આપણી બદલાતી જીવનશૈલી, ઉતાવળમાં ખાવું, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ અને લાંબા સમય સુધી કામ કરવાને કારણે આજે મોટાભાગના લોકો કબજિયાતનો પ્રોબ્લમ છે. જો કે આ સમસ્યા ખાવા-પીવાના કારણે થાય છે. આ સ્થિતિમાં પાચનક્રિયા પણ ધીમી પડી જાય છે.
કબજિયાતમાં તમે તાજગી નથી અનુભવતા અને પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે દુખાવો, શરીરમાંથી મળ સંપૂર્ણપણે બહાર ન નીકળવો વગેરે. જો તમને લાંબા સમયથી કબજિયાત છે અને તમને આ રોગની સારવાર નથી કરતા તો તે એક ભયંકર રોગનું રૂપ લઈ શકે છે.
આવી સ્થિતિમાં, લોકો આ સમસ્યાથી બચવા માટે દવાઓનો સહારો લે છે. દવાઓ લેવાથી પેટ સાફ થાય છે, પરંતુ પછી ફરી સમસ્યા શરૂ થાય છે. અને એકવાર તમારા શરીરને દવાઓની આદત પડી જાય પછી, દવા વગર પેટ ક્યારેય સાફ થતું નથી. આ સિવાય જો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવે તો તેનાથી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે પણ કબજિયાતથી પરેશાન થઇ રહયા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એવી કુદરતી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમને કબજિયાતથી સંપૂર્ણપણે છુટકારો અપાવવામાં મદદ કરશે. આ ઉપાયો અપનાવવાથી તમારી સમસ્યા તો દૂર થઇ જશે અને જીવનમાં ક્યારેય પરેશાની નહીં થાય. તો રાહ શેની જોઈ રહ્યા છો, ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે.
કબજિયાત નિવારણ : કબજિયાતનું મૂળ કારણ શરીરમાં પ્રવાહીની ઉણપ હોય છે. પાણીની અછતને લીધે, આંતરડામાંનો મળ સુકાઈ જાય છે અને મળને બહાર કાઢવા માટે જોર લગાવવું પડે છે. તેથી કબજિયાતથી પીડાતા લોકોએ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવાની ટેવ જરૂર પાડવી જોઈએ.
આજકાલ મોટાભાગના લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે પરંતુ આ ડ્રાય ફૂડ કબજિયાતનું કારણ બને છે. આ સિવાય લોકો ઘી બિલકુલ ખાતા નથી. પરંતુ કબજિયાતની સમસ્યાથી બચવા માટે તમારા ભોજનમાં તેલ અને ઘીનું યોગ્ય સ્તર જાળવી રાખો. ચીકણા પદાર્થથી મળ સરળતાથી બહાર નીકળે છે.
કબજિયાત દૂર કરવા માટે અંજીર ઉત્તમ ડ્રાયફ્રુટ છે. 2 અંજીરને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાઓ અને પાણી પી લો. તે આંતરડાને ગતિમાન કરીને કબજિયાત દૂર કરે છે. કિસમિસમાં એવા પદાર્થો હોય છે જે કબજિયાતમાં રાહત આપે છે.
રોજ સૂતી વખતે 5 કિસમિસનું સેવન કરવાથી કબજિયાતથી કાયમ માટે છુટકારો મળે છે. ખોરાકમાં વધુ માત્રામાં ફાઈબરનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તમારે તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબરનો સમાવેશ કરવો જોઈએ.
લીંબુ કબજિયાતમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હુંફાળા પાણીમાં 1 લીંબુ નીચોવીને દિવસમાં 2-3 વખત પીવાથી કબજિયાતમાં ચોક્કસ ફાયદો થશે. સૂતી વખતે 1 ગ્લાસ ગરમ દૂધ પીવો અને જો મળ આંતરડામાં ચોંટી ગયો હોય તો 2 ચમચી એરંડાનું તેલ દૂધમાં ભેળવીને પીવું જોઈએ.
એક કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે. આ મિશ્રણને દિવસમાં ત્રણ વખત પીવાથી સારું પરિણામ મળે છે. પાલકનો રસ અથવા પાલક કાચી ખાવાથી કબજિયાત દૂર થાય છે. જૂની કબજિયાત પણ આ ઉપાયથી સરળતાથી દૂર થઈ જાય છે.
જામફળ અને પપૈયું, આ બંને ફળ કબજિયાતના દર્દી માટે અમૃત સમાન છે. આ ફળો દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે, કારણ કે આ ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે આંતરડાને શક્તિ આપે છે. મળનું સરળતાથી વિસર્જન થાય છે.
જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો તમે આ લેખમાં જણાવેલ ઉપાયોથી સરળતાથી તેને મટાડી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.