કઢી-ભાત ખાવાનું કોને પસંદ નહિ હોય, તેને બનાવવાનું પણ સરળ છે. દહીં અને ચણાના લોટથી બનાવવામાં આવતી આ સરળ રેસીપી મોટાભાગના ભારતીય ઘરોમાં બનાવવામાં આવે છે. કઢીમાં ખટાશ લાવવા માટે લોકો જૂના દહીંનો ઉપયોગ કરીને કઢી બનાવે છે.
જો કે આ સિઝનમાં દહીં જલ્દીથી ખાટું થતું નથી અને આ માટે તમારે 3 થી 4 દિવસ રાહ જોવી પડે છે. જો દહીં ખાટું હોય તો કઢીમાં ખાટાપણું આવે છે અને તેનાથી કઢી ખાવાનો સ્વાદ પણ બમણો થઇ જાય છે. જો કે કઢીમાં ખટાશ લાવવા માટે માત્ર ખાટું દહીં જ નહીં પણ ઘણા વિકલ્પો છે જેને તમે પણ અજમાવી શકો છો.
ખાસ વાત એ છે કે આ સામગ્રીનો ઉપયોગ આપણે ઘણીવાર ઘરે બીજી વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. જ્યારે પણ તમે ઘરે કઢી બનાવવા જઈ રહયા હોય ત્યારે આ સામગ્રીને મિક્સ કરો.
જો તમારું દહીં ખાટું ના હોય તો પણ જો તમે આ વસ્તુઓને મિક્સ કરીને કઢી બનાવી લેશો તો તે વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થશે. ધ્યાનમાં રાખો કે કઢી બનાવવાની રીત એક જ રહેશે પણ તમારે ફક્ત આ સામગ્રીને મિક્સ કરવાની રહેશે.
ટામેટાંનો પલ્પ : સૌ પ્રથમ કઢીને ગેસ પર મૂકો. હવે 2 થી 3 ટામેટાંને છીણી લો અને તેનો પલ્પ કાઢીને કરીમાં મિક્સ કરો. તમારે ટામેટાની છાલ મિક્સ કરવી છે કે નહીં તે તમારા પર નિર્ભર છે. છીણ્યા પછી જ ટામેટાં પલ્પ ઉમેરો, કારણ કે ટામેટા પીસવાથી કે કાપીને ઉમેરવાથી કઢી સારી નહીં લાગે.
જો તમે ઈચ્છો છો કે તેનો સ્વાદ પણ સારો લાગે અને દેખાવમાં પણ સારી લાગે તો ટામેટાંનો પલ્પ જ મિક્સ કરો. હવે 10 થી 15 મિનિટ બરાબર રાંધ્યા પછી ઉતારી લો. કઢીમાં ખટાશ ઉમેરશે અને તેની સાથે સ્વાદિષ્ટ પણ બનશે. જ્યારે દહીં ખાટું ના હોય તો આ સામગ્રીને ચોક્કસ મિક્સ કરો.
લીંબુનો રસ : કેટલીક મહિલાઓ દહીંને બદલે લીંબુના રસનો ઉપયોગ કરે છે . જો કે તેનાથી કઢીનું ટેક્ચર બરાબર નથી લાગતું, તેથી દહીંમાં જ ચણાના લોટને હલાવો, પરંતુ તમે કઢી ઉકરતી હોય ત્યારે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ માટે લીંબુના રસની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
આ માટે તમે જે રીતે કઢી બનાવો છો તે રીતે બનાવો પણ ગેસ બંધ કરતા થોડીવાર પહેલા લીંબુનો રસ મિક્સ કરી દો. આ દરમિયાન ગેસની ફ્લેમ ઓછી હોવી જોઈએ. ફૂલ ફ્લેમ પર લીંબુનો રસ ઉમેરવાથી તે ફાટવા જેવું લાગશે, તેથી લીંબુનો રસ ઉમેરવામાં ઉતાવર ના કરો. બીજી તરફ દહીં બિલકુલ ખાટુ માં હોય ત્યારે જ લીંબુનો રસ મિક્સ કરો અન્યથા નહિ.
આમચુર પાવડર : કઢીમાં ખટાશ લાવવા માટે તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી ફક્ત કઢી બનાવતી વખતે વચ્ચે આમચૂર પાવડરને ઉમેરવાનો છે. ધ્યાન રાખો કે કેટલી માત્રામાં નાખવો જોઈએ.
જો તમારી પાસે ટામેટા કે લીંબુ ના હોય તો તમે તેના બદલે આમચૂર પાવડર મિક્સ કરી શકો છો અને તે પણ ના હોય તો સૂકી કેરીના ટુકડા પણ મિક્સ કરી શકો છો. આનાથી કઢી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
આમલીનું પાણી : મોટાભાગના ઘરોમાં આમલી રસોડામાં હોય જ છે, કારણ કે તે મોટાભાગે શાક અથવા ચટણીમાં વપરાય છે. કઢીમાં ખટાશ લાવવા માટે તમે આમલીના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે કઢી બનાવતા પહેલા એક કપ પાણીમાં આમલીને ડુબાડી લો.
હવે કઢી બનાવો ત્યારે થોડી ઘટ્ટ થઈ જાય અને તમારે તેમાં પાણી મિક્સ કરવું હોય તો તેની જગ્યાએ આમલીનું પાણી મિક્સ કરો.આ ઉપાય પણ ખટાશ લાવી શકે છે. કઢીમાં ખટાશ લાવવા માટે તમે આ બધી ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. તમને આ ટિપ્સ કેવી લાગી અને જો સારી લાગી હોય તો આવી જ વધારે કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.