જ્યારે ભારતના સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તાની વાત આવે છે, ત્યારે તેમાં પાવ ભાજીનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. તમે તેને ફક્ત દિલ્હી અથવા મુંબઈમાં જ નહીં, પરંતુ વિવિધ રાજ્યોમાં રેસ્ટોરન્ટ્સમાં સરળતાથી મેળવી શકો છો. લોકો લગ્નો અને પાર્ટીઓમાં પણ નાસ્તાના ભાગરૂપે ઘણા પ્રકારના શાકભાજીની મદદથી પાવ ભાજી બનાવે છે.
આમ તો આ બનાવવું એટલું સરળ છે કે લોકો તેનો સ્વાદ માત્ર રેસ્ટોરટ કે પાર્ટીઓમાં લેતા નથી, પણ લોકો ઘરે પણ બનાવવું પસંદ કરે છે. કારણ કે બજારમાં મળતી પાવ ભાજીની ગુણવત્તા વિશે કશું કહી શકાય નહીં, તેથી ઘરે પાવ ભાજી બનાવવી એ એક સારો વિચાર છે.
તમે પણ ઘણી વખત ઘરમાં પાવ ભાજી બનાવી હશે. પરંતુ દર વખતે જો તમે એ જ રીતે પાવ ભાજી બનાવવાથી કંટાળી ગયા છો અને હવે તેમાં એક બદલાવ ઈચ્છો છો, તો આજે આ લેખમાં અમે તમને જૈન પાવ ભાજી રેસીપી વિશે જણાવી રહ્યા છીએ, જે તમારા મોંમાં પણ પાણી લાવી દેશે.
જૈન પાવ ભાજી સામાન્ય રીતે ડુંગળી અને લસણ વગર તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.
સામગ્રી
- 3 મધ્યમ કદના ટામેટાં (ઝીણા સમારેલા)
- 3/4 કેપ્સિકમ (ઝીણા સમારેલું)
- 2 કાચા કેળા (બાફેલા અને છાલ વગરના)
- 1/2 કપ વટાણા (બાફેલા)
- 1/2 ચમચી જીરું
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી હળદર પાવડર
- 1-2 ચમચી પાવ ભાજી મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- 4-6 ચમચી માખણ
- ગાર્નિશ માટે સમારેલી કોથમીર
- પીરસવા માટે લીંબુ
- 6-8 પાવ
બનાવવાની રીત
જૈન પાવભાજી બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચી માખણ ગરમ કરો. તે પછી તેમાં જીરું નાખો અને તેને તતડવા દો. હવે તેમાં કેપ્સિકમ, ટામેટા અને બધા સૂકા મસાલા પાવડર ઉમેરો.
ટામેટા નરમ થાય ત્યાં સુધી તેને થોડો સમય પકાવો. જ્યા સુધી ટામેટાં કુક થઇ રહ્યા છે ત્યાં સુધી તમે બાફેલા કાચા કેળા અને વટાણાને મેશ કરો. હવે આ મિશ્રણને પેનમાં ટામેટા અને કેપ્સિકમ સાથે ઉમેરી દો.
હવે ગેસ બંધ કરો અને મેશરની મદદથી શાકભાજીને મેશ કરો. ધ્યાન રાખો કે તમે મિશ્રણને થીક કન્સીસ્ટન્સી આપો. હવે ફરી એક વાર ગેસ ચાલુ કરો અને ભાજીને ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી પકવવા દો.
તમારી ભાજી તૈયાર છે. હવે પાવને બે ભાગમાં કાપી લો અને બંને બાજુથી માખણ લગાવો. પાવને ગરમ તવા પર શેકી લો. હવે ભાજીને કોથમીર, થોડું માખણથી ગાર્નિશ કરો અને પાવ અને લીંબુના ટુકડા સાથે ગરમાગરમ સર્વ કરો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.