kachori recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં ગરમાગરમ કચોરી ખાવા મળી જાય તો બીજું શું જોઈએ અને એમાં જો વટાણાની હોય તો વાત જ શું કરવી. વટાણાની કચોરી કોને ખાવી ના ગમે? જો શિયાળાની ઋતુમાં ચા સાથે કચોરી મળી જાય તો શિયાળાની મજા બમણી થઈ જાય છે. પરંતુ ઘણા લોકો ઘરે કચોરીને યોગ્ય રીતે બનાવી શકતા નથી તેથી તેમને બજારમાં જઈને ખાવી પડે છે.

બાળકો હોય કે મોટાઓ કચોરીનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે, કારણ કે તે સ્વાદિષ્ટ એટલી હોય છે. પરંતુ ઘણીવાર તમે આ કચોરીને માત્ર એટલા માટે નથી માણી શકતા કારણ કે તમે તેને ઘરે બનાવી શકતા નથી, તો આજે ફૂડ સ્કૂલ રસોઈનીદુનિયામાં અમે તમને પરફેક્ટ કચોરી કેવી રીતે બનાવવી તે શીખવાડીશું. તો રાહ શેની છે, તૈયાર થઈ જાવ અમારી સાથે પરફેક્ટ કચોડી બનાવવું માટે.

કચોડી કેવી રીતે ભરવી અને લોટ કેવી રીતે ગુંથવો : જ્યારે પણ તમે વટાણાની કચોરી બનાવો છો ત્યારે ભરણ સ્વાદિષ્ટ હોવું જોઈએ કારણ કે તેના લીધે જ કચોરીનો સ્વાદ અનેકગણો વધી જશે. તેનું સ્ટફિંગ તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે તમારે વટાણાને થોડી વરાળમાં લેવાના છે અને તેને બાફીને પછી તેને સારી રીતે મેશ કરવાના છે.

ધ્યાન રાખો કે ક્યારેય પેસ્ટની વચ્ચે વટાણાનો મોટો ટુકડો ના આવવો જોઈએ, નહીં તો જ્યારે તમે તેને અંદર ભરો છો ત્યારે કચોરી રોલ કરતી વખતે તૂટવા લાગશે. જો તમે કચોરી માટે કણક ભેળવી રહ્યા હોય તો ધ્યાન રાખો કે લોટ ભેળતી વખતે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરો અને મોઈન ઉમેરો જેથી કરીને તે ક્રિસ્પી બને.

લોટ બાંધવા માટે થોડું તેલ ઉમેરવાનું છે. તેલ મિક્સ કરતી વખતે તમારી મુઠ્ઠીથી તપાસો કે લોટ બરાબર ભીનો થયેલો હોવો જોઈએ.
લોટ બાંધી લીધા પછી તેને ઓછામાં ઓછા 15 મિનિટ માટે ઢાંકીને રાખો.

દાદીમાની સરળ યુક્તિઓ : સમયની અછતને કારણે વટાણાની કચોરી બનાવવી મુશ્કેલ કામ લાગે છે. એટલા માટે હું તમને દાદીમાની એક સરળ ટ્રીક જણાવી રહ્યો છું. જો તમારે ઇન્સ્ટન્ટ કચોરી બનાવવી હોય તો લોટને અલગથી બનાવવાને બદલે લોટમાં જ વટાણાની પેસ્ટ મિક્સ કરીને લોટ બાંધો અને તેને હળવા હાથે રોલ કરીને કચોરીનો આકાર આપીને તૈયાર કરો. આ ટ્રિક થી તમે બહુ ઓછા સમયમાં ક્રિસ્પી વટાણાની કચોરી તૈયાર બનાવી શકો છો.

આ ભૂલો ન કરો : વટાણાની કચોરી બનાવતી વખતે તમારે ક્યારેય વટાણાની ગરમ ભરણનો ઉપયોગ ના કરવો જોઈએ. ભરણને કણકમાં ભરતા પહેલા તેને સંપૂર્ણપણે ઠંડુ કરવું જરૂરી છે. જો તમે ઉતાવળમાં કચોરી બનાવતા હોય અને ભરણ ગરમ હોય તો તેને 5 મિનિટ માટે ફ્રીઝરમાં રાખો અને ઠંડુ કરીને પછી કચોરી બનાવો.

કચોરીનો લોટ ભેળતી વખતે વધારે પાણીનો ઉપયોગ ના કરો અને યોગ્ય માત્રામાં તેલનો ઉપયોગ કરો. કચોરીને તળવા માટે સૌપ્રથમ તેલને હાઈ ફ્લેમ પર ગરમ કરો, પછી કચોરીને કડાઈમાં મૂકીને ધીમી આંચ પર શેકી લો. કચોરીમાં ક્યારેય પણ વધારે સ્ટફિંગ ના ભરો, નહીં તો તે રોલ કરતી વખતે બહાર નીકળવા લાગે છે.

આ ખાસ વસ્તુઓ થી કચોરીનો સ્વાદ વધારવો : જો તમે દાદીમાની ખાસ ટિપ્સથી વટાણા કચોરી બનાવી રહ્યા હોય તો તમે તેના ભરણમાં લસણ અને કોથમીરની પેસ્ટ મિક્સ કરી શકો છો. ભરણમાં અને કણકમાં જીરું અને થોડું લાલ મરચું પાવડર ઉમેરો. આ વસ્તુઓ કચોરીના સ્વાદમાં અનેકગણો વધારો કરશે.

કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી : ઘઉંનો લોટ 2 કપ, લીલા વટાણા 1 કપ, જીરું 1/4 ચમચી, કોથમીર 1/4 વાટકી, લાલ મરચું પાવડર 1/2 ચમચી, લસણની પેસ્ટ 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, તેલ અથવા ઘી જરૂર મુજબ, પાણી જરૂર મુજબ.

કચોરી બનાવવવની રીત : વટાણાને બાફીને તેની એક પેસ્ટ બનાવો અને તેમાં બધા મસાલા, કોથમીર, જીરું અને મીઠું મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. કચોરી માટે લોટ બાંધો અને તેમાં મીઠું ઉમેરો. એક પછી એક બોલ્સ બનાવીને તેમાં ફિલિંગ ભરીને કચોરીના આકારમાં રોલ કરો.

એક પેનમાં તેલ ગરમ કરો અને કચોરીને ધીમી આંચ પર તળી લો. જ્યારે તે બંને બાજુથી સારી રીતે રંધાઈ જાય, ત્યારે તેને તવામાંથી એક પછી એક કાઢી, ગરમાગરમ સર્વ કરો અને સ્વાદનો આનંદ લો. અહીં જણાવેલી સરળ ટિપ્સને અનુસરીને તમે મિનિટોમાં તમારી મનપસંદ કચોરી તૈયાર કરી શકો છો અને શિયાળામાં તેનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો પછી તેને શેર કરો. આવા વધુ રસપ્રદ લેખો વાંચવા માટે, તમારી પોતાની વેબસાઈટ હરઝિંદગી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા