kala mari powder recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલાઓ છે જેમ કે ધાણાજીરું પાવડર, આદુ પાવડર વગેરે. જો આ મસાલાનો ઉપયોગ કરવામાં ના આવે તો રસોઈનો સ્વાદ ફીકો પડી જાય છે. આ પાવડરનો ઉપયોગ મુખ્યત્વે ગ્રેવીવાળા શાકમાં થાય છે.

એવો જ એક મસાલો કાળા મરી પાવડર છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે ચામાં પણ તેનો ઉપયોગ મુખ્યત્વે થાય છે. પરંતુ દરેક વખતે કાળા મરીનો પાઉડર બજારમાંથી ખરીદીને લાવવો યોગ્ય નથી કારણ કે આજકાલ બજારમાં ભેળસેળવાળા પાવડર પણ ખુબ મળે છે.

આવી સ્થિતિમાં, આજે આ લેખમાં અમે તમને શુદ્ધ અને તાજો કાળામરી પાવડર વિશે જણાવીશું, જેને અપનાવીને તમે પણ સરળતાથી ઘરે જ કાળા મરીનો પાવડર 2 રીતે બનાવી શકો છો, તો ચાલો જાણીએ પહેલી રેસિપી.

કાળા મરી પાવડર બનાવવાની પહેલી રીત : તમે બજાર કરતાં પણ વધુ શુદ્ધ કાળા મરીનો પાઉડર ઘરે બનાવવા મનગતા હોય તો તમે એક નહીં પરંતુ બે રીતે બનાવી શકો છો. આ માટે તમે સૌથી પહેલા બજારમાંથી 500 ગ્રામ કાળા મરીને ખરીદીને ઘરે લાવો.

સૌથી પહેલા એક કે બે વાર કાળા મરીને સારી રીતે સાફ કરી લો અને થોડીવાર 1 કલાક માટે તડકામાં રાખો. હવે એક ગેસ પર પેન ગરમ કરો અને તેમાં કાળા મરી નાખીને લગભગ 5 મિનિટ સારી રીતે શેકી લો. કાળા મરીને શેક્યા પછી તેને મિક્સરમાં નાખીને સારી રીતે પાવડરના રૂપમાં પીસી લો.

બીજી રીત : તમે કાળા મરી પાવડર બનાવવા માટે આ રીતનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે બજરમાંથી ખરીદીને લાવેલા કાળા મરીને એક કે બે વાર સાફ કરી લો. પછી તેને 1 કલાક માટે તડકામાં રાખો.

હવે તમે માઇક્રોવેવને લગભગ 200 ડિગ્રી પહેલાથી ગરમ કરવા માટે ચાલુ કરો. પછી કાળા મરીને પ્લેટમાં કાઢીને તેને માઇક્રોવેવની અંદર મુકો. લગભગ 3 મિનિટ પછી માઇક્રોવેવને બંધ કરીને કાળા મરીને કાઢી, ઠંડા થયા પછી મિક્સરમાં નાખી પીસી લો.

કાળા મરી પાવડર સ્ટોર કરવાની રીત : ઘરે બનાવેલા આ કાળા મરીના પાવડરને તમે એક નહીં પરંતુ 1 વર્ષ સુધી સરળતાથી સ્ટોર કરી શકો છો. કાળા મરીના પાવડરને સંગ્રહિત કરવા માટે હંમેશા એર કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ.

કાળા મરીનો પાઉડર એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરવાથી લાંબા સમય સુધી બગડતો નથી. તમે તેનો ઉપયોગ ચિકન, શાક અને ચા વગેરેમાં કરી શકો છો. ધ્યાનમાં રાખો કે કાળા મરીનો પાવડર ખુલ્લા વાસણમાં ના રાખો નહીંતર ઝડપથી બગડી શકે છે.

જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ આ રીતે ઘરે કાળામરી પાવડર બનાવી શકો છો. આવી જ સમાન રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.