દિલ્હીમાં આજે પણ આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. કોઈપણ રીતે શિયાળો અને પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે અને એમાં ખાસ કરીને ફેફસાં માટે સારું નથી. આપણા ફેફસાંમાં પ્રદૂષણ ફિલ્ટર હોય છે જેને સિલિયા કહેવાય છે. તે ફેફસાંમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.
પરંતુ તે ભારતના મેટ્રોપોલિટન શહેરો અને એમાં ખાસ કરીને દિલ્હીની હવામાં જોવા મળતા વિપુલ પ્રમાણમાં કાર્બન પ્રદૂષણ જેમ કે ધુમાડો, કેમિકલ્સ, ઝેર અને વાહનોના ધૂમાડા માટે નથી.
કુદરતી એન્ટી-ઓક્સિડન્ટ છે આ ઉપાય : મેટ્રો શહેરોમાં હવામાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. ધૂમાડો, કેમિકલ્સ ઝેર અને વાહનોના ધૂમાડાના ઘાતક મિશ્રણે આપણા શરીરને જોખમમાં મૂક્યું છે અને જેઓ પહેલાથી જ શ્વાસના રોગોથી પીડિત છે તેમની સ્થિતિ વધારે ખરાબ કરે છે.
પરંતુ તમે ચિંતા કરશો નહીં કારણ કે તમારા જ રસોડામાં તેનાથી બચવાનો એક ઉપાય છે અને તમે તેને તમારી નજીકની કરિયાણાની દુકાનમાંથી સરળતાથી ખરીદી શકો છો. આ પીડાદાયક સમયમાં તમારા ફેફસાંને સાફ કરવામાં મદદ કરી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ ગોળની.
આજે અમે તમને ગોળ વિષે જણાવી રહ્યા છીએ જે તમારા શરીરને આ ખતરનાક પ્રદૂષણ સામે લડવામાં મદદ કરશે. હકીકત એ છે કે ઔદ્યોગિક કામદારો, જે ધૂળવાળા અને સ્મોકી વાતાવરણમાં કોલસાની ખાણોમાં કામ કરે છે, તે લોકો કામ કર્યા પછી ગોળ ખાય છે.
ખાસ કરીને અત્યંત પ્રદૂષિત વાતાવરણમાં કામ કરતા ફેક્ટરી કારીગરો માટે ખૂબ ઉપયોગી છે. ઘણા સંશોધનોથી એ વાત સામે આવી છે કે ધૂળ અને ધુમાડાના વાતાવરણમાં કામ કરતા લોકો જો કામ કર્યા પછી ગોળ ખાય છે તો તેમને કોઈ સમસ્યા થતી નથી.
ગોળ પ્રદુષણથી બચાવશે : ગોળ એ શેરડીમાંથી બનાવવામાં આવતો શુદ્ધ, અને સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. ગોળને મૂળભૂત રીતે શેરડીના રસમાંથી બનાવવમાં આવે છે. ગોળમાં સેલેનિયમ હોય છે જે એન્ટી-ઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે અને તે ગળા અને ફેફસાના ચેપમાં ફાયદાકારક છે.
તે ફેફસાંને ધૂળ અને ધુમાડાથી પણ બચાવે છે. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેમાં પ્રદૂષણનું સ્તર જીવલેણ સ્તરે પહોંચી ગયેલું છે. પ્રદૂષણ સામે લડવા માટે ઔદ્યોગિક કામદારો દ્વારા ગોળનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેના રજકણને દૂર કરી શકાય. આયર્નથી ભરપૂર હોવાને કારણે ગોળ એ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
આયર્નથી ભરપૂર ગોળ લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર પણ સુધારે છે જેનાથી લોહીમાં ઓક્સિજનની ક્ષમતા વધે છે. તો ગોળ કેટલો ખાવો જોઈએ? ઘણા અહેવાલો દ્વારા સાબિત થયું છે કે દરરોજ થોડી માત્રામાં ગોળ ખાવાથી હવામાં રહેલા કાર્બન પ્રદૂષણનો સામનો કરી શકાય છે.
તેથી દરરોજ 2 થી 4 ગ્રામ સુધી મર્યાદિત ગોળ ખાવાની સલાહ આપે છે, પરંતુ આ ડાયાબિટીસ હોય એમના માટે નથી. હવે મને સમજાયું કે આપણા દાદી શા માટે ખાસ કરીને શિયાળામાં ગોળ ખાવાની ભલામણ કરતા હોય છે.
તો તમે પણ સવારના નાસ્તા, બપોરના ભોજનમાં અને ડિનરમાં ગોળનો નાનો ટુકડો સામેલ કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ ઘરે બેઠા વધારે જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.