જો બાથરૂમમાં અરીસાના સ્ક્રૂમાં કાટ લાગી જાય તો તમને તે ગમશે નહીં. કારણ કે સ્ક્રૂ પર કાટ લાગેલો હોવાથી અરીસાની સુંદરતા બગાડે છે. આ સિવાય બારી, દરવાજા વગેરેમાં લગાવેલા સ્ક્રૂ પર કાટ લાગી જાય તો તેને ખોલવામાં પણ મુશ્કેલી પડે છે. ક્યારેક પાણી વધારે પડવાને કારણે સ્ક્રૂમાં વધારે કાટ લાગી જાય છે.
કેટલીકવાર તો ફર્નિચર અથવા વાહનના સ્ક્રૂને કાટ લાગે છે તો તે સ્ક્રૂ કાઢવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કેટલીકવાર સિંકમાં રહેલા સ્ક્રૂ કાટ લાગવાથી ખુલતા પણ નથી. આવી સ્થિતિમાં અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે કોઈપણ કાટ લાગેલા સ્ક્રૂને સરળતાથી ખોલી શકો છો.
કેરોસીનનો ઉપયોગ : જી હા, કોઈ પણ કાટવાળા સ્ક્રૂને થોડા જ સમય માં સ્ક્રૂને ખોલવા માટે કેરોસીન તેલ તમને મદદ કરી શકે છે. કદાચ તમે જાણતા જ હશો, ના જાણતા હોય તો અમે તમને જણાવીએ કે ઘણા લોકો નટ બોલ્ટમાંથી કાટ કાઢવા માટે કેરોસીનમાં નટ બોલ્ટ નાખીને છોડી દે છે.
આ સ્થિતિમાં તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. જો કોઈ સ્ક્રૂ ના ખૂલતો હોય તો તમે સ્ક્રૂ પર એકથી બે ચમચી કેરોસીન લગાવો અને થોડીવાર માટે છોડી દો. થોડા સમય પછી સ્ક્રુ ડ્રાઇવરની મદદથી તમે સરળતાથી ખોલી શકો છો.
સરસોનું તેલનો ઉપયોગ : જો અરીસામાં લાગેલા સ્ક્રૂ પર કાટ લાગ્યો હોય અને તેને બદલવાની જરૂર હોય પરંતુ તેને ખોલવું મુશ્કેલ થઇ રહ્યું છે તો સરસોના તેલનો ઉપયોગ કરીને તે સ્ક્રૂને સરળતાથી ખોલી શકાય છે. આ માટે સરસોના તેલમાં કપાસના રૂને પલાળી દો અને પછી તેને સ્ક્રૂ પર લગાવો.
જો તમે ઇચ્છો તો ચમચીથી પણ સ્ક્રૂ પર તેલ રેડી શકો છો. સરસોનું તેલ નાખ્યા પછી એક થી બે વાર સ્ક્રૂ ખોલવાનો પ્રયત્ન કરો અને વચ્ચે વચ્ચે તેલ નાખતા રહો. હવે તેને થોડી વાર રહેવા દો. થોડી વાર પછી તેલ સ્ક્રૂની અંદર સુધી પહોંચી જાય છે જેના કારણે સ્ક્રૂ સરળતાથી ખોલી શકાય છે.
ખાવાનો સોડા : લગભગ દરેક વ્યક્તિ જાણે છે કે ખાવાનો સોડા કોઈપણ વસ્તુમાંથી કાટને દૂર કરવા માટે એક સારો ઉપાય છે. આવી સ્થિતિમાં ફર્નિચરના કાટવાળા સ્ક્રૂમાંથી અને બીજા કોઈપણ સ્ક્રૂને ખોલવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક કપ પાણીમાં એકથી બે ચમચી ખાવાનો સોડા ઉમેરીને એક સોલ્યુશન તૈયાર કરો.
સોલ્યુશન તૈયાર કર્યા પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને સ્ક્રૂ પર સારી રીતે સ્પ્રે કરો. સ્પ્રે કર્યા પછી લગભગ 1 કલાક સુધી આમ જ છોડી દો. 1 કલાક પછી સ્ક્રુ ડ્રાઈવરથી ખોલવાનો પ્રયાસ કરો. બેકિંગ સોડા સિવાય તમે સ્ક્રૂને ખોલવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરી શકો છો.
આ બાબતોનું ધ્યાન રાખો : અરીસામાં રહેલા સ્ક્રૂને ખોલતી વખતે કાળજીપૂર્વક ખોલો કારણ કે સ્ક્રૂને ખોલતી વખતે અરીસો તૂટી શકે છે અને આ તમને નુકસાન પહોંચાડી શકે છે. સ્ક્રૂને ખોલતી વખતે મોજાનો ઉપયોગ કરવો.
હંમેશા સ્ક્રુડ્રાઈવરથી જ સ્ક્રુને કાઢવાનો પ્રયાસ કરો. ઘણા લોકો સિક્કો, ચમચી વગેરે વસ્તુઓથી સ્ક્રૂ ખોલવાનું શરૂ કરે છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.