રંગોની હોળી હવે ખુબ જ નજીક આવી રહી છે અને તમે પણ અત્યારે મીઠાઈમાં કંઈક સરસ વાનગી બનાવવાનું વિચારી રહયા હશો ? અને જો અત્યાર સુધી નથી વિચારી તો જલ્દી કરો… પછી એવું ન થાય કે હોળીમાં ઘરે કોઈ મહેમાન આવે ત્યારે મીઠાઈ પણ ના હોય.
શું તમે પણ હોળી માટે કંઈક સારું બનાવવા માટે મીઠાઈ શોધી રહ્યા છો? જો હા તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ કારણ કે આ લેખમાં અમે તમને સ્વાદિષ્ટ કાજુ રોલ્સની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.
કાજુ રોલ્સ એકવાર ચાખ્યા પછી તમે પણ તેને ફરીથી અને ફરીથી બનાવવા માંગશો. હોળીના રંગોને આ તહેવારમાં ચાર ગણા વધારે રંગીન બનાવવા માટે તમે આ સ્વીટ રેસીપી સરળતાથી અને ઓછા સમયમાં ઘરે બનાવી શકો છો. ચાતો લો જાણીએ તેને બનાવવાની રીત.
જરૂરી સામગ્રી : 250 ગ્રામ કાજુ, 1 કપ ખાંડ, 1 કપ દૂધ, ગાર્નિશ કરવા માટે ચાંદીનું વરખ, ઈલાયચી પાવડર 1/2 ચમચી (વૈકલ્પિક) અને પિસ્તા 1 ચમચી
કાજુ રોલ્સ બનાવવાની રીત : કાજુ રોલ્સ બનાવવા માટે સૌથી પહેલા બધી સામગ્રીને એકઠી કરી લો. આ પછી એક મિક્સર લો અને મિક્સર જારમાં કાજુ અને દૂધને નાખીને બારીક પીસી લો અને એક વાસણમાં કાઢીને રાખો.
હવે બાજુમાં એક પેન ગેસ પર ગરમ કરવા માટે મુકો. જ્યારે પેન ગરમ થાય ત્યારે તેમાં કાજુનું દૂધનું પીસેલું મિશ્રણ, ઈલાયચી પાવડર અને ખાંડ નાખી થોડીવાર ધીમી આંચ પર પકાવવા દો. આ મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે કણક જેવું ના બની જાય. હવે તમે જો ઈચ્છો તો તેમાં પિસ્તા પણ ઉમેરી શકો છો.
આ પછી એક પ્લેટ લો અને તેને ઘીથી ગ્રીસ કરીને આ મિશ્રણને રેડો અને તેને સારી રીતે ફેલાવો. મિશ્રણ ફેલાવ્યા પછી તેને રોલની જેમ બનાવો અથવા તેને તમારા મનપસંદ આકારમાં ગોળ અથવા કાજુકતરી આકારમાં કાપી લો. રોલ પ્રમાણે કાપ્યા પછી તેને એક વાસણમાં રાખો અને તેને ચાંદીના વરખથી ગાર્નિશ કરી લો. તો હોળીના શુભ અવસર પર મહેમાનોને સર્વ કરવા માટે સ્વાદિષ્ટ કાજુ રોલ્સ તૈયાર છે.
જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી અવનવી વાનગીઓ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.