સ્વસ્થ અને ફિટ રહેવા માટે લોકો એમના જીવનમાં ઘણા ફેરફાર લાવે છે. ઘણા લોકો જિમ જાય છે તો કેટલાક લોકો દોડવા જાય છે પરંતુ શું તમે જાણો છો કે દોરડા કુદવાથી પણ વજન ઘટી શકે છે?
હા, દોરડા કુદવાથી વજન તો ઘટે જ છે પણ એની સાથે બીજા પણ ઘણા બધા ફાયદા છે. ઓફિસ જતા લોકો પાસે સમયનો અભાવ હોય છે જેના લીધે તે લોકો જિમ જય શકતા નથી, રનિંગ કરી શકતા નથી અને શારીરિક કસરત પણ નથી કરી શકતા,
આવા લોકો માટે દોરડા કુદવું ઘણું લાભકારી છે. ઘણી શોધમાં જાણવા મળ્યું છે કે દરરોજ દોરડા કુદવાથી હૃદય અને માનસિક સ્વસ્થ રહે છે સાથે શરીરમાં તાકાત પણ રહે છે.
નિષ્ણાતો અનુસાર સ્વસ્થ સારું રાખવા માટે પૌષ્ટિક આહારની સાથે કસરત પણ એટલી જ જરૂરી છે. દોરડા કુદવાથી માંસપેશિયા મજબૂત થાય છે સાથે હૃદય ને લગતી બીમારી પણ દૂર થાય છે. પેટની ચરબી ઓછી કરાવી એ ખુબ જ અઘરું કામ હોવાથી, દરરોજ દોરડા કુદવાથી ઝડપથી ચરબી ઓછી થાય છે.
દોરડા કુદવાથી ચાર ફાયદા
દોરડા કુદવાથી તમારું શરીર શાંત અને લચીલું બને છે. દોરડા કુદવાથી માંસપેશિયોને તાકાત મળે છે સાથે આરામ પણ મળે છે. ઓછી ગતિ થી દોરડા કુદવાથી ચિંતા ઓછી થાય છે અને તમારા શરીર અને મસ્તિષ્કમાં રક્ત પરિભ્રમણ વધે છે.
વધારે કામ કરવાથી તમે થાક અનુભવો છો તો તેમાં સુધાર આવે છે અને દરરોજ દોરડા કુદવાથી સહનશક્તિમાં વધારો થાય છે. દોરડા કુદવું એક વ્યાયામ છે કારણ કે તે હૃદય રોગનો ખતરાને ટાળે છે.
દોરડા કુદતી વખતે ધ્યાનમાં રાખવા બાબતો
- દોરડા કુદતા પહેલા 10 મિનિટ માટે વોર્મઅપ કરી લો અને ઇજા થી બચવા મોજા પહેરો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.