immunity booster drink in monsoon
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ વરસાદની મોસમ સૌને સુહાની લાગે છે. વરસાદની ઋતુ ગરમીમાંથી રાહત આપે છે. અલબત્ત, વરસાદમાં વાતાવરણ ખુશનુમા બની જાય છે, પરંતુ ચોમાસું પોતાની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. દરેક ઋતુમાં થતા ફેરફારો આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. વરસાદમાં ભૂખ ન લાગવી, અપચો, પેટનું ફૂલવું, ઉધરસ, શરદી, ગળાની બિમારી અને તાવ જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

આ બધી બીમારીઓને તમારાથી દૂર રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. અહીં અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ પીણું બનાવવા માટે 4 વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે.

રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર પીણાના ફાયદા

આ પીણું પીવાથી તમને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળી શકે છે. આ સાથે વરસાદથી થતા રોગોથી પણ રક્ષણ મળે છે. આ સિવાય જો તમને ગેસ અને અપચોની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. આ પીણું લગભગ દરેક માટે સારું છે. તેમાં હાજર તુલસી અને આદુની તાસીર ગરમ હોય છે. જ્યારે ફુદીનો અને ધાણા ના બીજ ઠંડા હોય છે. તેઓ ચયાપચયને સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આયુર્વેદમાં તુલસીને ઔષધી ગણવામાં આવે છે. તે શરદી, ઉધરસ અને તાવને મટાડે છે, તેમજ રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. ફુદીનો કફ અને વાત દોષને પણ દૂર કરે છે. તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ વધારનાર પીણું

સામગ્રી

  • પાણી – 1 લિટર
  • તુલસીના પાન – 5-7
  • ફુદીનાના પાન – 7-10
  • ધાણા બીજ – 1 ચમચી
  • આદુ – 1 ઇંચ (છીણેલું)
  • ઈલાયચી – 1 (જો તમને એસિડિટીની સમસ્યા હોય કે પિત્ત વધી ગયું હોય તો એલચી ઉમેરો.)

બનાવવાની રીત

  • બધી વસ્તુઓને પાણીમાં મિક્સ કરો.
  • હવે તેને 5 મિનિટ સુધી ઉકાળો.
  • આ પછી તેને ગાળીને ગ્લાસમાં કાઢી લો.
  • તમારું પીણું તૈયાર છે.

કેવી રીતે લેવું

  • તમે તેને આખો દિવસ ચુસકી ચૂસકી લઈને પી શકો છો.
  • તમે તેને સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પી શકો છો.

આ પણ વાંચો : તમારું પહેલું દવાખાનું ઘરનું રસોડું છે, જાણો મસાલામાં ઉપયોગમાં આવતી કેટલીક જડીબુટ્ટીઓ વિશે

જો તમને આ લેખ ગમ્યો હોય તો આગળ બીજાને મોકલજો. આવી વધુ જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા