માનવ શરીરનું દરેક અંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણું શરીર સારી રીતે કાર્ય કરે તે માટે શરીરમાં રહેલું દરેક અંગ તેમાં યોગદાન આપે તે ખાસ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ફેફસાં એ આપણી શ્વસનતંત્રનો ખૂબ જ વિશિષ્ટ અને મહત્વપૂર્ણ ભાગ છે. જો આપણા ફેફસાંને નુકસાન થાય છે તો આપણે રોગોનો ભોગ બની શકીએ છીએ.
કોરોના કાળમાં નાનાથી લઈને મોટી ઉંમરના લોકોએ જોયું કે કેટલાક ભયાનક વાયરસ વ્યક્તિના ફેફસાને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં આપણા ફેફસાંને ભયાનક રોગોથી બચાવવા જરૂરી બની જાય છે. તો ચાલો જાણીએ કે તમે તમારા ફેફસાંને કેવી રીતે સ્વસ્થ્ય અને મજબૂત રાખી શકો છો.
ધૂમ્રપાન કરશો નહીં: ધૂમ્રપાન કરવું એ આપણાં શરીરમાટે ખુબજ નુકશાનકારક છે. સમયે તેની અસર થઇ શકે છે. ફેફસાંને સ્વસ્થ રાખવા માટે સૌથી જરૂરી છે કે ધૂમ્રપાન ન કરવું. ધૂમ્રપાન કરતી વખતે, નિકોટિન, કાર્બન મોનોક્સાઇડ અને ટાર સહિતના આવા સેંકડો રસાયણો આપણા શરીરની અંદર જાય છે, જેના કારણે ફેફસાની પેશીઓ નબળી પડી જાય છે નુકશાન થાય છે.
ઉચ્ચ ફાઇબરવારો ખોરાક લેવો: ફેફસાને મજબૂત રાખવા માટે ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવા જોઈએ. જો તમે ઈચ્છો કે તમારા ફેફસા મજબૂત રહે તો તમે ફાઈબરથી ભરપૂર નાશપતી, ચિયા સીડ્સ, બ્રોકોલી જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો. આ વસ્તુઓ તમારા ફેફસાંને સ્વસ્થ રાખવામાં અને મજબૂત બનાવવામાં ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા: તમને જણાવી દઈએ કે ફેફસાંને સ્વસ્થ રાખવાનો બીજો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો. શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી આવે છે. તેમાં કેરોટીનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણા ફેફસાને મજબૂત બનાવે છે.
લાઇકોપીનથી ભરપૂર ખોરાક લેવો: તમને જણાવી દઈએ કે ફેફસાંને સ્વસ્થ રાખવા માટે તમારે એવો આહાર લેવો જોઈએ કે જેમાં લાઈકોપીન ભરપૂર હોય. લાઈકોપીન ભરપૂર વસ્તુઓની વાત કરીએ તો તેમાં તમે ગાજર, પપૈયું, શક્કરિયા, ટામેટા અને તરબૂચ જેવી વસ્તુઓ ખાઈ શકો છો. આ વસ્તુઓ તમારા ફેફસાંને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.