નાસ્તા બનાવવાની રીત: કાજુ તો તને ખાતા હસો, પણ આજે આપણે આ કાજુ માંથી બનતો નવો નાસ્તો જોઈશું. આ નાસ્તા નું નામ છે “કાજુ વડા”. આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. આ કાજુ વડા બનાવી તમે સાંજ નાં સમયે હળવા નાસ્તા માં લઈ શકો છો. આ વડા એકદમ ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. આ વડા ને કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખાવાની મજા આવે છે. આ વડા તમે ઘરમાં રહેલી વસ્તુથી સરળતાથી બનાવી શકો છો. તો એકવાર આ રેસિપી જોઈલો અને ઘરે બનાવવા પ્રયત્ન કરજો.
- સામગ્રી:
- ૬૦ ગ્રામ કાજુ નાં ટુકડાં
- ૬૦ ગ્રામ ચણાની દાળ
- અડધી ચમચી જીરૂ
- ૩-૪ લીલા તીખા મરચા
- એક નાનો આદુનો ટુકડો
- હીંગ
- એક ચમચી વરિયાળી
- અડધી ચમચી કાળા મરી પાઉડર
- થોડી કોથમીર નાં પાન
- ૭-૮ લીમડાના પાન
- સ્વાદ પ્રમાણે મીઠું
- એક ચમચી ચોખાનો લોટ
કાજુ વડા બનાવવાની રીત:
એક બાઉલ મા કાજુ નાં ટુકડાં અને દાળ ને મિક્સ કરી પાણી વડે સારી રીતે ધોઈ લો. અહિયાં તમારે ૨-૩ વખત પાણી વડે ધોવાના છે. કાજુ અને દાળ ને સારી રીતે ધોયા પછી તેમાં પાણી એડ કરી ૪-૫ કલાક માટે પાણીમાં પલાળીને મુકો રાખો. ૪-૫ કલાક પછી કાજુના ટુકડા અને દાળ ફૂલી ગઈ હસે. હવે એક મિક્સર જાર માં પલાળેલા કાજુ નાં ટુકડાં અને દાળ ને લઈ તેમાં જીરું, મરચા અને આદુનો ટુકડો નાખી સારી રીતે અધકચરું પીસી લો. (અહિયાં તમારે મિક્સર જાર માં પાણી એડ કર્યાં વગર જ પિસવાનુ છે.)
તમારી દાળ સારી રીતે પલળી ગઈ હસે તો ઝડપથી જ મિક્સર જાર માં બધું પીસાઈ જસે. જ્યારે બધું સારી રીતે પીસાઈ જાય એટલે તેને એક બાઉલ મા કાઢી લો. (અહિયાં એ વાત નું ધ્યાન રાખી કે આપડે ક્યાંય પાણી નો ઉપયોગ કરવાનો નથી.)
હવે બાઉલ લીધેલા મિશ્રણ માં હીંગ, વરીયાળી, કાળાં મરી પાઉડર, લીમડાના હાથની મદદ થી ટુકડાં કરેલા પાન, સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર નાં પાન અને ચમચી ચોખાનો લોટ એડ કરો જેથી બધુ સારી રીતે બાઈન્ડિંગ થાય. બધું સારી રીતે મિક્સ કરી અને કણક ની જેમ તૈયાર કરી લો.
અહિયાં તમારે હળદળ કે લાલ મરચું એડ કરવાનું નથી. હવે તેલ વાર હાથ કરી બનાવેલાં આ મિશ્રણ માંથી થોડી કણક લઈ તેના વડા તૈયાર કરો. વડા તૈયાર કરો ત્યાં સુધી તેલ ગરમ કરવા મુકી દો.
બધા વડા બનીને તૈયાર થઈ જાય અને તેલ ગરમ થાય એટલે તેલ મા વડા ને એડ કરતા જાઓ. ધીમા ગેસ પર બધા વડા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળવા દો.વડા જ્યાં સુધી તળતા ઉપર ન આવે ત્યાં સુધી વડા ને અડવાનુ નથી. વડા ઉપર તરતા આવે એટલે તેને બીજી બાજુ ફેરવી સારી રીતે તરી લો.
તો અહિયાં તમારા વડા બનીને તૈયાર થઈ ગયા છે. આ વડા એકદમ ક્રિસ્પી બન્યા હસે. તમે આ વડા ને કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.