how to recover money lend
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

‘મારા ઉધારીના પૈસા ક્યારે પાછા આવશે’ શું તમે પણ કોઈ પૈસા આપીને પસ્તાવો કરી રહયા છો? શું તમારો અંગત મિત્ર ઘણા મહિનાઓથી તમારા પૈસા ઉધાર લઈને ગયો છે પછી પાછા નથી આપી રહ્યો.

જ્યારે પણ તમે તમારા મિત્રને પૈસા માટે પૂછો ત્યારે તે બહાના બનાવવા લાગે છે. આવી સ્થિતિમાં પૈસા આપનાર વ્યક્તિને ઘણી માનસિક પીડાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે તમારા ફસાયેલા પૈસા પાછા મેળવવાની સૌથી સારી ટિપ્સ.

કેટલીકવાર લોકો તમારી પાસેથી પૈસા લીધા પછી, કામ પૂરું થયા પૈસાને ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, તમારે સમજી લેવું જોઈએ કે તે તમને પૈસા પાછા આપવા માંગતો નથી. આવી સ્થિતિમાં, તમારે નિરાશ થવાને બદલે મગજ દોડાવાની જરૂર છે.

ઉધાર લેનાર વ્યક્તિ ઓફિસમાંથી હોય તો તેની સાથે લંચ અને નાસ્તો કરવા જાઓ. નાસ્તો કરતા દરમિયાન, તક મળે એટલે તેને કહો કે મારે પૈસાની જરૂર છે, મેં તને પૈસા આપ્યા હતા તો ક્યારે દેવાનો છે.

નજીકના મિત્ર પાસેથી પૈસા લેવા માટે : દરેક વ્યક્તિને પોતાની ઈજ્જત પ્યારી હોય છે. તેથી જ્યારે પણ તમે પૈસા માંગો છો ત્યારે લોકોની સામે પૈસા માંગો. તેનાથી પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં તમારો મિત્ર તમને ના પણ નહીં પાડી શકે.

પહેલવાન મિત્રની મદદ લો : તમારા કોન્ટેટમાં કોઈ બોડીવાળો મિત્ર છે તો તેની મદદ લઈને તમારા મિત્ર પાસેથી પૈસા માંગો શકો છો. ઘણી વખત લોકો સરળતાહી પૈસા નથી આપવા મબગત ત્યારે તમે આ પદ્ધતિઓ અપનાવીને પૈસા પાછા લઇ શકો છો.

જો તમારો મિત્ર હજી પણ તમને પૈસા પાછા નથી આપી રહ્યો તો તમે તેને ફ્રેન્ડના વૉટ્સએપમાં ગ્રુપમાં બધાની સામે કહો કે ભાઈ પૈસા ક્યારે પાછા આપવાનો છે. આવા કિસ્સામાં તે તમને પૈસા આપશે.

જો તમને પણ કોઈ લીધેલા પૈસા પાછું ના આપે તો તમે આ બધી ટિપ્સ અપનાવી શકો છો. આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા