idli sambar banavani rit gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે આ રેસિપીમાં આમલી વગર સંભાર કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું. સંભાર બનાવતી વખતે આમલીના પલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમારી પાસે આમલી નથી તો શું તમે સાંભાર નહીં બનાવી શકો એવું બિલકુલ નથી.

આ રેસિપી વાંચી લીધા પછી તમે પણ આમલી વગર પણ આમલી જેવો જ સ્વાદિષ્ટ સંભાર બનાવીને ખાઈ શકો છો. આ સાંભાર બનાવવાની આ ઇન્સ્ટન્ટ રેસિપી છે, જેને તમે એક જ વાસણમાં બનાવી શકો છો એ પણ કોઈપણ તૈયારી વિના ખૂબ જ સ્વાદિષ્ટ સંભાર બનાવીને ખાઈ શકો છો.

આ રીતે સાંભાર બનાવવું તમને પણ ખૂબ જ સરળ લાગશે. કારણ કે તે એક જ વાસણમાં બની જાય છે. ન તો દાળને અલગથી ઉકાળવા માટે વાસણનો ઉપયોગ કરવો પડે છે અને ન તો શાકભાજીને રાંધવામાં વધારે સમય લાગે છે.

સામગ્રી : 2 ડુંગળી મધ્યમ કદની નાના ટુકડા, 1.5 કપ દૂધી નાના ટુકડા, 1 ગાજર મધ્યમ કદના નાના ટુકડા, 4 નાના રીંગણ (ડેટી) નાના ટુકડા, 2 મધ્યમ કદના ટામેટા નાના ટુકડા, 1 શક્કરિયા મધ્યમ કદનું પાતળું ગોળ ટુકડા, 1/2 કપ પીળી તુવેર દાળ (દાળને અડધો કલાક પલાળી રાખો),

આમચુર પાવડર 1/2 ચમચી, સાંભાર મસાલો 2 ચમચી, લાલ મરચું પાવડર 1.5 ચમચી, હળદર પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ અને 2 લીંબુ નો રસ. તડકો કરવા સામગ્રી : મીઠા લીમડાના પાન 8 – 10, સુકા લાલ મરચા 3 – 4, રાઈના દાણા 1 ચમચી અને તેલ 2 ચમચી.

બનાવવાની રીત : સાંભાર બનાવવા માટે એક કૂકરમાં પલાળેલી અડદની દાળને તેના પાણી સાથે નાખો અને હવે કૂકરમાં ડુંગળી, ટામેટા, ગાજર , દૂધી, શક્કરિયા અને રીંગણ પણ ઉમેરો. પછી તમારી જરૂરિયાત મુજબ પાણી ઉમેરો.

સાંભરમાં પાણી નું માપ કોઈ નથી, કારણ કે સાંભરની કન્સીસ્ટન્સી તમારી પસંદગી પર આધાર રાખે છે કે તમારે સાંભાર ઘટ્ટ ખાવાનું ગમે છે કે કે પછી પાતળો સાંભાર ખાવો પસંદ છે. કૂકરમાં પાણી ઉમેર્યા પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સ્પેટુલાની મદદથી બધી સામગ્રીને મિક્સ કરી લો, ત્યાર બાદ કુકરનું ઢાંકણું બંધ કરીને ઉંચી આંચ પર એક સીટી વગાડો.

જયારે કૂકરમાં એક સીટી વાગી જાય એટલે ગેસ ની આંચ ઓછી કરીને ધીમી આંચ પર 10 મિનિટ સુધી ચડવા દો. જેથી દાળ અને બધા શાકભાજી સારી રીતે ઓગળી જાય. 10 મિનિટ પછી ગેસ બંધ કરો અને કૂકરનું પ્રેશર આપમેળે નીકળવા દો.

પ્રેશર સંપૂર્ણપણે બહાર નીકળી ગયા પછી કૂકર ખોલીને જુઓ. તમારી દાળ અને શાકભાજી ચડી ગયા હશે. હવે તમે સ્પેટુલાની મદદથી બધું થોડું થોડું મેશ કરી લો. હવે સાંભારની કન્સીસ્ટન્સી ચેક કરો, જો તમને જાડું લાગે તો તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરો.

આ પછી તેમાં લીંબુનો રસ, આમચૂર પાવડર અને સાંભાર મસાલો ઉમેરીને ચમચીથી મિક્સ કરો. હવે ગેસ ચાલુ કરો અને પછી કૂકરને મૂકીને કુકર પર ઢાંકણું મૂકો. તમારે કૂકરનું ઢાંકણું બંધ કરવાની જરૂર નથી. બસ કૂકર પર ઢાંકણું મૂકીને પકાવો.

હવે સંભારને ધીમી આંચ પર 5 મિનિટ સુધી ચડવા દો અને 5 મિનિટ પછી ગેસ બંધ કરો. હવે તેમાં તડકો લગાવાનો છે. તો તડકા માટે, એક પેનમાં તેલ ગરમ કરો. તેલમાં રાઈના દાણા, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખીને થોડું સાંતળવા દો.

પછી, તડકાને સાંભરમાં રેડવા માટે એક હાથમાં કૂકરનું ઢાંકણ પકડી રાખો. કારણ કે જ્યારે તમે સાંભારમાં તડકો રેડો ત્યારે તરત જ કૂકર પર ઢાંકણું ઢાંકી દો. જેથી તડકાની સુગંધ સાંભરમાં સારી રીતે ભળી જાય. તો સાંભરમાં તડકાને રેડીને કૂકર પર ઢાંકણું મૂકી દો અને પછી ઢાંકણને દૂર કરી સંભાર અને તડકાને સારી રીતે મિક્સ કરી લો.

ત્યાર બાદ કુકરનું ઢાંકણું મૂકી કુકરને આ રીતે 2 થી 3 મિનિટ રાખો અને પછી એક સર્વિંગ બાઉલમાં સાંભારને કાઢીને ઈડલી સાથે સર્વ કરો. જો તમને અમારી રેસિપી પસંદ આવતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા