જો તમને સવારે ઉઠીને અભ્યાસ કરવું ગમતું નથી તો અને તમે રાત્રે મોડા સુધી અભ્યાસ કરી શકો ચો તો તે પણ તમારા માટે ફાયદાકારક છે, કારણ કે તમે રાત્રે શાંતિથી અને શાંત વાતાવરણમાં અભ્યાસ કરી શકો છો.
રાત્રે અભ્યાસ કરવો ફાયદાકારક છે કારણ કે રાત્રે તમારું મન શાંત રહે છે અને તમારી પાસે કોઈ કામ નથી હોતું, તેથી તમે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તે જ સમયે, દિવસમાંઆપણી પાસે ઘણા પ્રકારના કામ હોય છે અને આપણું મગજ પણ શાંત નથી રહેતું, ક્યારેક ફોનથી પરેશાન થઈએ તો ક્યારેક બીજા લોકો સાથે વાત કરવામાં.
ઘણા એવા લોકો છે જેમને સવારે વહેલા ઉઠીને ભણવું ગમતું નથી, પણ જો તેમને રાત્રે જાગવાનું કહેવામાં આવે તો તેઓ આરામથી જાગી લે છે, પરંતુ આ લોકો રાત્રે જાગવા માટે કેટલાક ઉપાયો પણ અપનાવે છે, તો ચાલો જાણીએ એવા કેટલાક ઉપાયો વિશે.
જેમાં તમે મોડી રાત સુધી જાગીને સારી રીતે ભણી શકો છો. જો તમે આ ટિપ્સ અપનાવી લેશો તો તમને બિલકુલ ઊંઘ નહીં આવે અને તમારા માટે રાત્રે જાગવું પણ સરળ બની જશે.જો તમે મોડા સુધી ભણવા માંગતા હોય તો તેના પહેલા ગાઢ ઊંઘ લઇ લો.
બોલતા બોલતા વાંચો : રાત્રે જાગીને અભ્યાસ કરવાની શ્રેષ્ઠ રીત છે બોલતા બોલતા વાંચવું અને બાજુમાં લખતા પણ રહેવું, તેનાથી તમને કંટાળો અને ઊંઘ નહીં આવે. આમ કરવાથી તમારું મન પણ સતર્ક રહેશે અને ઊંઘ આવવાની શક્યતા ઓછી થઇ જશે.
વધારે ખાવાનું ટાળો : તમને પણ અનુભવ હશે કે વધારે ખાવાથી ઊંઘ આવે છે. પેટ ભરીને ખાધા પછી શરીરમાં ભારેપણું અને સુસ્તી આવે છે, જેના કારણે ઊંઘ આવે છે અને આ શરીરમાં શરૂ થતી પાચન પ્રક્રિયાને કારણે થાય છે. તેથી જો તમારે રાત્રે જાગવાનું હોય તો રાત્રે ઓછું ખાઓ.
પરંતુ ભૂખ્યા બિલકુલ ના રહો, કારણ કે ભૂખ્યા રહેવાથી વાંચતી વખતે મગજની યાદ રાખવાની ક્ષમતા ઘટી જાય છે. અને જમ્યા પછી પણ તરત જ ભણવા ના બેસો. પહેલા સારી રીતે સૂઈ જાઓ : જો તમે મોડા સુધી ભણવા માંગતા હોય તો તેના પહેલા ગાઢ ઊંઘ લઇ લો.
બપોરે એક નાની ઝબકી લો : જો તમારે ભણવા માટે રાત્રે મોડે સુધી જાગવાનું છે તો બપોરે જમ્યા પછી થોડીવાર સૂવાનો પ્રયાસ કરો. જો તમે સતત જાગતા રહેશો તો તમારું મગજ થાકી જશે અને તેના કારણે રાત્રે મોડે સુધી અભ્યાસ કરવો તમારા માટે મુશ્કેલ બનશે.
કોફીનો આધાર લો : તમનેરાત્રે જાગવામાં કોફી સૌથી વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે. કોફીથી તમારી ઊંઘ પણ દૂર થશે અને તમને ભૂખ પણ નહીં લાગે અને તમે આખી રાત તાજગી અનુભવ કરશો.
લાઈટ ચાલુ રાખો : માત્ર એક સ્ટડી લેમ્પ ચાલુ કરીને ભણવા ના બેશો, કારણ કે તેનાથી આળશનું વાતાવરણ બની જાય છે અને તમને જલ્દી ઊંઘ આવવા લાગે છે. તેથી આખા રૂમ માટે લાઈટ હોય તેને ચાલુ રાખો.
પલંગ કે બેડ પર સૂઈને ભણવા ના બેસો : પલંગ પર સુતા સુતા અભ્યાસ ન કરો, કારણ કે આ રીતે અભ્યાસ કરતી વખતે આળશ આવી શકે છે, જે ઊંઘને આમંત્રણ આપવા જેવું છે. તેથી અભ્યાસ કરતી વખતે હંમેશા ખુરશી કે ટેબલ જ પર બેસો. ખુરશી પર બેસતી વખતે થોડા થોડા અંતરે તમારા હાથ અને પગને હલાવતા રહો.
રાત્રે વાંચવા માટે તમારો મનપસંદ વિષયને પસંદ કરો : રાત્રે વાંચવા માટે મનપસંદ વિષય પસંદ કરવાથી તમે સરળતાથી સમજી અને યાદ રાખી શકો છો. રાત્રે યાદ રાખવા માટે એક સરળ વિષય પસંદ કરવાથી મોટો ફાયદો એ થાય છે કે તમારે વધારે મહેનત કરવી પડશે નહીં અને તમને કંટાળો પણ નહીં આવે. અને તમને લાંબા સમય સુધી અભ્યાસ કરી શકશો.
તો હવે તમને વાંધો શું છે, આજથી જ તમે પણ રતારે અભ્યાસ કરવાની પ્રક્રિયા શરૂ કરો. જો તમને આ માહિતી ગમતી હોય તો અમારી સાથે જોડાયેલા રહો.