indigo powder for hair in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સફેદ વાળને કાળા કરવા માટે ઈન્ડિગો પાવડરમાંથી બનેલી આ મહેંદી લગાવો, જાણો કેવી રીતે
જો તમે તમારા વાળને કલર કરવાની સાથે નેચરલ લુક આપવા માંગો છો, તો તમે આ મહેંદીનો ઉપયોગ કરી શકો છો.

આજકાલ મોટાભાગની મહિલાઓ સફેદ વાળથી પરેશાન થઇ રહી છે કારણ કે ખરાબ જીવનશૈલી, પ્રદુષણ અને વ્યસ્ત શેડ્યૂલને કારણે લોકો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો કે ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે ત્યારે પરેશાની વધી જાય છે.

સામાન્ય રીતે સ્ત્રીઓ સફેદ વાળને છુપાવવા માટે મેંદી અથવા હેર કલરનો ઉપયોગ કરે છે. આ સિવાય તેઓ પોતાના વાળને નેચરલ લુક આપવા માટે અનેક રીતે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ આજે પણ વાળ પર કુદરતી મહેંદી લગાવવાનું પસંદ કરે છે જેમ કે લીલી મેંદી અથવા ઈન્ડિગો પાવડર વગેરે.

પરંતુ જો તમે ઈન્ડિગો પાવડરનો ઉપયોગ કરતા હોય તો તમે તેમાં કોફી ઉમેરી શકો છો. એવું કહેવાય છે કે કોફી વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિગો પાવડર એક કુદરતી પાવડર છે, જે પાંદડામાંથી બનાવવામાં આવે છે. તમે કોફી અને ઈન્ડિગો પાવડરથી હેર પેક તૈયાર કરી શકો છો.

સામગ્રી : ઈન્ડિગો પાવડર 1 પેકેટ, હિના મહેંદી 1 પેકેટ, કોફી પાવડર 2 ચમચી, એલોવેરા જેલ 2 ચમચી અને ઓલિવ ઓઇલ 4 ટીપાં.

બનાવવાનો અને લગાવવાની રીત : ઈન્ડિગો પાઉડરનું પેક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઈન્ડિગો પાઉડર અને મહેંદી નાખો. ત્યાર બાદ તેમાં બીજી સામગ્રી જેમ કે ઓલિવ ઓઈલ, એલોવેરા જેલ, કોફી પાવડર ઉમેરીને મિક્સ કરો.

હવે તેમાં પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે તમારા વાળમાં બ્રશથી લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળને સુકાવા દો. પછી તમારા વાળને પાણીથી ધોઈ લો પરંતુ શેમ્પૂ લગાવવાનું નથી.

મહેંદી લગાવવાના ફાયદા : જો તમે મહેંદી અથવા ઈન્ડિગો પાવડરમાં કોફી મિક્સ કરીને લગાવો છો તો તે તમારા વાળ માટે વધુ ફાયદાકારક સાબિત થશે. ઈન્ડિગો પાઉડર લગાવવાથી વાળના ગ્રોથમાં તો મદદ મળે છે પણ વાળનો કલર પણ થઇ જાય છે. કોફીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઈન્ડિગો પાઉડરને વાળમાં લગાવવાથી તમને ન માત્ર ડ્રાયનેસથી છુટકારો મળશે પરંતુ વાળ મુલાયમ પણ બનશે. કારણ કે મહેંદીમાં એન્ટિબાયોટિક, એન્ટિફંગલ ગુણ રહેલા હોય છે.

વાળમાં મહેંદી લગાવ્યા પછી આ રીતે વાળની ​​સંભાળ રાખો : વાળમાં મહેંદી લગાવ્યા પછી કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો. તમારા વાળને ગરમ પાણીથી ક્યારેય ના ધોવા જોઈએ. તમારા વાળને સૂર્યપ્રકાશથી બચાવવાનો પણ પ્રયાસ કરો.

આ રીતે, તમે પણ તમારા વાળમાં ઈન્ડિગો પાવડર સાથે કોફીનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા