રસોડામાં ખાવાનું બનાવતી વખતે નાની મોટી ભૂલો તો થાય છે. પરંતુ કેટલીકવાર આ ભૂલોને કારણે ખાવાનો સ્વાદ પણ બગડી જાય છે. ખાવામાં વધારે મીઠું, ખાંડ કે મરચાં નાખવાથી બગડેલા સ્વાદને કેવી રીતે સુધારી શકાય તે તો લગભગ દરેક જણ જાણે છે.
પરંતુ શું તમે જાણો છો કે જો ખાવામાં હળદર વધારે પડી જાય તો શું કરવું? જો તમે નથી જાણતા તો આજનો આ લેખ વાંચીને તમને ખબર પડશે કે જો શાકમાં વધારે હળદર પડી જાય છે તો તેને સુધારવા માટે શું ઉપાયો કરી શકાય છે.
વાસ્તવમાં હળદર એક એવો મસાલો છે જેનો ભારતીય રસોડામાં દરરોજ ઉપયોગ થાય છે. હળદર સામાન્ય રીતે તમામ શાકમાં જોવા મળે છે. હળદર વગર શાકમાં સ્વાદ કે રંગ નથી એવું લાગે છે. હળદર સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે.
પરંતુ હળદરનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ. જો તમે યોગ્ય માત્રા હળદરનું સેવન ના કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. તો ચાલો જાણીએ કે જો શાકમાં હળદર વધારે થઈ જાય તો શું કરવું જોઈએ.
જો શાકમાં હળદર વધુ હોય તો શું થાય છે? જો શાકમાં હળદર વધારે થઇ જાય તો શાકનો સ્વાદ કડવો બની જાય છે. હળદરનું કામ શાકમાં સારો રંગ લાવવાનું છે અને જો તમે તેને વધારે નાખો તો શાકનો રંગ કાળો પડી જશે.
જો શાકમાં વધારે હળદર પડે તો આ 5 ઉપાય કરો : જો કઢી બનાવતી વખતે હળદર વધારે પડી જાય તો તેને ઠીક કરવા માટે તેમાં થોડું દહીં નાખીને મિક્સ કરો. તમને જણાવી દઈએ કે દહીં નાખવાથી કઢીનો રંગ પણ સુધરે છે અને દહીંની મીઠાશ કઢીના કડવાશને પણ દૂર કરે છે.
જો તમે પનીરનું શાક બનાવ્યું હોય અને તેમાં હળદર વધારે પડી ગઈ હોય તો ઘરની ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે મલાઈ ઉમેરવાથી શાકનો રંગ પણ ખૂબ જ સારો આવે છે અને શાકમાં હાજર હળદરની કડવાશને પણ દૂર કરે છે.
જો સામાન્ય શાકમાં વધારે હળદર પડી ગઈ હોય તો તમે દૂધમાં થોડી ખાંડ ભેળવીને તેને શાકમાં ઉમેરી શકો છો. દૂધ તમારી શાકભાજીની ગ્રેવીને ઘટ્ટ પણ બનાવે છે અને શાકનો રંગ પણ સુધારે છે, હળદરની કડવાશને પણ દૂર કરે છે.
જો તમે ઘરે ગ્રેવી વગરનું કોઈ સૂકું શાક બનાવ્યું હોય અને તેમાં વધારે પડતી હળદર પડી ગઈ હોય અને શાકનો સ્વાદ કડવો થઈ ગયો હોય તો તમે લીંબુનો રસ ઉમેરી શકો છો. લીંબુનો રસ શાકભાજીમાં હાજર હળદરની કડવાશને ઓછી કરે છે પરંતુ તે શાકના રંગ પર કોઈ અસર નહીં કરે.
કાજુ અને બદામની પેસ્ટ પણ હળદરથી બગડેલા શાકના સ્વાદ અને રંગને પણ સુધારી શકે છે. તેનો ઉપયોપજિ ગ્રેવીવાળા શાકમાં પણ કરી શકો છપોં. ખાસ કરીને પનીર, કોફ્તા કી સબઝી અને નવરત્ન કોરમા જેવી વાનગીઓમાં તમે કાજુ અને બદામની પેસ્ટનો ઉપયોગ કરીને તેમાં સારી ફ્લેવર આપી શકો છો.
આશા છે કે તમને આ કિચન ટિપ્સ ગમી હશે. હવે જયારે પણ તમારી કોઈપણ શાકમાં આકસ્મિક રીતે વધુ પડતી હળદર પડી જાય તો તેને સુધારવા માટે આ નુસખાનો ચોક્કસપણે ઉપયોગ કરો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આવી જ વધુ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.