે ઢાંકીને ના રાખો, પરંતુ થોડી જગ્યા છોડી દો. આ ત્રણેય ટિપ્સ તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે અને તમે તેમની મદદથી ખૂબ જ સરળતાથી જાડી મલાઈ જમાવી શકો છો.
શું તમને પહેલા આ જાણકારી વિશે ખબર હતી? જો તમને આ માહિતી સારી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે વાર્તા ગમી હોય તો રસોનીદુનિયા સાથે જોડાયેલા રહો.