વ્રતમાં મહિલાઓ તેમના ખાવા-પીવા પર ખુબજ ધ્યાન રાખે છે. જો કે મહિલાઓ દર વખતે એક જ ફળાહાર ખાઈને કંટાળી જાય છે. એટલા માટે તેઓ વ્રતમાં દરરોજ કંઈક નવું અને હેલ્ધી નાસ્તા બનાવવાનું વિચારે છે.
જો તમે પણ વ્રતમાં દરરોજ એક જ પ્રકારના ફળ ખાઈને કંટાળી ગયા હોવ તો તમે નાસ્તા માટે કાચા કેળાની ચિપ્સ બનાવીને ખાઈ શકો છો. જો કે ઘણી મહિલાઓ ઉપવાસમાં કાચા કેળાની ચિપ્સ ખાવાનું વધારે પસંદ કરે છે અને શ્રાવણ મહિનામાં ચિપ્સ પણ ખૂબ જ સારી લાગે છે.
જો કે તમે નાસ્તામાં ઘણા પ્રકારની ચિપ્સ બનાવી શકો છો પરંતુ જો તમારી પાસે સમય નથી અથવા ઉતાવળ હોય અને કંઈક ટેસ્ટી બનાવવું હોય તો તમે કાચા કેળાની ચિપ્સ સરળતાથી બનાવી શકો છો. તો ચાલો જાણીયે તેની બનાવવાની રીત.
સામગ્રી
- 4- કાચા કેળા પાતળા સ્લાઇસમાં ઉભા કાપેલા
- 1/2 ચમચી કાળા મરી પાવડર
- 1/4 ચમચી ચાટ પેપરીકા પાવડર
- સેંધા મીઠું સ્વાદ મુજબ
- તળવા માટે ઘી અથવા તેલ
કાચા કેળાની વેફર બનાવવાની રીત
સૌથી પહેલા ચિપ્સ બનાવવા માટે કાચા કેળાની છાલ કાઢી લો. હવે કેળાનો સફેદ ભાગ કાળો ના પડે તે માટે તેના પર સેંધા મીઠું લગાવી લો. હવે ગેસ પર તેલ ગરમ કરો અને સ્લાઇસરની મદદથી સીધી તેલ માં વેફર પાડી લો.
જ્યારે કેળાની ચિપ્સ તળાઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો અને તેના ઉપર કાળામરી પાવડર, સિંધવ મીઠું ઉમેરો. કેળાની બનાવવાની બીજી રીત, સૌથી પહેલા કાચા કેળાની છાલ કાઢી લો અને તેને ઉભી પાતળી સ્લાઈસમાં અથવા તમારી મનપસંદ મુજબ આકારમાં કાપી લો.
આ પણ વાંચો : કેળાની ટેસ્ટી અને ક્રિસ્પી વેફર
પછી તમે કેળાને 5 મિનિટ હવામાં સૂકવવા માટે રાખો. હવે તેને એક બાઉલમાં કાઢીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં કેળાની ચિપ્સ ઉમેરો. જ્યારે કેળાની ચિપ્સ સારી રીતે તળાઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો.
તો તમારી કેળાની ચિપ્સ બનીને તૈયાર છે. હવે તમે ક્રિસ્પી ચિપ્સની મજા માણી શકો છો. જો તમને આવી જ રેસિપી જાણવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.