how to use dahi for face
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમે તેનો ઉપયોગ તમે ત્વચા પર પણ કરી શકો છો. દહીંમાં રહેલું લૈક્ટિક એસિડ ત્વચા પર રહેલી મૃત ત્વચાને દૂર કરે છે.

આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે દહીંને તમારી બ્યુટી કેરનો ભાગ બનાવી શકો છો. તેમજ તેના ઉપયોગથી ત્વચા સંબંધિત તમે ઘણી સમસ્યાઓ પણ ઓછી કરી શકાય છે. ચાલો જાણીએ કઈ રીતે દહીંનો ઉપયોગ કરવો.

મોઇશ્ચરાઇઝર તરીકે : ત્વચા મોઈશ્ચર હોવી જોઈએ, નહીંતર શુષ્ક થઈ જાય છે. ઘણીવાર મહિલાઓ આ માટે મોંઘા મોઈશ્ચરાઈઝર ખરીદે છે. હવે તમારે એવું કરવાની જરૂર નથી પરંતુ આ માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. તેનો નિયમિતપણે ઉપયોગ કરવાથી ત્વચા નરમ બની જશે.

આ માટે 2 ચમચી દહીં અને 1 ચમચી મધની જરૂર પડશે. સૌથી પહેલા એક બાઉલમાં આ બંને વસ્તુઓને મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે લગાવેલું રહેવા દો.
પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. ચહેરા પર દહીં લગાવવાથી ત્વચા મોઈશ્ચરાઈઝ થાય છે.

ખીલ : જે મહિલાઓને ત્વચા પર ખીલ થાય છે તેમને ઘણી પીડા પણ થતી હોય છે. ખીલને કારણે ત્વચાની ચમક છીનવાઈ જાય છે અને તેનાથી ડાઘ પણ પડી જાય છે. જો કે, બજારમાં ખીલ દૂર કરવા માટેની ક્રિમ અને ફેસ વોશ મળે છે, પરંતુ દર વખતે પૈસા શું કામ ખર્ચવા.

દહીંમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ખીલને ઓછા કરી શકે છે. શું તમે જાણવા માગો છો કે ચહેરા પર દહીંનો ઉપયોગ કેવી રીતે કરવો તો તમે પણ નીચે આપેલા સ્ટેપ્સ પ્રમાણે અનુસરો.

આ માટે એક બાઉલમાં 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી દહીં ઉમેરીને મિક્સ કરો. પછી તેને તમારા ચહેરા પર લગાવો અને થોડીવાર હળવા હાથે ઘસો અને થોડી વાર પછી ચહેરો પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 થી 3 દિવસ આ રીતે તેનો ઉપયોગ કરવાથી ખીલ ઓછા થશે.

ડાર્ક સર્કલ : આંખોની નીચે કાળા કુંડાળા થવા ખૂબ સામાન્ય છે. કાળા કુંડાળા પૂરતી ઊંઘ ન લેવાના કારણે અને તણાવના કારણે થાય છે. આ માટે તમને બજારમાં ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ મળશે, પરંતુ આ માટે ઘરેલું ઉપાય એટલે કે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો.

શું કરવું તો, આ માટે તમારે અડધો કપ તાજું દહીં લેવાનું છે. હવે કાળા કુંડાળા પર તાજું દહીં લગાવો અને 10 મિનિટ લગાવેલું રાખો. પછી ઠંડા પાણીથી આંખો ધોઈ લો. દરરોજ આ રીતે દહીંનો ઉપયોગ કરવાથી ડાર્ક સર્કલ ઓછા થવા લાગશે.

ત્વચાને સોફ્ટ રાખે છે : કોમળ ત્વચા કોને નથી ગમતી ? ખાસ કરીને શિયાળામાં આ સમસ્યા વધુ થાય છે અને ત્વચા શુષ્ક થવા લાગે છે. આ કિસ્સામાં તમે બજારુ ક્રીમને બદલે દહીંનો ઉપયોગ કરી શકો છો.

ત્વચાને કોમળ રાખવા માટે દહીં ફાયદાકારક રહેશે કારણ કે તેમાં લૈક્ટિક એસિડ હોય છે જે ત્વચાને કોમળ રાખવાનું કામ કરે છે. આશા છે કે દરેક મહિલાને આ લેખ ગમ્યો હશે. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા