ભારતીય ભોજનમાં મૂળાનો ખુબ ઉપયોગ થાય છે અને શિયાળામાં તો ખાસ. મોટા ભાગે મૂળાના પરોઠા દિલ્હી, હરિયાણા, મુંબઈ, પંજાબ વગેરે રાજ્યોમાં જ નહીં પરંતુ બીજા રાજ્યોમાં પણ ખૂબ ખાવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં પણ ભરપૂર થાય છે. એટલા માટે ઘણા લોકો એક સાથે અનેક કિલો મૂળા ખરીદીને ઘરમાં રાખે છે જેથી કરીને કોરોનાના આ સમયમાં વારંવાર બહારમાં ના જવું પડે.
એવામાં ઘણી વખત વધારે મૂળા ખરીદવાથી તે પણ બગડવા લાગે છે. આજે આ લેખમાં અમે તમને રસોડાની કેટલીક શાનદાર ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવીને તમે મૂળાને લાંબા સમય સુધી તાજા રાખી શકો છો અને બગડતા પણ બચાવી શકો છો.
મૂળાના પાંદડાને કાપશો નહીં : જો તમે પણ મૂળાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગતા હોય તો મૂળાના પાનને કાપશો નહિ. કારણ કે લીલા પાંદડા હોવાને કારણે જ મૂળો લાંબા સમય સુધી તાજી રહે છે. જો મૂળાના એકથી બે પાંદડા પાંદડા પીળા પડી ગયા હોય તો તમે તેને કાપી શકો છો.
સમય સમય પર મૂળા અને પાંદડા પર પાણી છાંટવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તમે કોઈપણ શાકમાં મૂળાના પાનનો ઉપયોગ કરી શકો છો અને તેનો ઉપયોગ સલાડમાં પણ સરળતાથી કરી શકાય છે.
બીજા શાકભાજી સાથે ના રાખો : એવા ઘણા લોકો હોય છે જે બટાકા, ડુંગળી, મૂળા વગેરે શાકભાજીને એકસાથે મિક્સ કરીને ઘરમાં રાખે છે. જો તમે આ જ રીતે મૂળા રાખો છો તો તમારે પણ ભૂલ કરી રહ્યા છો કારણ કે ઘણી બધી લીલા શાકભાજીઓમાં ઈથિલિન નામનું એક કેમિકલ હોય છે, જેના કારણે મૂળાને પણ એમની જોડે રાખવાથી જલ્દી બગડવા લાગે છે.
ઘણી શાકભાજીમાં સાઇટ્રિક એસિડ પણ હોય છે જે મૂળાની સાથે સાથે બીજા શાકભાજીઓને પણ બગાડી શકે છે. તો આવી સ્થિતિમાં મૂળાને હંમેશા બીજા શાકભાજીથી અલગથી સ્ટોર કરો. તેથી તે ઝડપથી બગડશે નહીં અને લાંબા સમય સુધી મૂળા તાજા રહેશે.
ફ્રીજમાં ના કરો સ્ટોર : એવાઘણા લોકો હોય છે જે ફ્રીજમાં પણ મૂળાને રાખે છે, પરંતુ તમારે આમ કરવાથી બચવું જોઈએ. ફ્રીજમાં રાખેલી બીજી વસ્તુઓની દુર્ગંધથી પણ મૂળા બગડી શકે છે. મૂળા બીજી સામગ્રીને પણ ખરાબ કરી શકે છે.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં મૂળાને ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ કારણ કે મૂળો ઠંડો હોય છે. ઘણી વખત મૂળાને ફ્રીજમાં રાખવાથી તેનું શુગર લેવલ વધી જાય છે, આ પણ કારણ છે મૂળો બગડવાનું.
કાપીને સ્ટોર ના કરો : ઘણી વખત કોઈ શાક અથવા બીજી રેસીપીમાં મૂળા કાપીને નાખવામાં આવે છે અને જો વધારે હોય તો તેને સ્ટોર કરી દઈએ છીએ. પરંતુ ઘણા લોકો માને છે કે કાપેલા મૂળાને એક કે બે દિવસ પછી બગડવા લાગે છે તો તમારે તરત ઉપયોગ કરી લેવો જોઈએ.
આ સિવાય જો મૂળો પ્લાસ્ટિકની થેલીમાં હોય તો તેને બહાર કાઢીને રાખો અને ગરમ જગ્યાએ સ્ટોર ના કરવો જોઈએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય, તો આવી જ બીજી કિચન ટિપ્સ અને અવનવી રેસિપી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.