લીલું લસણ:
શિયાળો આવે એટલે લીલું લસણ બધા ના ઘરે જોવા મળતું જ હોય છે.તો એને લાંબા સમય સુધી કેવી રીતે સાચવવું એની માહિતી આજે તમને આપીશ. તમે ૨ થી ૩ મહિના સુધી સાચવી શકો છો અને કાળું પણ નહિ પડે અને ચિકાસ પણ નહિ રહે.
સૌથી પેહલા લસણ ને સુધારી લો. જેમ ઘરે સુધારતાં હોય તેમ. હવે એક પ્લાસ્ટિક નો ડબ્બો અને એક ટિસ્યુ પેપર લો (કોઈ પણ પેપર ચાલે) . ડબ્બા માં પેહલા પેપર મૂકો અને લસણ ને તેમાં મૂકી દો. આ લસણ ને તમારે ફ્રીજર માં મૂકવાનુ રેહશે. ઉપયોગ માં લઈએ ત્યારે ૧ મિનીટ પાણી માં રાખી ને પછી વાપરવું.
લીલા વટાણા:
લીલાં વટાણા શિયાળા માં ખૂબ જ પ્રમાણ માં મળતા હોય છે અને ખૂબ જ સસ્તા હોય છે તો તેને આખું વર્ષ કેવી રીતે સ્ટોર કરી રાખવા એની હું આજે રેસિપી બતાવીશ.
સામગ્રી : 3 કિલો વટાણા, ૨ ચમચી મીઠું, ૨ ચમચી ખાંડ, ૧/૫ ચમચી ખાવાનો સોડા
સૌ પ્રથમ એક તપેલી માં 2 લીટર પાણી ગરમ કરો. પાણી બરાબર ઉકરી જાય પછી એમાં ૨ ચમચી મીઠું, ૨ ચમચી ખાંડ, ૧/૫ ચમચી ખાવાનો સોડા ઉમેરો. હવે
બધા વટાણા એડ કરો. અને ૭ મિનીટ સુધી ઢાંકી ને ઉકાળવા દો. હવે ત્યાં સુધી માં બાજુ માં એક તપેલી માં ઠંડુ પાણી લો. ઉભરો આવી ગયા પછી આ વટાણા ને બહાર કાઢી ને સીધા ઠંડા પાણી માં ૧૦ મિનીટ સુધી રાખી મૂકો. (ઠંડા પાણી માં મૂકવાથી વધારે કુક થવાનું બંધ થઈ જાય ). ૧૦ મિનીટ પછી કોઈ મોટી ચાદળ કે કોઈ મોટા કપડાં માં સૂકવી લેવાના (૬/૭ કલાક સૂકવવા). સ્ટોર કરવા માટે કોઈ પ્લાસ્ટિક બેગ (પેક થતી હોય એવી) માં ભરી ને ફ્રીજર માં સ્ટોર કરી લો. આ વટાણા હવે ૧ વર્ષ સુધી લીલાં જ રહેશે.
જ્યારે પણ તમારે ઉપયોગ માં લેવાના હોય ત્યારે ૩૦ મિનીટ પેહલા એને કાઢી ને ગરમ પાણીમાં ઉમેરી ને ઉપયોગ માં લેવા.
લીલા વટાણા માં જે પ્રોસેસકરી તેવીજ રીતે લીલી તુવેર ની રીત છે.લીલી તુવેર માટે પણ જેમ વટાણા ને સ્ટોર કેવી રીતે કર્યા એવી જ રીતે લીલી તુવેર ને પણ સ્ટોર કરી લેવાની.