ice cream banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ(ice cream). આ આઇસ્ક્રીમ બે જ વસ્તુ દુધ અને ખાંડ ની મદદથી બની જાય છે. આપણે કોઈ ત્રીજી વસ્તુ ઉમેરવાની જરુર નથી. આ આઈસ્ક્રીમ ખુબજ ટેસ્ટી બને છે, તો ઘરે કેવી રીતે બજાર જેવી આઇસ્ક્રીમ બનાવી શકાય તે વિશે જોઈલો

સામગ્રી:

  • ૧/૨ લીટર દુધ
  • ૧ કપ ખાંડ

આઇસ્ક્રીમ બનાવાની રીત(ice cream in gujarati)

 ice cream banavani rit

સૌ પ્રથમ દુધને ગેસ પર ગરમ કરવા મુકો. દુધ ગરમ થાય એટલે અડધો કપ ખાંડ એડ કરો. તમારે આઇસ્ક્રીમ વધારે ગર્યો જોઈતો હોય તો તમે વધારે ખાંડ નો ઉપયોગ કરી શકો. ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી દુધ ને ઠંડું થવા દો.

 ice cream banavani rit

દુધ ઠંડું થાય એટલે તેને બ્લેન્ડર વડે ફેંટી લો. ૩-૪ મીનીટ સુધી બ્લેન્ડર વડે દુધ ને ફેંટી લો. એક બાઉલ લૉ જેમાં તમારે આઇસ્ક્રીમ બનાવો હોય. બાઉલ લીધા પછી તેમા દુધ ને એડ કરો. હવે બાઉલને પ્લાસ્ટિક બેગ થી કવર કરી, ઢાંકણું બંધ કરી ફ્રીઝર મા સેટ થવા મુકો.

ice cream banavani rit

૬-૮ કલાક પછી આઇસ્ક્રીમ સેટ થઇ ગયુ હસે તો આઇસ્ક્રીમ ને ફ્રિઝર માંથી બહાર કાઢી લો. હવે સેટ થયેલા આઇસ્ક્રીમ ને એક બાઉલ મા કાઢી લો. અહીં તમને આઇસ્ક્રીમ કઠણ લાગશે, પણ એનાં નાના નાના ટૂકડાં કરી બાઉલમાં કાઢી લો. હવે આઇસ્ક્રીમ ને થોડો પીગળવા દઈશું. આઇસ્ક્રીમ પીગળી જાય એટલે એમાં બ્લેન્ડર ને ૩-૪ મીનીટ માટે ફેરવી દો.

ice cream banavani rit

હવે આઇસ્ક્રીમ નુ બેટર તૈયાર થઇ ગયું હસે. આ બેટર ને ફરીથી બાઉલમાં લઈ તેની પર પ્લાસ્ટિક ની બેગ વડે ઢાંકી ફરીથી ફ્રીઝર માં સેટ થવા મુકો. ૮ કલાક પછી તમારી આઇસ્ક્રીમ બનીને તૈયાર થઇ ગઈ હસે. આ આઇસ્ક્રીમ ને બાઉલમાં કાઢી તેને ચોકોલેટ સીરપ થી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે તમારી આઇસ્ક્રીમ.

ice cream banavani rit

મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયાRecipeSource: CookingHouse By Meghasachdev

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા