લગ્ન હોય કે કોઈ ફંકશન હોય, સોના-ચાંદીના ઘરેણા પહેરવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને સામાન્ય દિવસોમાં પણ પહેરવાનો ખૂબ શોખ હોય છે. સમય જતા આપણા દાગીના થોડા કાળા થવા લાગે છે. જો તમે તેને રોજ ન પણ પહેરો તો પણ તેની ઉપર કાળાશ જોવા મળે છે જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે.
તમે તમારા ઘરેણાં સાફ કરવા માટે સુવર્ણકાર પાસે જતા હશો, પરંતુ ત્યાં જવું જઈને સાફ કરવા થોડું મોંઘું પડે છે. શું તમે ક્યારેય ઘરે કેવી રીતે ઘરેણાં સાફ કરવા તે વિશે વિચાર્યું છે? હા, તમે તમારી મોંઘી જ્વેલરીને એકદમ સરળ રીતે ફરીથી નવા જેવી ઘરે જ બનાવી શકો છો.
આના માટે તમારે ફક્ત 1 વસ્તુની જરૂર છે અને આ વસ્તુ છે તમારા રસોડામાં હાજર ચાના પાંદડા(ચાઇ પત્તી). તમે વિચાર્યું પણ નહીં હોય કે ચાની પત્તીમાંથી ઘરેણાં કેવી રીતે સાફ કરી શકાય. તો ચાલો આ લેખમાં તમને કેટલીક ટિપ્સ શેર કરીએ.
ચાની પત્તી, ખાવાનો સોડા અને ડિટર્જન્ટથી ચાંદીના ઘરેણાં સાફ કરો : જો તમે તમારા ચાંદીના દાગીનાની ચમકને વર્ષો સુધી જાળવી રાખવા માંગતા હોય તો એક વાર આ ટ્રિક જરૂર અજમાવો. ચાના પાંદડા સાથે આ બે વસ્તુઓને મીકડ કરીએ અસરકારક ક્લિનીંગ એજન્ટ બને છે જે તમારા ઘરેણાંને ચમકદાર બનાવે છે.
સામગ્રી
- અડધો કપ ચા પત્તીનું પાણી
- 1 ચમચી ખાવાનો સોડા
- 1 ચમચી ડીટરજન્ટ પાવડર
શુ કરવુ તો, સૌ પ્રથમ એક કડાઈમાં 1/2 લિટર પાણી નાખો અને ચા પટ્ટીનો ઘટ્ટ રંગ ન આવે ત્યાં સુધી ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય અને રંગ ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ગાળીને બીજા વાસણમાં કાઢી લો. હવે એ જ બાઉલમાં બેકિંગ સોડા અને ડિટર્જન્ટ પાવડર મિક્સ કરો.
હવે તે પાણીના મિશ્રણમાં ચાંદીના દાગીના મૂકો, તેને એક વખત ચમચીથી હલાવો અને પછી તેને 15 મિનિટ માટે છોડી દો. ચોક્કસ સમય પછી સોફ્ટ-બ્રિસ્ટલ્ડ બ્રશથી ચાંદીના દાગીના સાફ કરો.
આ પછી તેને સાદા પાણીમાં થોડીવાર રાખો અને પછી તેને ધોઈને સાફ સુતરાઉ કપડાથી લૂછી લો અને બોક્સમાં મૂકી દો.
સોનાના દાગીનાને ચા પત્તી, ખાવાનો સોડા અને હળદર પાવડરથી સાફ કરો : સોનાના દાગીના પીળા રંગના હોવાથી તેને હળદરથી સાફ કરવું સારું છે. તે સોનાના રંગને ખરાબ નહિ કરે, જે ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી થઇ શકે છે. આ ત્રણ વસ્તુ તમારા સોનાના દાગીનાને ઘરે ચમકાવી શકે છે.
સામગ્રી : 1/2 કપ ચા પત્તી પાણી, 1 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી હળદર પાવડર.
એક પેનમાં થોડું પાણી નાખો અને પછી તેમાં ચાની પત્તી નાખીને પાણી ઉકાળવા દો. તેને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય, આ પહહી તે પાણીને ગાળીને બાઉલમાં કાઢી લો. હવે તે પાણીમાં ખાવાનો સોડા અને હળદળ ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં તમારી સોનાની ચેન, વીંટી, બુટ્ટી અને બંગડીઓને નાંખો અને તેને 10-15 મિનિટ પલાળી રાખો. થોડા સમય પછી તમારા દાગીનાને તે જ પાણીથી ઘસીને અને સોફ્ટ બ્રશથી સાફ કરો. પછી દાગીનાને સામાન્ય પાણીથી ધોઈને કોટનના કપડાથી લૂછીને જ્વેલરી બોક્સમાં રાખો.
નોંધ: ધ્યાનમાં રાખો કે તમે ચાંદીના દાગીના અને ચાંદીના દાગીના સાફ કરો ત્યારે તેને પાણીમાં નાખીને ઉકાળો નહીં. તેને થોડી વાર માટે જ ગરમ પાણીમાં પલાળી રાખો. હવે તમે પણ આ સરળ ટ્રિક્સથી ઘરે બેઠા ગંદા અને કાળા પડી ગયેલા દાગીનાને ચમકાવી શકો છો.