how to reduce chin size naturally
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અત્યારે મોટાભાગના લોકોની સૌથી મોટી સમસ્યા ચરબી ઓછી કરવાની છે. આપણા હાથ હોય કે જાંઘ હોય કે પેટ, આપણામાંથી ઘણી સ્ત્રીઓ શરીરના આ ભાગોની ચરબી ઘટાડવા ઘણા બધા ઉપાયો કરે છે. ઘણી સ્ત્રીઓ તેમના ચહેરાની ચરબીથી વધારે પરેશાન હોય છે, કારણ કે તે તેમની સુંદરતામાં ઘટાડો કરે છે.

સુંદરતા વધારવા માટે મહિલાઓ તેમના ગાલ, ગરદન અથવા ચિનમાંથી ચરબી ઓછી કરવા માંગે છે. જો કે બજારમાં ઘણા સ્લિમિંગ સ્ટ્રેપ અને ડિવાઇસ (ઉપકરણો) છે જે ચહેરાની ચરબી ઘટાડવાનો દાવો કરે છે, પરંતુ ચરબી ઓછી કરવા માટે સામાન્ય રીતે તમારી ડાઈટ અને જીવનશૈલીમાં લાંબા ગાળાના ફેરફારો કરવાની જરૂર પડે છે.

સદનસીબે, એવી ઘણી બધી ટીપ્સ છે જે વજન ઘટાડવામાં અને તમારા ચહેરાને પાતળો દેખાવામાં મદદ કરી શકે છે. આ લેખમાં અમે તમને તમારા ચહેરા પરની અનિચ્છનીય ચરબી ઘટાડવામાં મદદ કરવા માટે કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, આ ટિપ્સની મદદથી તમે ચરબીને વધતી અટકાવી શકો છો.

ચહેરાની ચરબી ઘટાડવા માટે યોગ્ય કસરત કરવી સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે. જો તમે યોગ્ય રીતે કસરત કરો છો તો તમે ચહેરા પરની ચરબી કુદરતી રીતે ઓછી થઈ જશે.

કાર્ડિયો અને એરોબિક કસરત કરો : કાર્ડિયો કસરત કરવાથી ચહેરાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. આ માટે વૉકિંગ અને જોગિંગનું કોમ્બિનેશન ટ્રાય કરો. આ તમારા માટે ફાયદાકારક છે કારણ કે જોગિંગ અને વૉકિંગ માટે અલગ અલગ મસલ્સ કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એરોબિક્સ અને ઝુમ્બા એક્સરસાઇઝ કરવાથી ચહેરાની ચરબી ઘટાડી શકાય છે અને કેટલીક ડાન્સ એક્સરસાઇઝ પણ ફાયદાકારક છે.

ખાંડની માત્રાને નિયંત્રિત કરો : વ્યાયામ સિવાય, તમારે તમારા આહાર ખાંડની માત્રાને નિયંત્રિત કરવી પડશે. દરરોજ 2 ચમચીથી વધુ ખાંડ ના લો. આખા દિવસમાં 2 ચમચી ખાંડ લેવાનો અર્થ એ છે કે જો તમે બિસ્કિટ ખાતા હોય તો પણ તેમાં ખાંડ હોય છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ખાંડની એટલી માત્રા હોવી જોઈએ.

જમ્યા પછી તરત જ ના સુવો : આહારમાં તમારે આ વાસ્તનું ધ્યાન રાખવું પડે છે, તે છે હળવું રાત્રિભોજન લેવું અને રાત્રે સૂવાના 3 કલાક પહેલા ખાઈ લેવું. આ સિવાય, તમારો નાસ્તો, લંચ અને રાત્રિભોજન કર્યા પછી એકદમ સુઈ ના જાઓ. 10 મિનિટ આરામથી વોચાલો જેથી ખોરાક સારી રીતે પચી જાય.

ચહેરાની કસરતો કરો : જો તમારી પાસે ઍરોબિક્સ, ઝુમ્બા અથવા ડાન્સ જેવી કસરતો કરવા માટે સમય ના હોય તો તમારા આહારની સાથે ચહેરા માટેની કેટલીક કસરત કરો. આ માટે ઓફિસની ખુરશી પર બેસીને પણ આ ચહેરાની કસરત કરી શકાય છે.

કસરત 1 : આ માટે ઉપર છત તરફ જુઓ. છત તરફ જોતા તમારું મોં પહોળું ખોલો અને બંધ કરો. ફરીથી તમારું મોં થોડું ખોલો અને બંધ કરો. આ 20 ગણતરીના 3 સેટ કરો.

કસરત 2 : ફરી ઉપર તરફ જોતા, પહેલા ડાબી બાજુ અને પછી જમણી બાજુ જુઓ. આ રીતે તમે 20 નો 1 સેટ કરો. પછી સામે જોતી વખતે ડાબે અને જમણે જુઓ અને આના પણ 20 ના 3 સેટ કરો. આ પછી પહેલા ઉપર દેખાતી કસરત કરો અને પછી આગળ દેખાતી કસરત દરરોજ કરો.

કસરત 3 : આ કસરત કરવા માટે, તમારે તમારા મોંમાં 1 પેન્સિલને મુકવાની છે. હવે તમારે તમારું મોં ખૂબ ઝડપથી બંધ કરવાનું છે, આ પછી તમારા ચહેરાને ખસેડ્યા વગર હવામાં તમારું નામ લખવાનો પ્રયત્ન કરો.

કસરત 4 : આ કસરત કરવા માટે તમારા હોઠને પાઉટ બનાવો. પછી તમારા ગાલને સંપૂર્ણપણે અંદર તરફ ખેંચવાની કરો. આ કસરત તમને ચહેરાની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આ બધી ટિપ્સથી તમે સરળતાથી ચહેરાની ચરબી ઘટાડી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા