ઉનાળાની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ સિઝનમાં શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે ઠંડા પીણાં પીવે છે પરંતુ ફ્રેશ રાખવા માટે ફુદીનો સારો વિકલ્પ છે. ઉનાળાની ઋતુમાં ફુદીનો બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ખાવાનો સ્વાદ વધારની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ભારતીય રસોડામાં ફુદીનાની ઘણી બધી ફુવાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ફૂદીનાની ચટણી, ફુદીનાના રાયતા, ફુદીનાના પરાઠા અને ફુદીનાનું સલાડ વગેરે ભારતીય ભોજનમાં ખૂબ જ લોકપ્રિય છે.
ઘણા લોકો જલજીરા અને શિકંજીમાં પણ ફુદીનાનો ઉપયોગ કરે છે. ફુદીનાનું સેવન કરવાથી ઉનાળાની ઋતુમાં ગરમ પવનો અને ચેપથી તમને રાહત મળે છે. પરંતુ ઉનાળાની ઋતુમાં ફુદીનો સૌથી વધારે જોવા મળે છે. જો તમે તેને ઉપયોગ આખું વર્ષ કરવા માંગો છો તો તમે તેને સ્ટોર પણ કરી શકો છો.
તો આજે આ લેખમાં અમે તમને ફુદીનો સંગ્રહ કરવાની ઘણી રીતો વિશે જણાવીશું. જો કે રીતો ઘણી બધી છે પરંતુ અમે તમને ફુદીનો સ્ટોર કરવાની 4 સરળ અને સારી રીતો જણાવીશું, જેથી તમે 2 અઠવાડિયાથી લઈને 1 વર્ષ સુધી સરળતાથી ફુદીનો સ્ટોર કરી શકો છો.
ટિપ્સ 1 : બજારમાં ફુદીનો હંમેશા બંડલમાં એટલે કે જુડીમાં મળે છે. જ્યારે પણ તમે તેને બજારમાંથી ઘરે લાવો છો તો સૌથી પહેલા તેનું બંડલ ખોલો. પછી દાંડીને નીચેથી થોડી કાપી નાખો અને તમારે કેટલાક પાંદડા દૂર કરવા હોય તો તેને દૂર કરીને તેનો ઉપયોગ કરો.
તમે આ પાનનો ઉપયોગ શાક કે ચટણી બનાવવા માટે કરી શકો છો. હવે એક જાર અથવા એક મગ લો. તેમાં પાણી ભરો અને દાંડીની બાજુમાંથી બરણીની અંદર ફુદીનાનું બંડલ નાખો. પાંદડાને ભીના કપડાથી ઢાંકીને ફ્રીજમાં રાખો.
ટિપ્સ 2 : એક કાગળનો ટુવાલ લો અને તેને થોડો ભીનો કરીને તેમાં ફુદીનાના પાન મૂકો. ધ્યાન રાખો કે ટુવાલ વધારે ભીનો ના હોય. ફુદીનાને ટુવાલમાં નાખીને એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને સીલ કરીને આ બેગને ફ્રીજમાં રાખો. જો તમે આ રીતે ફુદીનાના પાનને સ્ટોર કરો છો તો 2 અઠવાડિયા સુધી ફુદીનાના પાંદડા સંપૂર્ણપણે તાજા રહેશે.
ટિપ્સ 3 : ફુદીનાના પાનને આખા વર્ષ માટે તાજા રાખવાનો બીજો સરળ રસ્તો પણ છે. આ માટે તમારે ફુદીનાના પાનને સાફ પાણીથી ધોઈ લો અને પછી એક આઈસ ક્યુબ ટ્રેમાં 5-6 પાન નાખીને તેમાં પાણી ભરીને ફ્રિજની અંદર મુકો. આમ કરવાથી તમે ફુદીનાના પાનને લાંબા સમય સુધી તાજા રાખી શકો છો.
ટિપ્સ 4 : તમે ફુદીનાને પાનને સૂકવીને તેનો 1 વર્ષ સુધી ઉપયોગ કરી શકો છો. આ માટે ફુદીનાના પાનને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરો. આ પછી તમારે ટુવાલથી લૂછીને કાગળના ટુવાલમાં લપેટી રાખવા પડશે. ભૂલથી પણ તમે તેને તડકામાં ના રાખો, કારણ કે પાનને તડકામાં રાખવાથી બગડી જાય છે.
તમે 3-4 દિવસ માટે ફૂદીનાના પાનને પેપર ટોવેલની અંદર જ રહેવા દો. આમ કરવાથી પાંદડા બરાબર સુકાઈ જાય છે અને તમે તેને પાવડર બનાવીને સ્ટોર કરી શકો છો. આ પાવડરને તમે સલાડ અને રાયતામાં નાખીને પણ ખાઈ શકો છો.
તો હવે તમે જણાવો કે ફુદીનાના પાન સ્ટોર કરવાની કઈ પદ્ધતિ તમને સૌથી સરળ અને સારી લાગી. જો તમને પણ કિચન ટિપ્સ જાણવાની ઈચ્છા છે તો, આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
[…] […]
Comments are closed.