શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત જોઈ કોઈ હોય તો તે છે આપણો આહાર. આપણા આહારને શરીરના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજની ભાગદોડભરી જીંદગીમાં અને કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરવાને કારણે મોટાભાગના લોકો તેમના આહારનું ધ્યાન રાખવામાં અસમર્થ છે.
જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ખાસ કરીને કમરનો દુખાવો. જો તમે સતત બેસીને કામ કરો છો તો તમને મરના દુખાવાની ફરિયાદ હોય શકે છે. જો કમરના દુખાવાની ફરિયાદ હોય તો તમને કોઈ કામ કરવાની ઈચ્છા થતી નથી અને તમને ચાલવામાં, ઉઠવામાં અને બેસવામાં પણ તકલીફ પડે છે.
ઘણા લોકો પીઠના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ડૉક્ટર પાસે જાય છે. પરંતુ તમે ડૉક્ટર અને દવાઓ વગર પણ કમરના દુખાવામાં રાહત તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવીને પણ મેળવી શકો છો. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે જેનાથી કમરના દુખાવામાં રાહત મળી શકે છે.
નારિયેલ તેલ – લસણ: ત્રણથી ચાર લસણની કળીઓને નારિયેલ તેલમાં નાખીને તેને ગેસ પર ગરમ કરી દો. ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તેલ કાળુ ન થાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો. ત્યારબાદ જયારે તેલ ઠંડુ થાય ત્યારે એક શીશીમાં તેને બંધ કરી લો. આ તેલથી સવારે અને સાંજે પીઠમાં મસાજ કરો. થોડાજ દિવસોમાં કમરના દુખાવાથી રાહત મળશે.
અજમો: અજમો કમરામાં થતા દુખાવાથી રાહત અપાવે છે. આ માટે અજમાને તવા પર થોડી ધીમી આંચ પર ગરમ કરી લો. અજમો ઠંડો થાય ત્યારે તેને ચાવતા ચાવતા ગરમ પાણી સાથે ગળી જાવ. થોડા દિવસ આ પ્રયોગ નિયમિત કરવાથી કમરના દુખાવામાથી રાહત થશે.
સૂપ: સરગવાની સિંગનો સૂપ કમરના દુખાવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. રોજ સવારે સરગવાની સિંગને બાફીને તેનો સૂપ પીવાથી કમરનો દુખાવો ધીરેધીરે ઓછો થવા લાગે છે.
હળદર-દૂધ: જો તમને કમરનો દુખાવો અને શરીરનો દુખાવો હોય તો તમે હળદર અને મધ ઉમેરીને એક ગ્લાસ ગરમ દૂધ પી શકો છો, તેનાથી કમરના દુખાવાની સાથે-સાથે તમારા શરીરના અન્ય દુખાવામાં આરામ મળે છે. આ દૂધ પીવાથી તમને શરદીમાં પણ આરામ મળે છે.
આદુની ચા: આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરદી-ફ્લૂ સિવાય આદુની ચા પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. પીરિયડ્સ દરમિયાન તેને પીવાથી કમરના દુખાવા અને પેટના દુખાવામાં પણ આરામ મળે છે.
નાળિયેર તેલ: નારિયેળનું તેલ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર માનવામાં આવે છે. નારિયેળ તેલમાંથી બનેલા ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને કમરનો દુખાવો હોય તો નારિયેળના તેલમાં કપૂરથી માલિશ કરો. તેનાથી શરીરના દુખાવામાં તમને રાહત મળશે.
કેટલીક વસ્તુમાં ધ્યાન રાખો: જો તમને કમરમાં થોડો પણ દુખાવો થાય છે તો ભારે વજન ઉઠાવવા નીચે નમો ત્યારે ઘુંટણ સીધા રાખો અને શક્ય હોય તો ભારે વસ્તુ ઉંચકવાથી દૂર રહો. નિયમિત યોગ અને કસરત કરો સાથે જો શક્ય હોય તો દિવસમાં 30 મિનિટ ચાલવાનું રાખો.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.