શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. દરરોજ એક મુઠ્ઠી ડ્રાય ફ્રુટ્સ ખાવાથી શરીરને અસંખ્ય ફાયદા થઈ શકે છે. આજે અમે તમને એવા જ એક ડ્રાય ફ્રુટ વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ આપણે અનેક વાનગીઓમાં સ્વાદ અને ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. અહીંયા આપણે વાત કરી રહયા છીએ કાજુ.
કાજુ એક એવું ડ્રાય ફ્રુટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર કાજુમાં પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મેગ્નેશિયમ, મિનરલ્સ, આયર્ન, ફોસ્ફરસ, સેલેનિયમ, એન્ટી-ઓક્સિડન્ટ્સ વગેરે ગુણો જોવા મળે છે. કાજુમાં મળતા પોષક તત્વો શરીરમાં એનર્જી વધારે છે. જો તમે નબળાઈ અને થાક અનુભવતા હોય તો તમે કાજુ ખાઈ શકો છો.
1. એનર્જી :કાજુમાં મળી આવતું મેગ્નેશિયમ હાડકા માટે ખૂબ સારું માનવામાં આવે છે. કાજુમાં રહેલા તત્વો શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે અને ઈન્સ્ટન્ટ એનર્જી મેળવી શકાય છે.
2. હૃદય માટે : કાજુ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાજુમાં ઘણા પોષક તત્વો અને મોનો-સેચ્યુરેટેડ ફેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
3. ત્વચા : કાજુ ત્વચાને હેલ્દી રાખે છે. કાજુમાં વિટામિન ઈ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
4. પ્રોટીન : કાજુને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. કાજુ માત્ર પ્રોટીન સિવાય તે ખનિજો, ફોલેટ, મેગ્નેશિયમ, આયર્ન, ફાઈબર, ફોસ્ફરસનો પણ સારો સ્ત્રોત છે. કાજુ શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરે છે.
5. યાદશક્તિ : કાજુ એ વિટામિન B નો ભંડાર છે. વિટામિન બી યાદશક્તિ માટે સારું છે અને કાજુનું સેવન કરવાથી યાદશક્તિને તેજ બનાવી શકાય છે.