તમે લીમડાના પાંદડા, ઝાડ, મૂળ અને લાકડા વગેરેના ગુણધર્મો વિશે ઘણી વાર વાંચ્યું પણ હશે અને સાંભળ્યું પણ હશે. તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે, જેથી શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે લીમડો એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ હોવાની સાથે સાથે એન્ટીઓક્સીડેટ્સથી ભરપૂર હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લીમડાની સુગંધથી તમને ઘણા ફાયદા પહોંચી શકે છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ ન્યુટ્રિશનિસ્ટ લોકો કહી રહ્યા છે. તો ચાલો જાણીયે લીમડાથી સંબંધિત ઘણા અદ્ભુત ફાયદાઓ વિશે.
ચાલો જાણીએ કે લીમડાના કયા ગુણો વિશે ચર્ચા કરવામાં આવી છે અને લીમડો કઈ રીતે આપણા માટે ઉપયોગી થઈ શકે છે અને આપણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.
ઇન્ફેક્શન અટકાવે છે : લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને આ જ કારણ છે કે લીમડો ફક્ત ત્વચાના ઇન્ફેક્શનમાં જ નહીં પણ શરીરની અંદર વધતા ચેપમાં પણ રાહત પહોંચાડે છે. તે એન્ટિસેપ્ટિક પણ હોય છે. જો તમારા શરીરમાં ક્યાંક ઘા થયો છે તો તમે લીમડાના પાનને પીસીને તે જગ્યા પર લગાવી શકો છો. આનાથી તમને ત્વરિત લાભ નહીં મળે પણ ધીમે ધીમે તમને રાહત જરૂર મળશે.
મચ્છરોથી છુટકારો મેળવવા માટે : ઋતુ કોઈ પણ હોય મચ્છરો દરેક ઋતુમાં મુસીબત બની જાય છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં અને શિયાળાની ઋતુમાં તેનું પૈદાવાર એટલું બધું વધી જાય છે કે વિવિધ પ્રકારની બીમારીઓ પણ ફેલાવા લાગે છે.
આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરની આસપાસ અથવા એવી જગ્યાએ જ્યાં સૌથી વધારે મચ્છરો હોય ત્યાં લીમડાના પાનને લાગવાથી, તો લીમડાના પાનની સુગંધથી જ મચ્છરો દૂર થઈ જશે.
આટલું જ નહીં પણ જો તમને લાગે કે તમારા કબાટમાં રાખેલા કપડામાંથી ગંદી દુર્ગંધ આવી રહી છે, તો લીમડાના પાનને કોટનના કપડામાં ભરીને તે પોટલીને કબાટની અંદર રાખો, આમ કરવાથી કપડાં ફ્રેશ રહેશે.
દાંતની સંભાળ માટે લીમડાના પાંદડા : તમે ઘણા લોકોને લીમડાનો રસ પીતા અને લીમડાના પાન ચાવતા જોયા હશે. જો કે તમારે ડૉક્ટરની સલાહ વગર આ ના કરવું જોઈએ, પણ જો તમે દાંતની સંભાળ માટે કોઈ ઘરેલું ઉપાય શોધી રહ્યા હોય તો લીમડાના પાન અને લીંબડાનાં દાતણનો ઉપયોગ એક સારો વિકલ્પ રહેશે.
ખાસ કરીને જો તમને શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો તમે લીમડાના દાતણનો ઉપયોગ કરો. તે દાંતને મજબૂત બનાવે છે અને પેઢામાં થતી બળતરાને પણ ઘટાડે છે. આટલું જ નહીં જો મોંની અંદર ફોલ્લા થયા હોય તો તે તેના સોજાને પણ ઘટાડે છે.
વાળ માટે લીમડાના ફાયદા : જો તમને વાળમાં ખોડો, જૂ અથવા લીખ થઇ હોય તો લીમડાનું તેલ અથવા લીમડાના પાનનો રસનો ઉપયોગ કરો. તમને તેનાથી ઘણી રાહત મળશે. એટલું જ નહીં જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો પણ લીમડાનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ત્વચા માટે લીમડાના ફાયદા : લીમડાનો ઉપયોગ સ્કિન પર પણ કરી શકાય છે, પરંતુ કયોય પણ નિષ્ણાતની સલાહ વગર તેનો ઉપયોગ કરશો નહીં. હકીકતમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ હોવાને કારણે લીમડાના ત્વચા માટે ઘણા ફાયદા હોય છે. બજારમાં લીંબડાની ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ પણ આવે છે પરંતુ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે. તો આવી જ બીજી જાણકારી માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.