gol khavana fayda gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં ઠંડીના કારણે લોકો ઘરની બહાર નથી નીકળતા અને તેમના શરીર પર હંમેશા આળસ રહે છે. ઘણા લોકો તો આ સિઝનમાં કસરત કરવાનું છોડી દે છે અને તેના કારણે પણ આખો દિવસ સુસ્તી અને આળસ રહે છે.

જો તમને શિયાળાની ઋતુમાં વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવાનો છે જે તમને પોષણ પણ આપશે અને દિવસભર તાજગીનો અનુભવ કરાવશે.

આ ઋતુમાં લોકો ઘણીવાર ખાવા પીવામાં પણ બેદરકાર રહે છે જેના કારણે વજન પણ ઘટે છે. તો આવી સ્થિતિમાં આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી વજન પણ વધારી શકાય છે. આ સિવાય શિયાળામાં આ ખાદ્યપદાર્થોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘણા લોકોને આદત હોય છે તેમને મધ્યાહન ભોજન સાથે કઈ મીઠું ખાવાનું પસંદ હોય છે. તો એવા લોકો આ વસ્તુઓ રોજ ખાઈ શકે છે.

ચિક્કી : ચીક્કી બનાવવા માટે ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે શિયાળામાં તમને ગરમ રાખવા અને સ્વસ્થ રાખવા માટે ગોળની ચિક્કી વધુ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે અને આપણો મેટાબોલિક રેટ પણ ઘટી જાય છે.

તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે તો આ સમસ્યાને દૂર કરવા માટે જરૂરી છે કે તમે તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાઓ. આ માટે ગોળ અને સીંગદાણામાંથી બનાવવામાં આવતી ચીક્કી શ્રેષ્ઠ વિકલ્પ છે. તે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર હોય છે.

તલની ચીક્કી : શિયાળો શરૂ થતાની સાથે જ બજારમાં ચિક્કીઓ માલવાનુઁ શરુ થઇ જાય છે. ચિક્કીમાં પણ ઘણી બધી પ્રકારની આવે છે, પરંતુ ગોળમાંથી બનેલી દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તલની ચીક્કી ગોળ અને તલમાંથી બને છે અને કેટલાક લોકો તેમાં માવો પણ વાપરે છે.

તે શરીરને શક્તિ આપવાનું કામ કરે છે અને નબળાઈ દૂર કરે છે. તલ અને ગોળમાંથી બનેલી ચીક્કી શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. આ બધી વસ્તુઓ સ્વસ્થ શરીર માટે જરૂરી છે. તમને તાજગીનો અનુભવ કરાવશે. તમને જણાવી દઈએ કે તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

તલના લાડુ : ઘણા લોકોને ખાધા પછી મીઠા લાડુ ખાવા ગમે છે. જો કે શિયાળામાં તમારે બીજી મીઠાઈઓ ખાવા કરતા સ્વસ્થ લાડુ ખાવા જોઈએ. શિયાળામાં અળસીના દાણા, કાળા તલના લાડુ વગેરે ઘરે જ બનાવવામાં આવે છે.

શિયાળામાં સુસ્તી અને આળસને દૂર કરવા માટે તમે આ લાડુને નિયમિત ખાઈ શકો છો. કેટલાક લાડુ દવા જેવું કામ કરે છે અને આ ઋતુમાં થતી શરદી જેવી સમસ્યાઓથી દૂર રહેવા માટે દરરોજ સેવન કરવું જોઈએ. ફિટ અને ફ્રેશ રહેવા માટે તમે બપોરના ભોજન પછી દરરોજ ખાઈ શકાય છે.

ધ્યાનમાં રાખો આ વાત : તમે બપોરના આહારમાં ચીક્કી, લાડુ કે અમને તલની આ ત્રણમાંથી કોઈપણ એક વસ્તુનો સમાવેશ કરી શકાય. દિવસમાં 1 અથવા 2 ટુકડા પૂરતું છે. ઉનાળા કરતાં શિયાળામાં વધારે ભૂખ લાગે છે, પરંતુ આપણે તેની અવગણના કરીએ છીએ અને જેના કારણે આપણે સુસ્તી અને આળસ અનુભવીએ છીએ.

તો આવી સ્થિતિમાં તમે તમારી ભોજન સાથે કોઈપણ એક વસ્તુનો સમાવેશ કરી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી વધુ જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા