આપણે બધા જાણીએ છીએ કે ઊંઘ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલી જરૂરી છે. આટલું મહત્વ હોવા છતાં, લોકોને રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી અને દિવસના સમયે ઊંઘ આવે છે.
કામના તણાવ અને પારિવારિક જવાબદારીઓથી લઈને બીમારીઓને લીધે સારી ઊંઘ આવતી નથી. જો કે, તમે તમારી ઊંઘમાં દખલ કરતા પરિબળોને નિયંત્રિત કરી શકતા નથી. પરંતુ કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો, જેનાથી તમને સારી ઊંઘ આવી શકે.
તમે પણ આજે જ આ લેખમાં જણાવેલ આયુર્વેદિક ઉપાયોથી શરૂઆત કરો. અમે પાદાભ્યગ વિશે વાત કરી રહ્યા છીએ. તમને પથારી પર સૂતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી હશે. ચાલો જાણીયે શું છે આ પાદાભ્યગ.
પાદાભ્યગ: પાદાભ્યગ એટલે પગના તળિયા પર તેલ લગાવવું. પદભ્યંગ શબ્દ સંસ્કૃતના બે શબ્દો ‘પાદ+અભ્યંગ’, ‘પદ’ એટલે કે પગ અને ‘અભ્યંગ’ એટલે કે માલિશ, તો આ બંને શબ્દોથી પરથી પાદાભ્યગ શબ્દ ઉતરી આવ્યો છે.
કેવી રીતે કરવું? સૌથી પહેલા તેલ ગરમ કરો. હવે તેને તમારા પગના તળિયા પર લગાવો. પછી થોડી મિનિટો સુધી મસાજ કરો. એક કલાક પછી પગને ધોઈ લો અથવા પગને કપડાથી સાફ કરો. આ તમે સૂવાના એક કલાક પહેલાં કરશો તો શ્રેષ્ઠ પરિણામ મળશે.
કયું તેલ વાપરવું? વાત દોષ માટે તલનું તેલ અને ઘી વાપરો. પિત્ત દોષ માટે ઘી અને નારિયેળ તેલનો ઉપયોગ કરો. કફ દોષ માટે તલનું તેલ અને સરસોનું તેલ વાપરો.
સારી ઊંઘ માટે – ક્ષીરબલા અથવા બ્રાહ્મી તેલ (ક્ષીરબલા તેલ કુદરતી ઔષધિઓ જેમ કે ચિત્રકમૂલ, માષપર્ણી, પુનર્નવા, ભારંગી, જીવંતી, દેવદારુ, દશમૂલ વગેરે માંથી તૈયાર કરવામાં આવે છે. આ તેલમાં ઉમેરવામાં આવતી તમામ જડીબુટ્ટીઓ- ઔષધિઓ ખૂબ અસરકારક હોય છે.)
તેનાથી શું ફાયદો થાય છે? સારી ઊંઘમાં મદદ કરે. તણાવ અને ચિંતા દૂર થાય છે. માથાનો દુખાવો દૂર કરે છે. શરીરને શાંત કરે છે. વાત દોષને સંતુલિત કરે છે. શુષ્કતા દૂર કરે છે. આંખના સ્વાસ્થ્યને સુધારે છે. પગનો દુખાવો મટાડે છે. ત્વચાને ચમકદાર બનાવે છે અને તિરાડની સમસ્યા દૂર થાય છે.
સારી ઊંઘ માટે અન્ય ટીપ્સ : તમે કેટલીક આદતોને અપનાવીને ઊંઘમાં સુધારો લાવી શકો છો. દરરોજ રાત્રે નક્કી કરેલા સમયે જ સુવો અને સવારે એક જ સમય પર ઉઠો. ખાસ ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં શાંતિ રહે. બેડરૂમમાંથી ટીવી, કમ્પ્યુટર અને સ્માર્ટ ફોન જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને દૂર કરો થવા બંધ કરો.
સૂતા પહેલા ભારે ભોજન, કેફીન અને આલ્કોહોલ લેવાનું ટાળો. થોડી હળવી કસરત કરો જેમ કે મેડિટેશન અને પ્રાણાયામ. દિવસ દરમિયાન શારીરિક રીતે એક્ટિવ રહેવાથી તમે રાત્રે સરળતાથી ઊંઘી શકો છો.
તમને પણ રાત્રે સારી ઊંઘ નથી આવતી તો આ નુસખા અજમાવીને તમે પણ સારી ઊંઘ મેળવી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી ઘરે બેઠા મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો
નિદ્રા દેવીના આ મંત્રોનો જાપ કરી લો, રાત્રે પથારીમાં પડતાની સાથે ગાઢ અને સારી ઊંઘ આવશે
રાત્રે ઊંઘ નથી આવતી તો અપનાવો આ જબરજસ્ત 3 ટિપ્સ, 5 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે
આ 2 આયુર્વેદીક જડીબુટ્ટીઓનો પાવડર બનાવી, રાત્રે સુતા પહેલા લો. માત્ર 5 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે
રાત્રે સૂતા પહેલા પથારી પર કરો આ કામ, માત્ર 5 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે
Comments are closed.